શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કાશ્મીર મુદ્દે પાકિસ્તાનમાં ધમાસાન, ગુસ્સે ભરાયેલા ઇમરાન ખાન બોલ્યા- ભારત પર હુમલો કરી દઇએ?
સંસદમાં જ્યારે વડાપ્રધાન ઇમરાન ખાન કાશ્મીર મુદ્દે ઉઠેલા સવાલોના જવાબ આપી રહ્યાં હતા, ત્યારે તે ગુસ્સે ભરાઇ ગયા હતા. તેમને હાવભાવ બદલાઇ ગયો હતો
ઇસ્લામાબાદઃ નરેન્દ્ર મોદી સરકારે અનુચ્છેદ 370 દ્વારા જમ્મુ-કાશ્મીરને મળનારા ખાસ વિશેષ રાજ્યના દરજ્જાને ખતમ કરી નાંખ્યો છે. સંસદના બન્ને ગૃહમોમાં બીલ પાસ કરીને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દીધો છે, આ વાતને લઇને પાકિસ્તાનમાં ધમાસાન મચી ગયુ છે. મોદી સરકારના આ નિર્ણય સામે પાકિસ્તાનમાં વિરોધ અને ગુસ્સો દેખાઇ રહ્યો છે, પોતાના દેશ લોકો દ્વારા વડાપ્રધાન ઇમરાન ખાન ઘેરાઇ ગયા છે.
જમ્મુ-કાશ્મીર પર ભારતીય નેતૃત્વના નિર્ણય ઉપર આગળની રણનીતિ તૈયાર કરવા માટે પાકિસ્તાનમાં મંગળવારે સંસદનું સંયુક્ત સત્ર બોલાવવામાં આવ્યુ હતુ. સંસદમાં જ્યારે વડાપ્રધાન ઇમરાન ખાન કાશ્મીર મુદ્દે ઉઠેલા સવાલોના જવાબ આપી રહ્યાં હતા, ત્યારે તે ગુસ્સે ભરાઇ ગયા હતા. તેમને હાવભાવ બદલાઇ ગયો હતો.
સંસદમાં વિપક્ષના નેતા શાહબાજ શરીફના સવાલોના જવાબ વખતે ઇમરાન ખાન ગુસ્સે ભરાઇ ગયા, તેમને વિપક્ષ પાસેથી સલાહ માંગતા કહ્યું કે, તમને જ બતાવો કે કાશ્મીરમાં ભારતીય કાર્યવાહીના જવાબમાં તેમની સરકારને શું પગલા ભરવા જોઇએ. ઇમરાને કહ્યું કે, મે શું પગલા નથી ભર્યા, અમારુ વિદેશ મંત્રાલય તમામ દેશોના રાજદુતો સાથે બેઠખ કરી રહ્યું છે. હું અન્ય દેશો સાથે પણ સંપર્ક કરી રહ્યો છું, આંતરારાષ્ટ્રીય મંચ પરથી મદદ માગી રહ્યો છું. શરીફ બતાવે કે હવે મારે શું કરવુ જોઇએ?
ઇમરાને આગળ કહ્યું કે, આપણે સંયુક્ત રાષ્ટ્રમાં વર્ષોથી અરજ કરી રહ્યાં છીએ, અમે ઇસ્લામિક સહયોગ સંગઠન પાસે પણ મદદ માંગી, કઇ વસ્તુ છે જે અમે નથી કરી, જેથી વિપક્ષ અમને લલકારી રહ્યો છે, શું અમે ભારત પર હુમલો કરી દઇએ?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ક્રિકેટ
આઈપીએલ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion