Jan Aushadhi Kendra: આ દેશમાં ખુલ્યું ભારતનું પ્રથમ વિદેશી જન ઔષધિ કેન્દ્ર, વિદેશ મંત્રી એસ જયશંકરે કર્યું ઉદ્ધાટન
Jan Aushadhi Kendra: વિદેશ મંત્રી જયશંકરે બુધવારે મોરેશિયસના ગ્રાન્ડ બોઈસમાં મેડિકલીનિક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રોજેક્ટ ભારતની મદદથી શરૂ કરવામાં આવ્યો છે.

Jan Aushadhi Kendra: વિદેશ મંત્રી એસ જયશંકરે મોરેશિયસમાં ભારતના પ્રથમ વિદેશી જન ઔષધિ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું છે. જયશંકરે મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથ સાથે બુધવારે જન ઔષધિ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું હતું. જયશંકરે એક્સ પરની પોસ્ટમાં લખ્યું,પ્રધાનમંત્રી કુમાર જગન્નાથ સાથે મોરેશિયસમાં પહેલા વિદેશી જન ઔષધી કેન્દ્ર કરતા મને ઘણો આનંદ થાય છે. આ ઔષધી કેન્દ્ર પીએમ મોદી દ્વારા આ વર્ષે કરવામાં આવેલા વાયદાને પુરો કરે છે. તેમણે કહ્યું, આરોગ્ય ભાગીદારી પ્રોજેક્ટ જાહેર આરોગ્ય સંભાળને સુધારવા અને લોકોના સ્વાસ્થ્યને સુધારવા માટે સસ્તી, ભારતમાં નિર્મિત દવાઓની સપ્લાય કરશે.
Delighted to inaugurate along with Prime Minister @KumarJugnauth the first overseas Jan Aushadi Kendra in Mauritius. This Aushadi Kendra is the delivery of the promise made by PM @narendramodi earlier this year.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) July 17, 2024
The 🇮🇳 🇲🇺 health partnership project will supply cost effective,… pic.twitter.com/QvqGZzAt6o
આ અમારી મિત્રતાનું નવું પ્રતીક છે
વિદેશ મંત્રી જયશંકરે બુધવારે મોરેશિયસના ગ્રાન્ડ બોઈસમાં મેડિકલીનિક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રોજેક્ટ ભારતની મદદથી શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે જયશંકરે કહ્યું કે આ અમારી મિત્રતાનું નવું પ્રતીક છે. મોરેશિયસમાં ગ્રાન્ડ બોઈસમાં પ્રોજેક્ટના ઉદ્ઘાટન સમયે જયશંકરે કહ્યું હતું કે આ પહેલ ગ્રાન્ડ બોઈસ વિસ્તારમાં 16 હજાર લોકોને આરોગ્ય સેવાઓ પૂરી પાડશે.
જયશંકરે કહ્યું- ભારત વિશ્વના કોઈપણ દેશ માટે વિશ્વાસનું પ્રતીક બન્યો
મોરેશિયસની બે દિવસીય મુલાકાતે ગયેલા વિદેશ મંત્રી એસ જયશંકરે બુધવારે કહ્યું હતું કે વિશ્વના કોઈપણ દેશને કોઈપણ બાબતમાં ભારતનું સમર્થન વિશ્વાસનું પ્રતીક બની ગયું છે. રેડ્યુટમાં સિવિલ સર્વિસ કોલેજમાં બોલતા, તેમણે કહ્યું, 'જેઓએ આ પ્રોજેક્ટ સાઇટને વાસ્તવિકતા બનાવી તેમની સાથે ચર્ચા કરીને આનંદ થયો. તેમણે કહ્યું કે ભારતીયોની વ્યાવસાયિક પ્રતિબદ્ધતા, જે સતત ભારતને ગૌરવ અપાવી રહી છે, તે પ્રશંસનીય છે.
મોરેશિયસના વડાપ્રધાનને મળ્યા
જયશંકર પોર્ટ લુઈસમાં મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જગન્નાથને મળ્યા હતા અને બંને દેશો વચ્ચેની વિશેષ અને કાયમી ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની જરૂરિયાત અંગે ચર્ચા કરી હતી. તેઓ પૂર્વ પીએમ પોલ બેરેન્જરને પણ મળ્યા હતા. અગાઉ જયશંકર સી ફેબ્રુઆરી 2021માં મોરેશિયસમાં હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
