(Source: ECI/ABP News/ABP Majha)
Indian: અમેરિકામાં વધુ એક ભારતીય યુવકનું મોત, જંગલમાંથી મળી 23 વર્ષના વિદ્યાર્થીની લાશ
Indian: વર્ષ 2024માં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલાની આ સાતમી ઘટના છે જેમાં વિદ્યાર્થીનું મોત થયું છે.
Indian: અમેરિકામાં ભારતીય યુવકના મોતની ઘટનાઓ ઓછી થવાનું નામ લઇ રહી નથી. હાલમાં જ 23 વર્ષના સમીર કામથના મૃત્યુએ બધાને હચમચાવી દીધા છે. તેનો મૃતદેહ જંગલમાંથી મળી આવ્યો હતો, ત્યારબાદ અમેરિકાની વોરેન કાઉન્ટી પોલીસે તપાસ શરૂ કરી છે. વર્ષ 2024માં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલાની આ સાતમી ઘટના છે જેમાં વિદ્યાર્થીનું મોત થયું છે.
US: Indian student found dead in Indiana; fifth such incident this year, second from university
— ANI Digital (@ani_digital) February 7, 2024
Read @ANI Story | https://t.co/WvlLM7EIGi#IndianStudent #SameerKamath #PurdueUniversity pic.twitter.com/Ps5smUF6UU
ફર્સ્ટપોસ્ટના અહેવાલ મુજબ, સમીરનો મૃતદેહ નિશેઝ લેન્ડ ટ્રસ્ટના જંગલમાં પડેલો મળી આવ્યો હતો, જે એક નેચર રિઝર્વ છે. છેલ્લા 2 અઠવાડિયામાં 4 ભારતીય વિદ્યાર્થીઓના મોતનો આ મામલો છે. પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સાંજે 5 વાગ્યે મૃતદેહ મળી આવ્યો હતો. છોકરાના પરિવારને તેના મૃત્યુની જાણ કરવામાં આવી છે. છોકરાના મોત બાદ પોલીસે લોકોને સમજાવ્યું છે કે ડરવાની જરૂર નથી.
સમીર ડોક્ટરેટનો સ્ટુડન્ટ હતો
નોંધનીય છે કે સમીર કામથ એક અમેરિકન નાગરિક હતો જે ભારતીય મૂળનો હતો. તે મેસેચ્યુસેટ્સનો રહેવાસી હતો. Purdue યુનિવર્સિટીમાં મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગમાં ડોક્ટરેટનો વિદ્યાર્થી હતો. તેણે મેસેચ્યુસેટ્સ યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી મેળવી અને 2021ના ઉનાળામાં Purdue યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા આવ્યો. તેણે ઓગસ્ટ 2023માં અહીંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી અને 2025માં તેનો ડોક્ટોરલ પ્રોગ્રામ પણ પૂર્ણ કરવાનો હતો.
આ વર્ષે મૃત્યુના ઘણા કિસ્સા સામે આવ્યા
રિપોર્ટ અનુસાર, ગયા અઠવાડિયે શ્રેયસ રેડ્ડી બેનિગર નામના એક વિદ્યાર્થીનું ઓહિયોમાં મૃત્યુ થયું હતું, જે લિન્ડર સ્કૂલ ઑફ બિઝનેસનો વિદ્યાર્થી હતો. પ્રશાસને નફરતના કારણે હત્યાની શક્યતા નકારી કાઢી છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે 30 જાન્યુઆરીએ Purdue યુનિવર્સિટીના અન્ય એક વિદ્યાર્થી નીલ આચાર્યનું પણ મૃત્યુ થયું હતું જે અગાઉ ગુમ થઈ ગયો હતો. 29 જાન્યુઆરીએ થયેલા હુમલામાં વિવેક સૈની નામના વિદ્યાર્થીનું પણ મોત થયું હતું.
અમેરિકામાં એક ભારતીય વિદ્યાર્થી પર ચાર લોકોએ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ વિદ્યાર્થીનું માથું ફોડી નાખ્યું અને તેનો મોબાઈલ ફોન છીનવી લીધો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. પીડિત વિદ્યાર્થીનું નામ સૈયદ મઝહિર અલી છે. શિકાગોમાં તેના પર હુમલો થયો હતો. તેમનો પરિવાર હૈદરાબાદમાં રહે છે. ટ્વિટર પર શેર કરવામાં આવેલા વીડિયોમાં મઝહિર અલી હુમલાખોરોથી બચવા માટે રસ્તા પર દોડતા જોઈ શકાય છે. વીડિયોમાં તેના માથામાંથી લોહી નીકળતું જોઈ શકાય છે. તે મદદ માટે આજીજી કરી રહ્યો છે.
સૈયદ મઝાહિર અલીની પત્ની સૈયદા રૂકુલિયા ફાતિમા રિઝવીએ વિદેશ મંત્રી એસ જયશંકરને પત્ર લખીને વિનંતી કરી છે. તે તેના પતિને જોવા અમેરિકા જવા માંગે છે. તેણે વિનંતી કરી છે કે વિદેશ મંત્રાલય સુનિશ્ચિત કરે કે તેના પતિ સાથે યોગ્ય રીતે સારવાર કરવામાં આવે.