(Source: ECI/ABP News/ABP Majha)
બ્રિટનમાં ભારતીય મૂળના સાંસદે હાથમાં ભગવદ ગીતા રાખી લીધા શપથ, જુઓ વીડિયો
યુકેમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં લેબર પાર્ટીએ ભવ્ય વિજય મેળવ્યો હતો. પાર્ટી 14 વર્ષ પછી 400 થી વધુ બેઠકો મેળવીને સત્તા પર પરત ફરી છે
યુકેમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં લેબર પાર્ટીએ ભવ્ય વિજય મેળવ્યો હતો. પાર્ટી 14 વર્ષ પછી 400 થી વધુ બેઠકો મેળવીને સત્તા પર પરત ફરી છે. જે પછી કીર સ્ટાર્મરે વડાપ્રધાનની જવાબદારી સંભાળી હતી. ભારતીય મૂળના સાંસદ શિવાની રાજાએ લીસેસ્ટર ઈસ્ટમાંથી બમ્પર જીત મેળવી હતી અને લેબર પાર્ટીનો ગઢ ગણાતી સીટ જીતીને ઈતિહાસ રચ્યો હતો. તેમજ શિવાની રાજાએ મંગળવારે શપથ લીધા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં જ્યારે શિવાનીએ સાંસદ તરીકે શપથ લીધા ત્યારે તેમના હાથમાં ભગવત ગીતા હતી.
It was an honour to be sworn into Parliament today to represent Leicester East.
— Shivani Raja MP (@ShivaniRaja_LE) July 10, 2024
I was truly proud to swear my allegiance to His Majesty King Charles on the Gita.#LeicesterEast pic.twitter.com/l7hogSSE2C
ભગવત ગીતા હાથમાં રાખીને શપથ લીધા
શિવાની રાજાએ તેના શપથ ગ્રહણનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો જેણે હજારો ભારતીયોના દિલ જીતી લીધા. વિડિયો પોસ્ટ કરતી વખતે તેમણે લખ્યું હતું કે, લેસ્ટર ઈસ્ટનું પ્રતિનિધિત્વ કરવા માટે આજે સંસદમાં શપથ લેવા એ સન્માનની વાત છે. મને ગીતા પર મહામહિમ રાજા ચાર્લ્સની પ્રત્યે શપથ લેતા ગર્વની લાગણી થઈ હતી.
કેટલા મત મળ્યા?
શિવાની રાજાએ 14,526 મત મેળવ્યા હતા અને વિપક્ષી ઉમેદવાર રાજેશ અગ્રવાલને 4,426 મતોથી હરાવ્યા હતા. જોકે આ સીટ 1987થી લેબર પાર્ટીનો ગઢ હતી. પરંતુ શિવાનીએ આ સીટ પરથી જીતનો ઝંડો લહેરાવ્યો હતો. માત્ર શિવાની જ નહીં પરંતુ ભારતીય મૂળના 26 લોકોએ યુકેની ચૂંટણી જીતી હતી. યુકેમાં 650 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, જેમાં લેબર પાર્ટીએ 412 બેઠકો જીતી હતી, જ્યારે બીજી તરફ ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીને માત્ર 121 બેઠકો મળી હતી.
માતા રાજકોટની છે
શિવાની રાજાનો જન્મ લીસેસ્ટરમાં થયો હતો, જ્યારે તેમની માતા રાજકોટની છે અને પિતા પણ ગુજરાતી જ છે. તેમના પિતા લીસેસ્ટર 1970માં કેન્યાથી આવ્યા હતા. જોકે શિવાની રાજા પરિવારના બિઝનેસ સાથે જોડાયેલી છે. શિવાની રાજા કહે છે કે લોકો સરકારથી નાખુશ હતા અને વર્ષ 2022માં લીસેસ્ટરમાં રમખાણો થયા હતા, જેના કારણે તેમણે રાજકારણમાં આવવાનું નક્કી કર્યું હતું.