Indian Students Protest Canada: કેનેડામાં 700 ભારતીય વિદ્યાર્થીઓ કેમ ફસાયા છે મુશ્કેલીમાં?, વિદ્યાર્થીઓ કરી રહ્યા છે પ્રદર્શન
કેનેડામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓમાંથી લગભગ 700 વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં છે
Indian Students Protest In Canada: કેનેડામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓમાંથી લગભગ 700 વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં છે. એક રિપોર્ટ અનુસાર, કેનેડાની સરકાર તેને અહીંથી કાઢી મૂકશે. દેશનિકાલ થવાના ડરથી સેંકડો ભારતીય વિદ્યાર્થીઓએ કેનેડામાં વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે.
कनाडा में 700 पंजाब के बच्चों के साथ इमग्रेशन प्रतिनिधि के द्वारा धोखे के मामले में मदद के लिए भगवंत मान सरकार पूरी कोशिश कर रही है इसके लिए भारत के विदेश मंत्री श्री @DrSJaishankar जी को मैंने पत्र और ईमेल के माध्यम से कनाडा सरकार से बात करने की अपील भी की है. #indianstudents… pic.twitter.com/1KH4KFb2Xb
— Kuldeep Dhaliwal (@KuldeepSinghAAP) June 6, 2023
ધ કેનેડિયન પ્રેસના અહેવાલ મુજબ, કેનેડામાં પીએમ જસ્ટિન ટ્રુડોની સરકારે 700 ભારતીય વિદ્યાર્થીઓને તેમના દેશમાંથી દેશનિકાલ કરવાનો અને તેમને ભારત પરત મોકલવાનો નિર્ણય લીધો છે. વાસ્તવમાં આ તમામ વિદ્યાર્થીઓ પર નકલી ઓફર લેટર્સ દ્વારા એડમિશન લેવાનો આરોપ છે. આ સંબંધમાં પંજાબના રહેવાસી લવપ્રીત સિંહને પહેલા ત્યાંથી દેશનિકાલ કરવામાં આવ્યો હતો અને તે પછી તરત જ વધુ એક ડઝન વિદ્યાર્થીઓને ભારત પાછા મોકલવાની યોજના છે.
700 વિદ્યાર્થીઓના દસ્તાવેજો બનાવટીઃ કેનેડા સરકાર
કેનેડા સરકારની જાહેરાતમાં ભારતના લગભગ 700 વિદ્યાર્થીઓનો ઉલ્લેખ છે તેથી તે વિદ્યાર્થીઓ કેનેડા બોર્ડર સર્વિસ એજન્સી (CBSA)ના મુખ્યાલયની બહાર અને મિસિસોગા એરપોર્ટ નજીક ધરણા પર બેઠા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છેલ્લા કેટલાક વર્ષોમાં કેનેડામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે, જેમાંથી મોટાભાગના પંજાબના છે. દર વર્ષે લગભગ 2.5 લાખ ભારતીય વિદ્યાર્થીઓ કેનેડા અને અન્ય દેશોમાં અભ્યાસ કરવા જાય છે અને તેમાં પંજાબના વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોય છે. આવા જ એક વિદ્યાર્થી લવપ્રીત સિંહ સપ્ટેમ્બર 2017માં મિસિસોગામાં લેમ્બટન કોલેજમાં મેનેજમેન્ટ કરવા ગયો હતો. હવે તેને ત્યાંથી પરત મોકલી દેવામાં આવ્યો છે. જે બાદ લવપ્રીતે ટ્વિટ કર્યું હતું કે "ઘણા ટ્રાવેલ એજન્ટ ભારતીય વિદ્યાર્થીઓને છેતરીને તેમના માટે નકલી દસ્તાવેજો બનાવી રહ્યા છે".
લવપ્રીતે કહ્યું, 'મારી સાથે પણ છેતરપિંડી થઈ હતી. એક એજન્ટે મને જે કોલેજમાં એડમિશન આપવામાં આવ્યું હતું તેનો સંપર્ક કરવાની ના પાડી અને પછીથી મને બીજી કોલેજમાં શિફ્ટ થવાનું કહેવામાં આવ્યું. હવે મને ત્યાંથી કાઢી મુકવામા આવ્યો છે. લવપ્રીતના જણાવ્યા અનુસાર, તે ખૂબ જ શંકાસ્પદ હતું અને બાદમાં જાણવા મળ્યું કે મારા દસ્તાવેજો કોલેજ સિસ્ટમમાં દેખાતા ન હતા અને ઇમિગ્રેશન પત્રો પણ નકલી હતા. તેમણે કહ્યું, "ઘણા ટ્રાવેલ એજન્ટો છે જે વિદ્યાર્થીઓને આ રીતે છેતરતા હોય છે."
આ મામલે પંજાબના NRI બાબતોના મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે વિદેશ મંત્રી (EAM) એસ જયશંકરના હસ્તક્ષેપની માંગ કરી છે. તેમણે કહ્યું- અમે ભારતીય વિદેશ મંત્રીને મળવા માંગીએ છીએ અને સમગ્ર કેસ ભારત સરકારના ધ્યાન પર લાવવા માંગીએ છીએ, જેથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં ન આવે કારણ કે તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી છે.