Indonesia Earthquake: ઇન્ડોનેશિયાના બાલીમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 7.0 માપવામાં આવી
Indonesia: ઈન્ડોનેશિયાની જિયોલોજિકલ એજન્સી અનુસાર બાલી અને લોમ્બોકના દરિયાકાંઠાના વિસ્તારોમાં સવારે 4 વાગ્યા પહેલા ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અહીં 6.1 અને 6.5ની તીવ્રતાના બે ભૂકંપ આવ્યા હતા.
Indonesia Earthquake: ઈન્ડોનેશિયાના બાલી સમુદ્ર ક્ષેત્રમાં આજે એટલે કે મંગળવાર (29 ઓગસ્ટ)ના રોજ 7.0 તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ANI ના અહેવાલ મુજબ, યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજી સેન્ટર (EMSC) એ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની સપાટીથી 518 કિમી નીચે, ઇન્ડોનેશિયાના માતરમથી 201 કિમી ઉત્તરમાં હતું.
જોકે, યુએસ જિયોલોજિકલ સર્વે (યુજીએસ) એ ભૂકંપની તીવ્રતા 7.1 હોવાનો અંદાજ લગાવ્યો છે. ધરતીકંપ ભૂકંપનું કેન્દ્ર ઇન્ડોનેશિયાના પશ્ચિમ નુસા ટેંગારાના બંગસલ નજીક 525 કિમીની ઊંડાઈએ નોંધાયું હતું. જો કે આ દરમિયાન એ પણ રાહતની વાત છે કે દરિયાની ઉંડાઈમાં ભૂકંપના જોરદાર આંચકાને કારણે સુનામીનો કોઈ ખતરો નથી. આ જાણકારી અમેરિકન સુનામી વોર્નિંગ સિસ્ટમ દ્વારા આપવામાં આવી છે.
પ્રારંભિક આંચકાથી ઇન્ડોનેશિયા હચમચી ગયું
ઈન્ડોનેશિયાની જિયોલોજિકલ એજન્સીના જણાવ્યા અનુસાર બાલી અને લોમ્બોકના દરિયાકાંઠાના વિસ્તારોમાં સવારે 4 વાગ્યા પહેલા ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો શરૂઆતના આંચકાની વાત કરીએ તો 6.1 અને 6.5ની તીવ્રતાના બે ભૂકંપ આવ્યા હતા. ઇન્ડોનેશિયાના બાલીમાં હોટેલ મેનેજર સુદીએ ફોન દ્વારા રોઇટર્સને જણાવ્યું હતું કે બાલીના મર્ક્યુર કુટા બાલી ખાતેના મહેમાનો થોડી સેકન્ડો માટે ભૂકંપ અનુભવ્યા પછી તેમના રૂમમાંથી બહાર દોડી ગયા હતા.
A magnitude 7.0 earthquake struck the Bali Sea region of Indonesia today, reports Reuters quoting European-Mediterranean Seismological Centre (EMSC)
— ANI (@ANI) August 28, 2023
"ઘણા મહેમાનોએ તેમના રૂમ છોડી દીધા હતા પરંતુ હજુ પણ હોટલ વિસ્તારમાં જ રહ્યા હતા. તેઓ પછીથી પાછા ફર્યા હતા," તેમણે કહ્યું. ભૂકંપથી હોટલની ઇમારતને કોઈ નુકસાન થયું નથી. ઈન્ડોનેશિયાની આપત્તિ એજન્સી BNPBએ જણાવ્યું હતું કે નુકસાનના કોઈ તાત્કાલિક અહેવાલ નથી. BNPBના પ્રવક્તા અબ્દુલ મુહરીએ કહ્યું, "ભૂકંપ ઊંડો છે તેથી તે વિનાશક ન હોવો જોઈએ.