શોધખોળ કરો
Advertisement
PNB કૌભાંડઃ નીરવ મોદીના ભાઇ વિરુદ્ધ ઇન્ટરપોલે જાહેર કરી રેડ કોર્નર નોટિસ
મની લોન્ડ્રરિંગના આરોપો પર બેલ્જિયમના નાગરિક નેહલ મોદી વિરુદ્ધ વૈશ્વિક ધરપકડ વોરંટ જાહેર કર્યું છે
નવી દિલ્હીઃ ઇન્ટરપોલે બે અબજ ડોલરના પીએનબી કૌભાંડ મામલામાં મુખ્ય આરોપી નીરવ મોદીના નાના ભાઇ નેહલ મોદી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી છે. અધિકારીઓએ શુક્રવારે કહ્યું કે, મની લોન્ડ્રરિંગના આરોપો પર બેલ્જિયમના નાગરિક નેહલ મોદી વિરુદ્ધ વૈશ્વિક ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. મની લોન્ડ્રરિંગ મામલાની તપાસ ઇડી કરી રહ્યું છે. ઇન્ટરપોલ અથવા ઇન્ટરનેશનલ પોલીસ દ્ધારા જાહેર આરસીએન અનુસાર, નેહલ દીપક મોદીનો જન્મ બેલ્જિયમના એન્ટવર્પમાં ત્રણ માર્ચ 1979ના રોજ થયો હતો. તે અંગ્રેજી, ગુજરાતી અને હિંદી ભાષાઓ જાણે છે. રેડ કોર્નર નોટિસમાં ઇન્ટરપોલ પોતાના 192 સભ્ય દેશોને તે વ્યક્તિની ધરપક કરવા અથવા અટકાયતમાં લેવા માટે કહે છે ત્યારબાદ દેશ વાપસી અથવા પ્રત્યાર્પણની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે.
ઇડીએ આ મામલામાં દાખલ કરેલી ચાર્જશીટમાં નેહલને આરોપી બનાવ્યો છે. તેના પર પુરાવા નાશ કરવા તથા નીરવ મોદીને ગેરકાયદેસર કામમાં મદદ કરવાનો આરોપ છે. ઇડીએ આરોપ લગાવ્યો હતો કે પીએનબી કૌભાંડ સામે આવ્યા બાદ નેહલ મોદીએ નીરવ મોદીની નજીક વિશ્વાસપાત્ર અને કાર્યકારી મિહિર આર ભણસાલીની સાથે દુબઇથી 50 કિલો સોનું અને સારી રકમ લીધી અને નકલી નિર્દેશકોને અધિકારીઓ સામે તેમનું નામ ન લેવાના નિર્દેશ આપ્યા હતા.
નીરવ મોદી અને તેના સંબંધી મેહુલ ચોક્સી ભારતના સૌથી મોટા બેન્ક કૌભાંડના મુખ્ય આરોપી છે. તેમના પર આરોપ છે કે તેમણે પંજાબ નેશનલ બેન્ક સાથે 13 હજાર કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. નીરવ મોદી હાલમાં લંડનમાં જેલમાં છે જ્યારે ચોક્સી એન્ટીગુઆમાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion