શોધખોળ કરો

Iran US Conflict: અમેરિકાના હુમલાનો ઈરાને આપ્યો જવાબ, કુવૈતથી બહેરીન સુધીના US સૈન્ય મથકો પર દાગી મિસાઈલો

Iran US Military Attacks: ઈરાન તરફથી કહેવામાં આવ્યું છે કે દુશ્મનને એ ખબર હોવી જોઈએ કે સીઝફાયરનું ઉલ્લંઘન એ ઈસ્લામાબાદ સમજૂતી જ્ઞાપનની પહેલી કલમનું ઉલ્લંઘન છે અને તેનાથી તમામ પ્રક્રિયાઓ સંપૂર્ણપણે સ્થગિત થઈ જશે.

ઈરાન અને અમેરિકા વચ્ચે સીઝફાયર તૂટવાના આરે પહોંચી ગયું છે. અમેરિકી સેનાએ છેલ્લા 24 કલાકમાં બે વાર ઈરાનના સૈન્ય મથકો પર હુમલા કર્યા છે, જેની પ્રતિક્રિયામાં ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ બહેરીનથી લઈને કુવૈત સુધી મિસાઈલો અને ડ્રોન વડે અમેરિકી મથકો પર હુમલા કર્યા છે. તેણે ચેતવણી પણ આપી છે કે અમેરિકાની કોઈપણ સૈન્ય કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપવામાં આવશે.

આ પણ વાંચો...ઈરાને યુદ્ધવિરામનું કર્યું ઉલ્લંઘન, હોર્મુઝમાં જહાજ પર કર્યો ડ્રોન હુમલો : ડૉનાલ્ડ ટ્રમ્પ

ઈરાનની નેવીએ નિવેદન જાહેર કરીને જણાવ્યું કે, 'તેની નૌકાસેના અને એરફોર્સે રવિવારે સ્થાનિક સમય અનુસાર સવારે 2 વાગ્યાથી 3 વાગ્યાની વચ્ચે જોઈન્ટ ઓપરેશન ચલાવ્યું હતું, જેમાં કુવૈતના અલી અલ સલેમ એરબેઝ અને બહેરીનના પોર્ટ સલમાન સ્થિત અમેરિકી 5મા કાફલાના હેડક્વાર્ટર સહિત 8 અમેરિકી સૈન્ય મથકો પર બેલિસ્ટિક મિસાઈલો અને ડ્રોન દાગવામાં આવ્યા હતા.' ઈરાને કહ્યું કે આ મિલિટરી ઓપરેશન તાજેતરમાં થયેલા અમેરિકી હુમલાના જવાબમાં ચલાવવામાં આવ્યું હતું.

દુશ્મનની આદત છે વચનો તોડવાની- IRGC

IRGC એ કહ્યું કે, 'આક્રમણખોર દુશ્મન, જેની આદત જ વચનો તોડવાની અને કરારોનું ઉલ્લંઘન કરવાની છે, તેણે આજે સવારે ઈસ્લામિક રિપબ્લિકની 5 દરિયાકાંઠાની ચોકીઓ પર હુમલો કર્યો. આ હુમલો IRGC નેવી દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરનારા એક જહાજ સામે કરવામાં આવેલી કાર્યવાહીના બહાને કરવામાં આવ્યો હતો.'

હોર્મુઝથી પસાર થતા જહાજો માટે નિયમો કડક- IRGC

ઈરાન તરફથી એવું પણ કહેવામાં આવ્યું છે કે તે હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માંથી પસાર થતા જહાજો માટેના નિયમોને વધુ કડક બનાવશે. તેણે કહ્યું કે, 'હવેથી, નિયમોનું ઉલ્લંઘન કરનારા જહાજો સામે પહેલા કરતા વધુ કડક હાથે કામ લેવામાં આવશે. ભવિષ્યમાં કોઈપણ પ્રકારની શત્રુતાપૂર્ણ આક્રમકતા, પછી ભલે તેનું બહાનું ગમે તે હોય, તેને જડબાતોડ જવાબ આપવામાં આવશે- ભલે, ગઈકાલે રાત્રે અને આજ રાત્રના હુમલાઓમાં થયું તેમ, તે ઓછા મહત્વના મથકોને ટાર્ગેટ બનાવે.'

ઈરાને ઈસ્લામાબાદ સમજૂતીનો આપ્યો હવાલો

IRGC એ ઈસ્લામાબાદ સમજૂતીનો હવાલો આપતા અમેરિકા પર સીઝફાયર તોડવાનો આરોપ લગાવ્યો. તેણે કહ્યું કે, 'દુશ્મનને એ ખબર હોવી જોઈએ કે સીઝફાયરનું ઉલ્લંઘન એ ઈસ્લામાબાદ સમજૂતી જ્ઞાપનની પહેલી કલમનું ઉલ્લંઘન છે અને તેનાથી તમામ પ્રક્રિયાઓ સંપૂર્ણપણે સ્થગિત થઈ જશે.'

ટ્રમ્પે ઈરાનને આપી હતી ધમકી

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી સૈન્ય કાર્યવાહી બાદ ઈરાનને ધમકી આપી હતી. તેમણે કહ્યું કે અમેરિકી વિમાનોએ યુદ્ધવિરામ કરારનું વારંવાર ઉલ્લંઘન કરવા બદલ ઈરાનના મિસાઈલ, ડ્રોન ભંડાર અને રડાર મથકો પર હુમલો કર્યો છે. ટ્રમ્પે કહ્યું કે જો ઈરાન પોતાની હરકતો બંધ નહીં કરે તો અમેરિકા આગળ વધુ મોટી સૈન્ય કાર્યવાહી કરશે. તેમણે ચેતવણી આપી કે જો એવું થયું તો ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનનું અસ્તિત્વ જ સમાપ્ત થઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Embed widget