ISIS Killed Syrians: મશરૂમ લેવા ગયા હતા.... ISISએ 31 લોકોને ઉતારી દીધા મોતને ઘાટ
સીરિયા છેલ્લા 12 વર્ષથી યુદ્ધ લડી રહ્યું છે અને તેના કારણે તે ભારે આર્થિક સંકટનો સામનો પણ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં સીરિયાના લોકો રણમાં મશરૂમ એકઠા કરે છે,
ISIS Killed Syrians: ઇસ્લામિક સ્ટેટ જૂથના શંકાસ્પદ લડાકૂઓએ સીરિયાના 31 લોકોની હત્યા કરી હતી. બ્રિટિશના સીરિયન ઓબ્ઝર્વેટરી ફૉર હ્યૂમન રાઈટ્સે પણ ચાર ભરવાડોની હત્યા, અને બે જેહાદીઓના અપહરણની જાણકારી આપી છે. સીરિયન ઓબ્ઝર્વેટરી ફૉર હ્યૂમન રાઈટ્સ અનુસાર, હમા (મધ્ય શહેર)ના પૂર્વમાં રણમાં મશરૂમ લેવા ગયેલા 31 લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. જોકે, અગાઉ એજન્સી સનાએ 26 લોકોના મોતની પુષ્ટિ કરી હતી.
સીરિયા છેલ્લા 12 વર્ષથી યુદ્ધ લડી રહ્યું છે અને તેના કારણે તે ભારે આર્થિક સંકટનો સામનો પણ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં સીરિયાના લોકો રણમાં મશરૂમ એકઠા કરે છે, આ પછી તેની ઉંચી કિંમત મેળવે છે. સેંકડો ગરીબ સીરિયનો દર વર્ષે ફેબ્રુઆરી અને એપ્રિલની વચ્ચે રણ અથવા બડિયામાં મશરૂમ્સ એકઠા કરવા જતા હોવાનું કહેવાય છે. હકીકતમાં, અત્યારની સિઝનમાં સીરિયામાં શાકભાજી મોંઘા થઈ જાય છે અને સીરિયનો ખાવા માટે મશરૂમ લેવા રણમાં જતા હતા. સાઈઝ અને ગ્રેડના આધારે તેને 25 રૂપિયા પ્રતિ કિલો સુધી વેચી શકાય છે.
ISISએ લીધા 200થી વધુ લોકોના જીવ -
માહિતી અનુસાર, જેહાદીઓએ રણને લેન્ડમાઈનથી ઢાંકી દીધું છે. જોકે, અધિકારીઓ દ્વારા લોકોને આ મામલે સતત ચેતવણી આપવામાં આવી રહી છે, પરંતુ તેમ છતાં ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં 200થી વધુ સીરિયન લોકોએ જીવ ગુમાવ્યા છે. આમાંથી 15 લોકો એવા છે જેમના ગળા આઈએસ દ્વારા ટ્રફલ્સની શોધ દરમિયાન કાપી નાખવામાં આવ્યા હતા.
રણમાં સંતાયેલા રહે છે -
આ પહેલા મૉટરસાઈકલ પર આવેલા આઈએસના લડાકૂઓએ પણ મશરૂમ શોધનારાઓ પર ફાયરિંગ કર્યુ હતુ, અને લગભગ 68 લોકોની હત્યા કરી નાંખી હતી. લડાકૂઓએ ઘેટાંની ચોરી કરી અને ભાગી જતાં પહેલાં બે ભરવાડોનું અપહરણ કર્યું. માર્ચ 2019માં, યુએસ સૈન્ય કાર્યવાહી પછી ISએ સીરિયામાં તેનો છેલ્લો સ્ક્રેપ ગુમાવ્યો પરંતુ તેઓ રણમાં છુપાયેલા રહે છે અને તેમના ઘાતક હુમલા હજુ પણ ચાલુ છે.
Fires : રશિયા-યુક્રેન બાદ આ બે દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ, દરિયામાં સામસામો ગોળીબાર
Fires :રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-સીરિયા બાદ હવે પરંપરાગત દુશ્મન મનાતા ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે તણાવ વધ્યો છે. ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે દરિયામાં ગોળીબાર બાદ સ્થિતિ ગંભીર બની ગઈ છે. પીળા સમુદ્રમાં બંને દેશોએ પોતપોતાની નૌકાદળને એલર્ટ કરી દીધી છે. આ ઘટના બાદ ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન ભારે રોષે ભરાયા છે.
દક્ષિણ કોરિયાના સૈન્યએ આ મામલે જણાવ્યું હતું કે, ઉત્તર કોરિયાના એક પેટ્રોલિંગ જહાજે પીળા સમુદ્રમાં ઉત્તરીય સીમાંકન રેખાને બળજબરીથી પાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જવાબમાં દક્ષિણ કોરિયાના યુદ્ધ જહાજે ચેતવણીના ભાગરૂપે ગોળીબાર કર્યો હતો અને ઉત્તર કોરિયાના પેટ્રોલિંગ જહાજને ભગાડી મુક્યું હતું. ઉત્તર કોરિયાના વારંવાર મિસાઈલ પરીક્ષણોને કારણે બંને દેશો વચ્ચે પહેલેથી જ તણાવ છે. જ્યારે કિમ જોંગ ઉન પહેલાથી જ અમેરિકા સાથે દક્ષિણ કોરિયાના દાવપેચ અંગે ચેતવણી આપી ચૂક્યા છે.
ગોળીબાર કરી ઉત્તર કોરિયાની બોટને ભગાડી
દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ્સ ઑફ સ્ટાફ (JCS)એ જણાવ્યું હતું કે, તેણે ચેતવણીના ભાગરૂપે ગોળીબાર કર્યા હતા અને શનિવારે લગભગ 11 am (0200 GMT) વાગ્યે ઉત્તર કોરિયાની પેટ્રોલિંગ બોટને ભગાડવાની ચેતવણી આપી હતી. JCSએ રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમારા દળો ઉત્તર કોરિયાની પેટ્રોલિંગ બોટ દ્વારા NLL ઉલ્લંઘનને લગતી સંભવિત ઉશ્કેરણીઓની તૈયારીમાં દુશ્મનની હિલચાલ પર નજર રાખે છે. આ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે દક્ષિણ કોરિયાની સૈન્ય નિર્ણાયક યુદ્ધની મુદ્રા જાળવી રાખે છે.