Israel Hamas War: ગાઝા પટ્ટીથી 300 કિલોમીટર દૂર લેબનોનમાં ઘડવામાં આવ્યું હતું ઇઝરાયલ પર હુમલાનું કાવતરુ
Israel Hamas War: ઇઝરાયેલનો દાવો છે કે હમાસ હુમલાનું આ કાવતરું લેબનોનના બેરૂતમાં ઘડવામાં આવ્યું હતું.
Israel Hamas War: ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધે ફરી એકવાર સમગ્ર વિશ્વને તણાવપૂર્ણ સ્થિતિમાં મુકી દીધું છે. આ યુદ્ધમાં મૃત્યુઆંક 1000ને પાર કરી ગયો છે, જેમાં ઇઝરાયેલના સૈનિકોની સંખ્યા 115 હોવાનું કહેવાય છે. પરંતુ શું ઈઝરાયેલ પર હુમલો કરવાની આ વ્યૂહરચના લેબનોનમાં તૈયાર થઈ હતી?
ઇઝરાયેલનો દાવો છે કે હમાસ હુમલાનું આ કાવતરું લેબનોનના બેરૂતમાં ઘડવામાં આવ્યું હતું. એટલું જ નહીં, ઇઝરાયેલ પર હુમલા માટેના હથિયારો અને તમામ સાધનસામગ્રી લેબનોનથી સપ્લાય કરવામાં આવી હતી. બાદમાં હમાસના હુમલાખોરોએ ઈઝરાયેલ પર રોકેટ છોડ્યા હતા. આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ તરફથી ઈઝરાયેલ પર રોકેટ છોડવામાં આવી રહ્યા છે. ઈઝરાયેલ પણ જવાબી કાર્યવાહીમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર હુમલા કરી રહ્યું છે. ગાઝા પટ્ટી અને પશ્ચિમ કાંઠે સ્થિતિ ખૂબ જ તંગ છે.
આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ તરફથી ઈઝરાયેલ પર રોકેટ છોડવામાં આવી રહ્યા છે. ઈઝરાયેલ પણ જવાબી કાર્યવાહીમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર હુમલા કરી રહ્યું છે. ગાઝા પટ્ટી અને પશ્ચિમ કાંઠે સ્થિતિ ખૂબ જ તંગ છે.
હિઝબુલ્લાહ ખુલ્લેઆમ હમાસના સમર્થનમાં આગળ આવ્યું છે અને ઇઝરાયેલ પર હુમલા કરી રહ્યું છે. લેબનોનમાં હિઝબુલ્લાહને ઈરાન સરકારનું સંપૂર્ણ સમર્થન છે. 50,000 હિઝબુલ્લાહ હુમલાખોરો એક્ટિવ હોવાનું માનવામાં આવે છે અને તેઓ તેઓ ઇઝરાયેલ સામે મોરચો ખોલી રહ્યા છે.
નોંધનીય છે કે શનિવારે સવારે હમાસે ગાઝા પટ્ટીથી શ્રેણીબદ્ધ રોકેટ હુમલા કર્યા હતા. આ હુમલા ઈઝરાયેલ પર કરવામાં આવ્યા હતા. હમાસે હુમલાની જવાબદારી સ્વીકારી છે અને તેને ઈઝરાયેલ વિરુદ્ધ લશ્કરી કાર્યવાહી ગણાવી હતી. હમાસે લગભગ 20 મિનિટમાં ગાઝા પટ્ટી પરથી 5,000 રોકેટ છોડ્યા હતા. એટલું જ નહીં, તેઓએ ઈઝરાયેલમાં ઘૂસણખોરી કરી અને કેટલાક સૈન્ય વાહનોને કબજે કર્યા. આ ઉપરાંત ઈઝરાયેલના પાંચ સૈનિકોનું અપહરણ કરવામાં આવ્યું હતું. હુમલામાં લગભગ 5 લોકોના મોત થયા છે અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે.
ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુએ સ્પષ્ટ કહ્યું હતુ કે અમે યુદ્ધના મેદાનમાં ઉતર્યા છીએ. આ કોઈ ઓપરેશન નથી. હમાસે ઈઝરાયેલ અને તેના નાગરિકો પર ઘાતક હુમલો કર્યો છે. મેં પહેલા ઘૂસણખોરી કરનારા આતંકવાદીઓનો સફાયો કરવાનો આદેશ આપ્યો છે. આ સિવાય મોટા પાયે હથિયારો એકત્ર કરવા માટે કહેવામાં આવ્યું છે. દુશ્મનને એવી કિંમત ચૂકવવી પડશે કે તેણે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય.