Kissing Device: હવે હજારો કિલોમીટર દૂર રહીને પણ કરી શકશો ગર્લફ્રેન્ડને કિસ-Video
ટેક્નોલોજી દિવસેને દિવસે કેવી રીતે બદલાઈ રહી છે તેનું નવું ઉદાહરણ માર્કેટમાં સામે આવ્યું છે. ચીનની એક યુનિવર્સિટીના બાળકોએ એક એવું ઉપકરણ બનાવ્યું છે જેણે ઇન્ટરનેટ પર સનસનાટી મચાવી દીધી છે.
Kissing Device: ટેક્નોલોજી દિવસેને દિવસે કેવી રીતે બદલાઈ રહી છે તેનું નવું ઉદાહરણ માર્કેટમાં સામે આવ્યું છે. ચીનની એક યુનિવર્સિટીના બાળકોએ એક એવું ઉપકરણ બનાવ્યું છે જેણે ઇન્ટરનેટ પર સનસનાટી મચાવી દીધી છે. આ ઉપકરણ લાંબા અંતરમાં રહેતા લોકો માટે બનાવવામાં આવ્યું છે. ઘણી વખત લાંબા અંતરમાં રહેતા યુગલો એકબીજાને મળી શકતા નથી કે તેઓ એકબીજાને શારીરિક રીતે ગળે લગાવી શકતા નથી. આ ખામીને દૂર કરવા માટે ચીનની એક યુનિવર્સિટીએ એક અદ્ભુત ઉપકરણની શોધ કરી છે.
ચીનની એક યુનિવર્સિટીએ એક એવું ઉપકરણ બનાવ્યું છે જે દૂરના પાર્ટનરને વાસ્તવિક ચુંબનનો અહેસાસ કરાવશે. ખરેખર, આ ઉપકરણમાં હોઠ માણસોની જેમ જ બનાવવામાં આવે છે. આ ઉપકરણ એપ સાથે કનેક્ટ થાય છે. આ ડિવાઈસ પર બનેલા હોઠ પર તમારો પાર્ટનર જેમ જ કિસ કરે છે તો બીજી તરફ ડિવાઈસ તમને એટલી જ ઉર્જા અને ઉષ્મા સાથે કિસ કરે છે. એવું લાગશે કે તે વ્યક્તિ તમારી સામે જ હાજર છે. હાલમાં આ ડિવાઈસ ઈન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની ગયું છે અને સોશિયલ મીડિયા પર તેની ઉગ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે.
Remote kissing device for long-distance lovers, invented and patented by Chinese university student in Changzhou City.
— China in Pictures (@tongbingxue) February 22, 2023
The mouth-shaped module, served as an inducing area for lovers to make the kiss and then it can transfer kiss gesture to the "mouth" on the other side. pic.twitter.com/5i2ogMiUXe
ઉપકરણ કેવી રીતે કાર્ય કરે છે તે તમે વધુ સારી રીતે સમજી શકો તે માટે અમે આ વિડિયો અહીં ઉમેરી રહ્યા છીએ.
મનમાં આવો વિચાર આવ્યો
ઈન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, આ ઉપકરણ બનાવનાર વૈજ્ઞાનિક તેની ગર્લફ્રેન્ડથી દૂર રહેતો હતો અને ત્યારે જ તેના મગજમાં આ આઈડી આવ્યું. આ ડિવાઈસને લાઈવ થતાં જ લોકોએ તેને ખૂબ પસંદ કર્યું અને હવે તે આખી દુનિયામાં વાયરલ થઈ ગયું છે.
શું છે તેની કિંમત?
કિંમતની વાત કરીએ તો આ કિસિંગ ડિવાઇસની કિંમત 3,400 રૂપિયા હોવાનું કહેવાય છે. બીજી બાજુ, જો યુગલો તેને ઓર્ડર કરે છે, તો તે લગભગ રૂ. 6,547માં આવે છે.
Agriculture: કૃષિમાં ટેક્નોલોજી સાથે આ કામ કરવા ગૂગલે આપ્યા 1 મિલિયન ડોલર, જાણો શું થશે બદલાવ
Googleએ કૃષિમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ વધારવા માટે 10 લાખ ડોલરની ગ્રાન્ટ આપી છે. આ ગ્રાન્ટન વધરાથી એઆઈ ફાર્મિંગમાં ટેક્નોલોજી વિકસાવવામાં આવશે. જેનાથી હવામાન, ખેતી વિશે સચોટ માહિતી માળશે.
Artificial Inteligence Technology: Googleએ દેશમાં ખેતીની દિશા અને સ્થિતિ સુધારવા માટે આ પગલાં લીધાં છે, તેનાથી દેશના કૃષિ ક્ષેત્રનો વિકાસ થઈ શકશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, વાધવાની ઇન્સ્ટિટ્યૂટ ફોર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)એ કોટન તરફથી 10 લાખ ડોલરની ગ્રાન્ટ મળી છે. એક નિવેદન મુજબ, વાધવાણી AI ગ્રાન્ટ ફંડનો ઉપયોગ કૃષિ ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સંબંધિત ઉકેલો વિકસાવવામાં મદદ કરશે.
હવામાન અને ખેતીની સચોટ માહિતી મળી શકશે:
આ ટેક્નોલોજીનો ફાયદો એ થશે કે ખેડૂતો ચોક્કસ હવામાનની જાણકારી મેળવી શકશે. હવામાન ક્યારે બગડી શકે છે, ક્યારે ખરાબ થશે. તેની ચોક્કસ જણકારી મળશે. આ ઉપરાંત આ ટેક્નોલોજીની મદદથી પાક અને અન્ય કૃષિ સંબંધિત માહિતી પણ ઉપલબ્ધ થશે. આ ટેક્નોલોજી દેશમાં એક નવો મુકામ ઉભો કરશે.