(Source: ECI/ABP News/ABP Majha)
Russia, Ukraine and India: રશિયા અને યુક્રેનની વચ્ચે શું છે વિવાદ, બંને દેશોના ભારતની સાથે કેવા છે સંબંધ
Russia, Ukraine and India:ભારતના બંને દેશો સાથે સારા સંબંધ છે. રશિયા ભારતનો સંરક્ષણ ભાગીદાર છે અને યુક્રેનમાં ભારતના મોટાભાગના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જાય છે.
Russia, Ukraine and India:ભારતના બંને દેશો સાથે સારા સંબંધ છે. રશિયા ભારતનો સંરક્ષણ ભાગીદાર છે અને યુક્રેનમાં ભારતના મોટાભાગના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જાય છે.
છેલ્લા દોઢ મહિનાથી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા વિવાદ બાદ આજે પુતિને જંગ છેડી દીધી છે. ભારતે આ અઠવાડિયે પ્રથમ વખત સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. બંને દેશો વચ્ચે યુદ્ધની આશંકા વચ્ચે, ભારતે આ મુદ્દે ચારે બાજુથી શાંતિની અપીલ કરી હતી. યુક્રેનના અસરગ્રસ્ત વિસ્તારોમાંથી ફસાયેલા ભારતીયોને એર ઈન્ડિયાની વિશેષ ફ્લાઈટ્સ દ્વારા બહાર કાઢવામાં આવી રહ્યા છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા તણાવ પર ભારત નજીકથી નજર રાખી રહ્યું છે. બંને દેશો સાથે ભારતના ગાઢ સંબંધો છે. રશિયા ભારતનું મહત્વનું સંરક્ષણ ભાગીદાર છે અને ભારતમાંથી મોટી સંખ્યામાં બાળકો મેડિકલ અભ્યાસ માટે યુક્રેન જાય છે.
યુક્રેન રશિયા બંને વચ્ચે શું છે વિવાદ?
ગત વર્ષે ડિસેમ્બર 2021ના મધ્યમાં રશિયાએ અમેરિકા સહિત પશ્ચમી દેશોને તેમની માંગણી વિશે જણાવ્યું હતું.રશિયા પશ્ચિમ દેશોથી લિખિત આશ્વસન ઇચ્છે છે કે નાટો( નોર્થ અટલાન્ટિક ટ્રીટ ઓર્ગેનાઝેશન) પૂર્વની તરફ ન વધે.આ સિવાય રશિયા પોલેન્ડ તેમજ બાલ્ટિક રાજ્યોથી નાટોની સેનાને હટાવીને અને .યુરોયથી અમેરિકી નાભકિય હથિયાર હટાવવવાની માંગ કરી હતી. આ માંગણીમાં સૌથી મહત્વનું છે કે યૂક્રેનને ક્યારેય પણ નાટોમાં સામેલ થવાની મંજૂરી ન મળે. જો કે અમેરિકા સહિતના પશ્ચિમી દેશો તેનો સ્વીકાર નથી કરતા.
આ વિવાદનું કારણ આર્થિક પણ છે. કારણ કે રશિયા યુનિયનનો ખર્ચ તેમની બીજી સૌથી મોટી ઇકોનોમી એટલે કે,.યુક્રેન વિના ઉઠાવી શકે તેમ નથી.
90 ના દાયકામાં શીત યુદ્ધના અંત પછી, નાટોએ પૂર્વમાં વિસ્તરણ કર્યું અને તેમાં એવા દેશોનો સમાવેશ કર્યો જે અગાઉ સોવિયત સંઘનો ભાગ હતા. રશિયાએ આને ધમકી તરીકે જોયું. યુક્રેન હજુ તેનો હિસ્સો નથી, પરંતુ નાટો દેશો સાથે યુક્રેનની સંયુક્ત સૈન્ય કવાયત અને અમેરિકી ટેન્ક વિરોધી મિસાઈલો જેવા શસ્ત્રોના સંપાદનથી રશિયા એલર્ટ થઈ ગયું છે. પુતિનના મતે નાટો રશિયા પર મિસાઈલ હુમલા માટે યુક્રેનનો ઉપયોગ લોન્ચપેડ તરીકે કરી શકે છે. નાટોની વેબસાઈટ પર તારાસ કુઝિયોના લેખ અનુસાર, વર્તમાન સંકટનું સૌથી મોટું કારણ એ છે કે રશિયા યુક્રેનને તેના પ્રભાવ હેઠળ પાછું સામેલ કરવા માંગે છે.
આ વિવાદમાં કારણ રશિયાનું ભૌગોલિક સ્થાન પણ છે. રશિયા પછી યુક્રેન યુરોપનો બીજો સૌથી મોટો દેશ છે. યુક્રેન પાસે કાળા સમુદ્રની નજીક મહત્વપૂર્ણ જહાજો છે અને તેની સરહદ ચાર નાટો દેશો સાથે વહેંચે છે. રશિયા કુદરતી ગેસની યુરોપની જરૂરિયાતનો ત્રીજો ભાગ પૂરો પાડે છે અને એક મોટી પાઇપલાઇન યુક્રેનમાંથી પસાર થાય છે. આવી સ્થિતિમાં યુક્રેનના કબજાથી પાઇપલાઇનની સુરક્ષા વધુ મજબૂત થશે.