શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાનના PM ઇમરાન ખાન માટે ભારતે ખોલી પોતાની એરસ્પેસ, જાણો ક્યાં જશે ઇમરાન.....
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન આજથી શ્રીલંકાની બે દિવસીય મુલાકાતે તેમના કેબિનેટ સાથીઓ અને ઉચ્ચ સ્તરીય વ્યાપાર પ્રતિનિધિમંડળ સાથે જઈ રહ્યા છે.
કરાચીઃ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન માટે ભારતે તેના એરસ્પેસનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. ઇમરાન ખાન શ્રીલંકાના પ્રવાસ પર જઈ રહ્યા છે. પાકિસ્તાન દ્વારા ભારતને ભારતીય એરસ્પેસનો ઉપયોગ કરવાની મંજૂરી આપવા વિનંતી કરવામાં આવી હતી. જેથી પાકિસ્તાનના વડાપ્રધાન શ્રીલંકા પ્રવાસ માટે ભારતના એરસ્પેસનો ઉપયોગ કરી શકશે.
પુલવામા હુમલા બાદ ભારતની વિનંતી પર પાકિસ્તાને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કિર્ગીસ્તાન મુલાકાત માટે તેના એરસ્પેસના ઉપયોગની મંજૂરી આપી દીધી હતી. જો કે દબાણના કારણે પીએમ મોદીએ તેમનો માર્ગ બદલી નાખ્યો હતો.
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન આજથી શ્રીલંકાની બે દિવસીય મુલાકાતે તેમના કેબિનેટ સાથીઓ અને ઉચ્ચ સ્તરીય વ્યાપાર પ્રતિનિધિમંડળ સાથે જઈ રહ્યા છે. ઇમરાન ખાન શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષે અને વડા પ્રધાન મહિન્દા રાજપક્ષે સાથે દ્વિપક્ષીય મુલાકાત કરશે. આ દરમિયાન વેપાર, રોકાણ, આરોગ્ય, શિક્ષણ, કૃષિ, ટેકનોલોજી, સંરક્ષણ અને પર્યટન સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. પાકિસ્તાનના વિદેશ કચેરીએ કહ્યું કે ખાન વડા પ્રધાન રાજપક્ષેના આમંત્રણ પર સત્તાવાર મુલાકાતે શ્રીલંકા જઈ રહ્યા છે.
Gujaratમાં Jioનો દબદબો, માત્ર 5 વર્ષમાં બની રાજ્યની સૌથી મોટી ટેલીકોમ ઓપરેટર કંપની
રાજ્યમાં નેતાઓના પ્રચારના પાપે વકર્યું કોરોનાનું સંક્રમણ, એક જ દિવસમાં નોંધાયા આટલા કેસ
રાશિફળ 23 ફેબ્રુઆરીઃ આજે છે જયા એકાદશી, જાણો કેવો રહેશે તમારો દિવસ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion