Lionel Messi Robbed: સ્ટાર ફુટબોલર લિયોનલ મેસી ફાઈવ સ્ટાર હોટલના રુમમાં રહે છે ત્યાં થઈ લાખો રુપિયાની ચોરી, જાણો વધુ વિગતો
હોટલના રુમમાં લૂંટ કરી અને તેના ઘરેણા અને રોકડ રકમની લૂંટ ચલાવી હતી. આ ઘટના તેની ફાઈવ સ્ટાર હોટલના રુમમાં બની હતી પેરીમાં તે પોતાની પત્ની અને 3 બાળકો સાથે રહે છે.
![Lionel Messi Robbed: સ્ટાર ફુટબોલર લિયોનલ મેસી ફાઈવ સ્ટાર હોટલના રુમમાં રહે છે ત્યાં થઈ લાખો રુપિયાની ચોરી, જાણો વધુ વિગતો Lionel Messi Robbed: Thieves steal jewelry and cash from five-star hotel where Lionel Messi lives, know details Lionel Messi Robbed: સ્ટાર ફુટબોલર લિયોનલ મેસી ફાઈવ સ્ટાર હોટલના રુમમાં રહે છે ત્યાં થઈ લાખો રુપિયાની ચોરી, જાણો વધુ વિગતો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/01/7fc43cc53f1c162f0b5798045bc07c59_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
દુનિયાના સૌથી અમીર અને સૌથી વધુ ફોલો કરવામાં આવતા ફુટબોલરમાંથી એક લિયોનલ મેસીને લૂંટી લેવામાં આવ્યો છે. મેસી પોતાના ક્લબ પીએસજી માટે ચેમ્પિયન લીગ મેચ રમી પરત આવ્યો, કથિત રીતે ચોરે તેના હોટલના રુમમાં લૂંટ કરી અને તેના ઘરેણા અને રોકડ રકમની લૂંટ ચલાવી હતી. આ ઘટના તેની ફાઈવ સ્ટાર હોટલના રુમમાં બની હતી પેરીમાં તે પોતાની પત્ની અને 3 બાળકો સાથે રહે છે.
ધ સનના એક રિપોર્ટ અનુસાર, ઘરેણા હજારો પાઉન્ડના હતા અને ચોરની ટોળકી હોટલની છતના માધ્યમથી મેસીના રુમની અંદર ઘૂસ્યા હતા.
મેસી હાલમાં પેરિસની એક લક્ઝરીયસ હોટલ Le Royal Monceauમાં રોકાયો છે. તે હોટલમાં 4 રુમના સ્યૂટ માટે પ્રતિ રાત 23,000 અમેરિકી ડૉલરની ચૂકવણી કરે છે. સુપરસ્ટાર સ્યૂટના એક માળ ઉપરથી ખુલ્લી બાલ્કનીના દરવાજામાંથઈ ચોર અંદર રુમમાં પ્રવેશ્યા હતા.
રિપોર્ટ અનુસાર, મેસી ઓગસ્ટમાં બાર્સિલોનામાં સામેલ થયો હતો અને અત્યાર સુધી તે પેરિસમાં પોતાના ઘરે નથી ગયો. એક અંદાજ મુજબ 40,000 ડૉલરના ઘરેણાઓ અને $15K રોકડની ચોરી થઈ છે. હોટલની સાથે સાથે સ્થાનિક પોલીસે પણ જાહેરાત કરી કે તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે.
ઓગસ્ટમાં 34 વર્ષના મેસીની પત્ની એંટોનેલા રોકુજા અને તેના ત્રણ બાળકોની સાથે રહેતા સુરક્ષા વધારી દેવામાં આવી હતી. બુધવારે જ્યારે તે મેન સિટી પર ક્લબની ચેમ્પિયન્સ લીગ જીતમાં સ્કોર કરી પરત ફર્યો તે ક્રેશ બેરિયર લગાવી લેવામાં આવ્યા હતા.
મેસ્સી ટૂંક સમયમાં જ પોતાના ઘરમાં જશે. તેણે ઘર માટે લીઝ પર હસ્તાક્ષર કર્યા છે અને તે બહાર જવા માટે તૈયાર છે. એક પોલીસ સૂત્રોએ ધ સનને કહ્યું: “સ્પષ્ટપણે ખૂબ જ ગંભીર સુરક્ષાનું ઉલ્લંઘન થયું છે. અને તેની તપાસ કરવામાં આવી રહી છે. એ વાતના પૂરાવા મળ્યા છે કે કોઈ અનુભવી ગેંગ આ કામમાં સામેલ છે. ”
મેસીએ ઓગસ્ટમાં બાર્સિલોનાથી પીએસજી સાથે કરાર કર્યા હતા અને વ્હુપિંગ સેલેરી અને ચેમ્પિયન લીગ દરમિયાન ક્લબ વિ મેનચેસ્ટર સિટી માટે એક શાનદાર ગોલ કર્યો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)