Earthquake in Mexico: મેક્સિકોમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
હાલમાં યુએસ પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે મેક્સિકોના દરિયાકાંઠાના ભાગો માટે સુનામીની ચેતવણી જાહેર કરી હતી.
Earthquake Struck Western Mexico: પશ્વિમ મેક્સિકોમાં 19 સપ્ટેમ્બર, 2022 ના રોજ બે વિનાશક ભૂકંપની વર્ષગાંઠ પર બપોરે એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના કારણે ઇમારતો હચમચી ઉઠી હતી. વિજળી પણ ગુલ થઇ ગઇ હતી. હાલમાં યુએસ પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે મેક્સિકોના દરિયાકાંઠાના ભાગો માટે સુનામીની ચેતવણી જાહેર કરી હતી.
#BREAKING Strong earthquake shakes Mexico City: AFP pic.twitter.com/FwPDrij2pG
— AFP News Agency (@AFP) September 19, 2022
રિપોર્ટ અનુસાર, સોમવારે બપોરે લગભગ 1 વાગ્યે મિચોઆકન અને કોલિમા રાજ્યોના દરિયાકિનારાની નજીક ભૂકંપ આવ્યો હતો. યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, ભૂકંપની તીવ્રતા 7.6 ની હતી. મેક્સિકો સિટીના મેયર ક્લાઉડિયા શિનબામે જણાવ્યું હતું કે રાજધાનીમાં ભૂકંપ આવ્યા બાદ નુકસાનના કોઈ તાત્કાલિક અહેવાલ નથી.
ઘણા વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ, લોકો રસ્તા પર આવી ગયા
VIDEO: People gather in the street after a powerful earthquake struck western Mexico, shaking buildings in the capital on the anniversary of two major tremors in 1985 and 2017 pic.twitter.com/Zl1o25Gzm8
— AFP News Agency (@AFP) September 20, 2022
ભૂકંપના કારણે સ્થાનિક રહેવાસીઓ રસ્તા પર આવી ગયા હતા. સાથે અનેક વિસ્તારોમાં પાવર કટ થઇ ગયો હતો. સાથે જ અહીં આવતા પ્રવાસીઓ પણ સ્થાનિક ગાઈડથી થોડા નારાજ જોવા મળ્યા હતા. લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો.
એક જ તારીખે વારંવાર ભૂકંપ, લોકોમાં ભય
ઉલ્લેખનીય છે કે
આ તારીખે આ દેશમાં બે વિનાશક ભૂકંપ આવ્યા છે. પ્રથમ વિનાશકારી ભૂકંપ 1985માં આવ્યો હતો જ્યારે બીજો વિનાશકારી ભૂકંપ 2017માં આવ્યો હતો. 19 સપ્ટેમ્બર, 1985ના ભૂકંપમાં હજારો લોકોના મોત થયા હતા, જ્યારે 19 સપ્ટેમ્બર, 2017ના ભૂકંપમાં 350થી વધુ લોકોના મોત થયા હતા. 19 સપ્ટેમ્બરે જ આવેલા ભૂકંપના કારણે આ તારીખને લઈને લોકોમાં ભય પેદા થવા લાગ્યો છે.