શોધખોળ કરો

Mehul Choksi Arrested: ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીની ધરપકડ, બેલ્જિયમમાંથી લવાશે ભારત!

મેહુલ ચોકસીએ પંજાબ નેશનલ બેન્કમાંથી 13,500 કરોડ રૂપિયાની લોન છેતરપિંડી કરી હતી

Mehul Choksi Arrested: પંજાબ નેશનલ બેન્ક લોન છેતરપિંડી કેસમાં આરોપી ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીની બેલ્જિયમમાં પોલીસે ધરપકડ કરી છે. ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ મુજબ, 65 વર્ષીય ચોક્સીની શનિવારે (12 એપ્રિલ, 2025) સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ની અપીલ પર ધરપકડ કરવામાં આવી હતી અને તે હજુ પણ જેલમાં છે.

મેહુલ ચોકસીએ પંજાબ નેશનલ બેન્કમાંથી 13,500 કરોડ રૂપિયાની લોન છેતરપિંડી કરી હતી અને ધરપકડથી બચવા માટે તે ભારતથી બેલ્જિયમ ભાગી ગયો હતો. અહીં તે તેની પત્ની પ્રીતિ ચોક્સી સાથે એન્ટવર્પમાં રહેતો હતો.

બેલ્જિયમ પોલીસે મુંબઈ કોર્ટના વોરન્ટનો હવાલો આપ્યો

મેહુલ ચોક્સીની ધરપકડ કરતી વખતે બેલ્જિયમ પોલીસે મુંબઈની એક અદાલત દ્વારા તેની વિરુદ્ધ જાહેર કરાયેલા બે ધરપકડ વોરન્ટનો ઉલ્લેખ કર્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ વોરન્ટ 23 મે, 2018 અને 15 જૂન, 2021 ના ​​રોજ જાહેર કરવામાં આવ્યા હતા. જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે મેહુલ ચોક્સી ખરાબ સ્વાસ્થ્ય અને અન્ય કારણોને ટાંકીને જામીન અને તાત્કાલિક મુક્તિની માંગ કરી શકે છે.

ચોક્સી પર પીએનબી સાથે 13,850 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે.

13,850 કરોડ રૂપિયાના પીએનબી કૌભાંડના આરોપસર મેહુલ ચોક્સી પર સીબીઆઈ અને ઇડી દ્વારા કાર્યવાહી ચાલી રહી છે. ચોક્સીનો ભત્રીજો નીરવ મોદી પણ આ કેસમાં આરોપી છે, જે લંડનમાં છૂપાયેલો છે અને તેના પ્રત્યાર્પણની પણ રાહ જોવાઈ રહી છે.

મેહુલ ચોક્સી ક્યારે ભારતમાંથી ભાગી ગયો હતો?

મેહુલ ચોક્સી જાન્યુઆરી 2018માં તેના ભત્રીજા નીરવ મોદી સાથે ભારતમાંથી ભાગી ગયો હતો. પંજાબ નેશનલ બેન્કમાં લોન છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવે તે પહેલાં જ બંને દેશ છોડીને ભાગી ગયા હતા. આ ભારતનું બીજું સૌથી મોટું બેન્ક કૌભાંડ હતું. આ મામલો પ્રકાશમાં આવે તે પહેલાં જ ચોક્સીએ એન્ટિગુઆની નાગરિકતા લઈ લીધી હતી. વર્ષ 2021માં જ્યારે તે ક્યુબા જઈ રહ્યો હતો ત્યારે તે ડોમિનિકામાં પકડાઈ ગયો હતો. આ પછી મેહુલે કહ્યું હતું કે રાજકીય ષડયંત્રને કારણે આ કેસ તેમની સામે ચાલી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ED એ ભારતમાં તેમની મિલકતો ગેરકાયદેસર રીતે જપ્ત કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
સાવધાન, અમદાવાદની હવા બની ઝેરી, એર ક્વોલિટી ઈન્ડેક્સ 200ને પાર
સાવધાન, અમદાવાદની હવા બની ઝેરી, એર ક્વોલિટી ઈન્ડેક્સ 200ને પાર
દમણમાં કરુણાંતિકા, હિંગળાજ માતા મંદિર પાસે તળાવમાં 4 બાળકો ડૂબ્યાં, 1નો બચાવ
દમણમાં કરુણાંતિકા, હિંગળાજ માતા મંદિર પાસે તળાવમાં 4 બાળકો ડૂબ્યાં, 1નો બચાવ

વિડિઓઝ

Indigo Airlines Crises : દિલ્લી હાઈકોર્ટની ફટકાર બાદ ઇન્ડિગોની મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : હવે હોર્નની હવા નીકળશે
Hun To Bolish : હું તો બોલીશ : જમીન દબાવનાર ખેલાડીઓ કોણ?
Ganesh Jadeja Narco Test : 15મી ડિસેમ્બરે ગણેશ ગોંડલનો નાર્કો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરાશે
SIR News : ગુજરાત સહિત 6 રાજ્યમાં SIRની કામગીરી માટેની સમય મર્યાદમાં વધારો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
સાવધાન, અમદાવાદની હવા બની ઝેરી, એર ક્વોલિટી ઈન્ડેક્સ 200ને પાર
સાવધાન, અમદાવાદની હવા બની ઝેરી, એર ક્વોલિટી ઈન્ડેક્સ 200ને પાર
દમણમાં કરુણાંતિકા, હિંગળાજ માતા મંદિર પાસે તળાવમાં 4 બાળકો ડૂબ્યાં, 1નો બચાવ
દમણમાં કરુણાંતિકા, હિંગળાજ માતા મંદિર પાસે તળાવમાં 4 બાળકો ડૂબ્યાં, 1નો બચાવ
Kutch: સૌથી મોટા સાયબર રેકેટનો પર્દાફાશ, કચ્છમાં બેંક ખાતા દ્વારા 1 અબજ રૂ.ની છેતરપિંડી કરનારો પકડાયો
Kutch: સૌથી મોટા સાયબર રેકેટનો પર્દાફાશ, કચ્છમાં બેંક ખાતા દ્વારા 1 અબજ રૂ.ની છેતરપિંડી કરનારો પકડાયો
Bus Accident: આંધ્રપ્રદેશમાં ભયાનક માર્ગ અકસ્માત, ખીણમાં બસ ખાબકવાથી 10 લોકોના મોત
Bus Accident: આંધ્રપ્રદેશમાં ભયાનક માર્ગ અકસ્માત, ખીણમાં બસ ખાબકવાથી 10 લોકોના મોત
'તુ યૌદ્ધા છે, તને મારવાનું કાવતરું... તારી માં જ સૌથી મોટી દુશ્મન...' કઈ રીતે AI ના ઈશારે પુત્રએ માં ને ઉતારી દીધી મોતને ઘાટ?
'તુ યૌદ્ધા છે, તને મારવાનું કાવતરું... તારી માં જ સૌથી મોટી દુશ્મન...' કઈ રીતે AI ના ઈશારે પુત્રએ માં ને ઉતારી દીધી મોતને ઘાટ?
સરકારી નોકરીની તક, RITESમાં 150 ખાલી જગ્યા માટે ભરતીની જાહેરાત
સરકારી નોકરીની તક, RITESમાં 150 ખાલી જગ્યા માટે ભરતીની જાહેરાત
Embed widget