મેક્સિકોમાં મળેલા એલિયન એક સમયે હતા જીવતા, જાણો કેવી રીતે થયો ખુલાસો
મેક્સિકન નેવી ઓફિસના સેક્રેટરી અને હેલ્થ સાયન્સ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટના ડાયરેક્ટર જોશ બિનેટ્સઝે કહ્યું, આ મમી સાથે કોઈ છેડછાડ થઈ નથી. એલિયનની ઉત્પત્તિ અંગે જાણી શકાય તે માટે તેમની તપાસ કરવામાં આવી છે
Alien Bodies Lab Test: મેક્સિકોમાં મળેલા બે એલિયન મમીને લઈ ડોકટરોએ ચોંકાવનારો દાવો કર્યો છે. જે મુજબ આ બંને એલિયનમાંથી એક પહેલા જીવીત હતું. તેના તમામ અંગ બાયોલોજિકલ હતા અને યોગ્ય રીતે કામ કરતા હતા. તેના શરીરમાં ગર્ભ વિકસિત હોવાનો પૂરાવો પણ મળ્યો છે. મેક્સિકોમના હુઈક્વલુકનમાં હાજર નૂર ક્લિનિકમાં એલિયનનું સીટી સ્કેન, એમઆરઆઈ સહિત અનેક પ્રકારના ટેસ્ટ કરવામાં આવ્યા. જે બાદ ડોક્ટરોએ દાવો કર્યોએ એલિયન મમીની ડેડબોડીમાં કોઈ બદલાવ થયો નથી. તે મૂળ હાલતમાં જ છે.
મેક્સિકન નેવી ઓફિસના સેક્રેટરી અને હેલ્થ સાયન્સ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટના ડાયરેક્ટર જોશ જાલશ બિનેટ્સઝે કહ્યું, આ મમી સાથે કોઈ છેડછાડ થઈ નથી. એલિયનની ઉત્પત્તિ અંગે જાણી શકાય તે માટે તેમની તપાસ કરવામાં આવી છે. ગત સપ્તાહે મેક્સિન પત્રકાર જેમી મૌસને તેને મેક્સિકો કોંગ્રેસ સામે રજૂ કર્યુ હતું.
વૈજ્ઞાનિકોની તપાસમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે તે માણસો દ્વારા બનાવવામાં આવેલા અપ્રાકૃતિક કે કૃત્રિમ નથી. તેમાંથે એક એલિયન મમી એક સમયે જીવિત હતું. તેનું શરીર એકદમ બરાબર હતું. તમામ બાયોલોજિકલ અંગ યોગ્ય રીતે કામ કરતા હતા, ઉપરાંત ગર્ભ વિકસિત થવાના પ્રૂફ પણ મળ્યા છે.
એક એલિયનના પેટમાં મોટા આકારનો લંપ મળ્યો છે. જેને ડોક્ટર વિકસિત ગર્ભ માની રહ્યા છે, અથવા કદાચ તે ઈંડું હતું. જે બાદ એલિયન મમીનો ડીએનએ ડેસ્ટ કરવામાં આવ્યો, જેની તુલના 10 લાખ પ્રજાતિઓ સાથે કરવામાં આવી. પરંતુ વ્યક્તિના નોલેજમાં રહેલી કોઈપણ પ્રજાતિ સાથે મેળ ખાતી નથી કે ન કોઈ ક્રોસ બ્રીડ છે.
ગયા અઠવાડિયે બતાવવામાં આવ્યા હતા એલિયન
આ એલિયન ગયા અઠવાડિયે મેક્સિકોની કોંગ્રેસમાં સત્તાવાર કાર્યક્રમમાં બતાવવામાં આવ્યા હતા. આ સમય દરમિયાન યુએફઓ સાથે જોડાયેલા લોકો તેમને જોવા માટે ઉત્સાહિત હતા. આ કાર્યક્રમમાં ભાગ લેનાર રાજનેતાઓને જણાવવામાં આવ્યું હતું કે આ બંને સેમ્પલ પેરુના કુઝકોમાં મળી આવ્યા હતા અને તે લગભગ 1,000 વર્ષ જૂના છે.
UFO સંશોધકે આ દાવો કર્યો હતો
મેક્સિકન મીડિયા અનુસાર, કાર્યક્રમનું નેતૃત્વ પત્રકાર અને યુએફઓ સંશોધક જેમે મૌસન દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે શપથ લીધા હતા કે તેમના ડીએનએનો ત્રીજો ભાગ અજાણ્યો હતો અને નમૂનાઓ ધરતીના ઉત્ક્રાંતિમાં બંધ બેસતા નથી. આ નમૂનાઓ પૃથ્વી પરના આપણા ઉત્ક્રાંતિ ઇતિહાસનો ભાગ નથી, તેમણે મેક્સિકન સરકારના અધિકારીઓ અને યુએસ પ્રતિનિધિઓની સામે કહ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, આ યુપીઓના ક્રેશ પછી મળ્યા ન હતા, બલ્કે આ ડાયટોમ ખાણોમાંથી મળી આવ્યા હતા અને બાદમાં અવશેષો બની ગયા હતા.