મોડર્નાનો મોટો નિર્ણય, 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર રસીનું હ્યુમન ટ્રાયલ શરૂ કર્યું
કંપનીએ કહ્યું કે, દરેક ડોઝ 90 અથવા 100 માઈક્રોગ્રામના હશે. જ્યારે 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને 25, 50 અથવા 100 માઈક્રોગ્રામના બે ડોઝ આપવામાં આવી શકે છે.
મોડર્નાએ છ મહિનાથી 12 વર્ષની નીચેની ઉંમરના બાળકો પર કોરોના રસીનું હ્યુમન ટ્રાયલ શરૂ કર્યું છે. કંપનીએ કહ્યું કે, અમેરિકા કેનેડામાંથી 6750 સ્વસ્થ્ય બાળકોને સામેલ કરવાનો ઉદ્દેશ છે. આ પહેલા કંપનીએ રસીનું હ્યુમન ટ્રાયલ 12-17 વર્ષના બાળકો પર કર્યું છે, પરંતુ પરિણામની જાહેરાત કરવામાં આવી નથી.
12 વર્ષથી ઓછી ઉંમરના બળકો પર રસીનું હ્યુમન ટ્રાયલ
સંશોધનકર્તા નાના બાળકો પર કોરોના રસીનું હ્યુમન ટ્રાલય કરીને પ્રતિક્રિયા જોવા માગે છે. હ્યુમન ટ્રાલયમાં સામેલ દરેક બાળકને 28 દિવસના ગાળામાં બે ડોઝ આપવામાં આવશે. હાલમાં પણ આ જ રીતે વયસ્કોને રસી આપવામાં આવી રહી છે. મોડર્નાએ પોતાના રિસર્ચને બે ભાગમાં કરવાની વાત કહી છે. પહેલા ભાગમાં 2-12 વર્ષના બાળકો સામેલ હશે અને તેને બે ડોઝ આપવામાં આવશે.
કંપનીએ કહ્યું કે, દરેક ડોઝ 90 અથવા 100 માઈક્રોગ્રામના હશે. જ્યારે 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને 25, 50 અથવા 100 માઈક્રોગ્રામના બે ડોઝ આપવામાં આવી શકે છે. ટ્રાયલના બીજા તબક્કામાં પસંદગીનિા ડોઝ બાળકોને લગાવવામાં આવશે. રિસર્ચર રસીની અસર તપાસ માટે બીજો ડોઝ આપ્યા બાદ એક વર્ષ સુધી તેમનું મોનેટરિંગ કરશે. ત્યાર બાદ વિશ્લેષણ કરીને એ વાત જાણવાનો પ્રયત્ન કરવામાં આવશે કે સૌથી સારો ડોઝ દરેક ગ્રુપ માટે શું છે.
બાળકોમાં બીમારીની ગંભીરતા અથવા કોવિડ-19થી મરવાની શક્યતા વયસ્તોની તુલનામાં ઘણી ઓછી હોય છે. પરંતુ તેમની ક્ષમતા અન્ય સુધી વાયરસ ફેલાવવાની હોય છે. કોરોના વાયરસ નિષ્ણાંતોનું કહેવું છે કે, બાળકોનું રસીકરણ કરવું જરૂરી છે. મોડર્નાએ આ સપ્તાહે પોતાની આગામી પેઢીના શરૂઆતના હ્યુમન ટ્રાયલમાં પ્રથમ દર્દીને ડોઝ આપવાની જાહેરાત કરી છે.
એમઆરએન નામથી નવી રસીને ફ્રીઝર ઉપરાંત રેફ્રિજરેટરમાં રાખી શકાય છે. જેથી તેનું વિતરણ અને રસીકરણ ખાસ કરીને વિકાસશીલ દેસોમાં વધારે સરળતાથી થઈ શકે છે. મોડર્નાના બે ડોઝવાળી રસી કોરોના વિરૂદ્ધ અમેરિકામાં ઉપયોગને મંજૂરી મળેલ ત્રણ રસીમાંથી એક છે. બે અન્ય રસીમાં એક ફાઈઝર બાયોએનટેકની રસી અને બીજી જોનસન એન્ડ જોનસનની સિંગલ ડોઝવાળી રસીને લીલી ઝંડી મળી છે.