શોધખોળ કરો

Monkeypox: અમેરિકાના તમામ 50 રાજ્યો મંકીપોક્સની ઝપેટમાં, એક સપ્તાહમાં વિશ્વમાં સૌથી વધુ મામલા આવ્યા USમાં

Monkeypox Cases USA: વાઈયોમિંગ રાજ્યમાં 22 ઓગસ્ટે પ્રથમ મામલો મળવાની સાથે જ મંકીપોક્સ વાયરસ અમેરિકાના તમામ 50 રાજ્યોમાં ફેલાયો છે.

Monkeypox Cases in America:  અમેરિકામાં મંકીપોક્સે કોહરામ મચાવ્યો છે. તમામ 50 રાજ્યોમાં આ વાયરસ જોવા મળ્યો છે. અમેરિકામાં મંકીપોક્સનો પ્રથમ કેસ 19 મે, 2022ના રોજ મેસાચુસેટના બોસ્ટનમાં સામે આવ્યો હતો.  આફ્રિકન ખંડ પછી અમેરિકા ચોથો દેશ છે જ્યાં 2022 માં મંકીપોક્સ વાયરસ યથાવત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ 4 ઓગસ્ટના રોજ મંકીપોક્સને જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી હતી.

વાઈયોમિંગ રાજ્યમાં 22 ઓગસ્ટે પ્રથમ મામલો મળવાની સાથે જ મંકીપોક્સ વાયરસ અમેરિકાના તમામ 50 રાજ્યોમાં ફેલાયો છે. વાઇયોમિંગના સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા મુજબ, લારમી કાઉન્ટીમાં રહેતા એક પુરુષ મંકીપોક્સ સંક્રમિત થયો છે. તેના પર દેખરેખ રાખવામાં આવી રહી છે. વાઇયોમિંગના સ્વાસ્થ્ય અધિકારી અને રાજ્ય રોગચાળાના નિષ્ણાત એલેક્સિયા હેરિસે જણાવ્યું હતું કે, " મંકીપોક્સ નજીકના, ઘનિષ્ઠ સંબંધો દ્વારા ફેલાય છે, અમને નથી લાગતું કે વાયરસના સંપર્કમાં હવે સ્થાનિક સમુદાય અથવા વ્યોમિંગના મોટાભાગના લોકો માટે ચિંતાનો વિષય છે."

અમેરિકામાં મંકીપોક્સના કેટલા છે કેસ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા અનુસાર, છેલ્લા એક સપ્તાહમાં અમેરિકામાં મંકીપોક્સના સંક્રમણમાં અન્ય કોઈપણ દેશ કરતા સૌથી વધુ વધારો જોવા મળ્યો છે. 22 ઓગસ્ટ સુધીમાં, યુ.એસ.માં મંકીપોક્સ ચેપના 15433 કેસ નોંધાયા હતા. ન્યૂયોર્કમાં સૌથી વધુ કેસ નોંધાયા છે, જ્યાં ત્રણ હજાર લોકો સંક્રમિત હોવાનું કહેવાય છે. રાષ્ટ્રપતિ જો બિડેનનું વહીવટીતંત્ર વાયરસ સંબંધિત ધીમી વ્યવસ્થાના આરોપોનો સામનો કરી રહ્યું છે. અમેરિકામાં JYNNEOS રસી લગાવીને રોગને કાબૂમાં લેવા માટે યોજનાઓ બનાવવામાં આવી રહી છે.

WHO એ જાહેર કરી ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી

ડબલ્યુએચઓ દ્વારા મંકીપોક્સને ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી જાહેર કરવાનું સૌથી મોટું કારણ એ છે કે હવે આ રોગના ઝડપથી ફેલાવાનું જોખમ વધી ગયું છે અને તેથી આંતરરાષ્ટ્રીય સ્તરે સાથે મળીને મંકીપોક્સ સામે લડવાની જરૂર છે. જૂનના અંતથી જુલાઈની શરૂઆત સુધી, પુષ્ટિ થયેલ ચેપની સંખ્યામાં 77 ટકાનો વધારો થયો છે. ગે લોકોમાં હાલ સંક્રમણનો સૌથી વધુ ખતરો છે, આ વર્ષે આફ્રિકામાં આ વાયરસથી પાંચ લોકોના મોત થયા છે. આફ્રિકાની બહાર મંકીપોક્સથી હજી સુધી કોઈ મૃત્યુ થયું નથી. ખાસ કરીને ગે અને બાયસેક્સ્યુઅલ આ રોગનો વધુ ભોગ બને છે. તેના લક્ષણો ઘણીવાર જનનાંગો અને ગુદા પર ફોલ્લીઓ તરીકે ઉભરી આવે છે. તેથી જ ડોકટરો તેને હર્પીસ અથવા સિફિલિસ હોવાનું નિદાન કરે છે.

આ રોગ કેટલો ખતરનાક છે?

જો આ બીમારીના ખતરાની વાત કરીએ તો આ વાયરસ કોરોના વાયરસથી ઓછો ખતરનાક છે. તેના કેસોમાં મૃત્યુદર પણ ઓછો છે. આ વાયરસના કારણે અત્યાર સુધી દુનિયાના માત્ર 5 દેશોના મોત થયા છે. આ રોગમાં મનુષ્યથી મનુષ્યમાં ચેપ લાગી શકે છે. તેનું રક્ષણ કરવું સૌથી જરૂરી છે. કોરોનાની જેમ તેમાં પણ માસ્ક પહેરવું જરૂરી છે. આ સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જરૂરી છે. તેના પરીક્ષણ માટે ત્વચામાંથી સેમ્પલ લેવામાં આવે છે. સ્કિન ટેસ્ટ દ્વારા તેનું પરીક્ષણ કરવામાં આવે છે. આ ટેસ્ટ બાદ જ ખબર પડે છે કે સંક્રમિત વ્યક્તિને મંકીપોક્સ વાયરસ છે કે અન્ય કોઈ બીમારી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: અમરેલીના મહાભારતમાં કૌરવ કોણ, પાંડવ કોણ?Hun To Bolish : હું તો બોલીશ : આ લસણ મારી નાખશેSurat Bogus Doctors: સુરતની ગોડાદરા પોલીસે સાત મુન્નાભાઈની કરી ધરપકડSurat news: સુરતના કીમમાં રખડતા ઢોરનો ત્રાસ, ઘર પાસે રમતા બાળકને મારી ટક્કર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Chahal-Dhanashree: છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ મૌન તોડ્યું, જાણો શું કર્યો ધડાકો
Chahal-Dhanashree: છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ મૌન તોડ્યું, જાણો શું કર્યો ધડાકો
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Food: હવે ફક્ત 15 મિનિટમાં જ થઈ જશે તમારા મનગમતા ભોજનની ડિલિવરી,જાણો કઈ કંપનીએ માર્કેટમાં કર્યો ધડાકો
Food: હવે ફક્ત 15 મિનિટમાં જ થઈ જશે તમારા મનગમતા ભોજનની ડિલિવરી,જાણો કઈ કંપનીએ માર્કેટમાં કર્યો ધડાકો
Health Tips: માત્ર ચણાનો લોટ જ નહીં પરંતુ ચોખાનો લોટ પણ તમારી ત્વચાને બનાવશે ચમકદાર,આ રીતે કરો ઉપયોગ
Health Tips: માત્ર ચણાનો લોટ જ નહીં પરંતુ ચોખાનો લોટ પણ તમારી ત્વચાને બનાવશે ચમકદાર,આ રીતે કરો ઉપયોગ
Embed widget