શોધખોળ કરો
કોરોનાનો હાહાકારઃ દુનિયાભરમાં 50 લાખથી વધુ લોકો કોરોનાની ઝપેટમાં, બ્રાઝિલમાં દર્દીઓ વધ્યા
વર્લ્ડોમીટર અનુસાર, દુનિયાભરમાં અત્યાર સુધી લગભગ 52 લાખ લોકો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. આમાંથી 3 લાખ 34 હજાર 072 લોકોના મોત થયા છે. વળી 20 લાખ 78 હજાર 536 લોકો સંક્રમણથી મુક્ત પણ થયા છે. દુનિયામાં લગભગ 75 ટકા કોરોનાના કેસો માત્ર 12 દેશોમાંથી સામે આવ્યા છે, આ દેશોમાં કોરોના પીડિતોની સંખ્યા 39 લાખ છે

નવી દિલ્હીઃ દુનિયાભરમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે, દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. દુનિયાના 213 દેશોમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 105,766 કેસો નોંધાયા છે, આ સાથે કોરોના દર્દીઓની સંખ્યા વધીને 50 લાખને પાર પહોંચી ગઇ છે. વર્લ્ડોમીટર અનુસાર, દુનિયાભરમાં અત્યાર સુધી લગભગ 52 લાખ લોકો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. આમાંથી 3 લાખ 34 હજાર 072 લોકોના મોત થયા છે. વળી 20 લાખ 78 હજાર 536 લોકો સંક્રમણથી મુક્ત પણ થયા છે. દુનિયામાં લગભગ 75 ટકા કોરોનાના કેસો માત્ર 12 દેશોમાંથી સામે આવ્યા છે, આ દેશોમાં કોરોના પીડિતોની સંખ્યા 39 લાખ છે. અમેરિકાઃ કેસ- 1,620,457, મોત- 96,295 રશિયાઃ કેસ- 317,554, મોત- 3,099 બ્રાઝિલઃ કેસ- 310,087, મોત- 20,047 સ્પેનઃ કેસ- 280,117, મોત- 27,940 યુકેઃ કેસ- 250,908, મોત- 36,042 ઇટાલીઃ કેસ- 228,006, મોત- 32,486 ફ્રાન્સઃ કેસ- 181,826, મોત- 28,215 જર્મનીઃ કેસ- 179,021, મોત- 8,309 તુર્કીઃ કેસ- 153,548, મોત- 4,249 ઇરાનઃ કેસ- 129,341, મોત- 7,249 દુનિયાભરમાં કુલ કેસોમાં લગભગ એક તૃત્યાંશ કેસો અમેરિકામાંથી સામે આવ્યા છે, અને લગભગ એક તૃત્યાંશ મોત પણ અમેરિકામાં જ થયા છે. અમેરિકા બાદ યુકેમાં કોરોનાએ સૌથી વધુ કેર વર્તાવ્યો છે.
વધુ વાંચો





















