Mortuary : રાક્ષસે મૃતદેહને પણ ના છોડ્યા, 101 મહિલાઓ સાથે કર્યું ગંદુ કામ ને સાથે સાથે...
આ હવશખોર એ હદે માનસિક વિકૃતિ ધરાવતો હતો મૃતદેહને પણ છોડતો નહોતો. આ નરાધમ શબઘરમાં જ મૃતદેહો પર જ બળાત્કાર ગુજારતો હતો.
એક વિકૃત માનસિકતા ધરાવતા કરતુતોનો ચોંકાવનારો ખુલાસો થયો છે જેને સાંભળી ભલભલાના પગ તળેથી જમીન સરકી જશે. આ હવશખોર એ હદે માનસિક વિકૃતિ ધરાવતો હતો મૃતદેહને પણ છોડતો નહોતો. આ નરાધમ શબઘરમાં જ મૃતદેહો પર જ બળાત્કાર ગુજારતો હતો. આ વ્યક્તિની હરકત કોઈ 'રાક્ષસ'થી ઓછું નથી. તેમની સાથે સંબંધ બાંધતા તે મૃતદેહોની તસવીરો અને વીડિયો પણ બનાવતો હતો. જાણે કોઈ સારૂ કામ કર્યું હોય તેમ તેણે આ તસવીરો અને વીડિયો સ્ટોર કર્યા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે અત્યાર સુધીમાં અધધ 100થી પણ વધુ મૃતદેહો પર રેપ કરી ચુક્યો છે. આ વ્યક્તિ યુકેની એક હોસ્પિટલમાં ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતો હતો અને તેનું નામ ડેવિડ ફુલર છે.
68 વર્ષનો ડેવિડ ફુલર બે યુવતીઓની હત્યા અને જાતીય હુમલો માટે આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. ગયા વર્ષે નવેમ્બરમાં તેણે વધુ 23 મહિલાઓના મૃતદેહ સાથે યૌન શોષણ કર્યાની કબૂલાત કરી હતી. તેણે કબૂલ્યું કે 13 વર્ષ દરમિયાન તેણે આ દુષ્કૃત્યો કર્યા હતા. આ કેસમાં તેને ચાર વર્ષની સજા થઈ છે. આ પહેલા તેને 78 મૃતદેહો સાથે યૌન શોષણ માટે 12 વર્ષની જેલની સજા થઈ ચુકી છે.
પોલીસને ફોટા અને વિડિયો મળી આવ્યા
વર્ષ 2020માં જ્યારે પોલીસ 30 વર્ષથી વધુ સમયથી વણઉકેલાયેલા હત્યાના કેસની તપાસ કરવા તેના રૂમમાં પહોંચી ત્યારે પોલીસને ડેવિડના ઘરમાંથી જે મળી આવ્યું તેનાથી પોલીસ જવાનો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતાં. અહીં પહોંચ્યા બાદ પોલીસને ડેવિડના ગુનાઓના પુરાવા મળ્યા હતા. પોલીસને જાણવા મળ્યું હતું કે, ડેવિડ યુવતીઓના મૃતદેહો સાથે દુષ્કર્મ કરતો હતો અને તેની પાસે આ જઘન્ય ગુનાના ફોટા અને વીડિયો પણ હતા. તેણે અનેક પીડિતાઓના નામે ફોલ્ડર બનાવ્યા હતાં. હકીકતમાં વર્ષ 2020માં પોલીસે બ્રિટનમાં બે સ્થળોએ બે યુવતીઓની હત્યાના સંબંધમાં ડેવિડ ફુલરની ધરપકડ કરી હતી. આ ઉપરાંત તેની પાસેથી 'બેસ્ટ એવર' નામનું બીજું ફોલ્ડર પણ હતું.
101 મૃતદેહો સાથે યૌન શોષણ થયું
ડેવિડે તપાસ ટીમ સમક્ષ ખુલાસો કર્યો હતો કે, તેણે વર્ષ 2007 થી 2020 દરમિયાન 101 મહિલાઓના મૃતદેહોનું યૌન શોષણ કર્યું હતું. ડેવિડ 1989થી હોસ્પિટલમાં ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતો હતો. તેણે પહેલા કેન્ટ અને સસેક્સ હોસ્પિટલમાં કામ કર્યું હતું. આ હોસ્પિટલ વર્ષ 2011માં બંધ થઈ ગઈ હતી અને ત્યાં સુધી તે અહીં કામ કરતો હતો. ત્યાર બાદ તેણે ટનબ્રિજ વેલ્સ હોસ્પિટલમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, જ્યાં સુધી તે પકડાયો નહોતો ત્યાં સુધી તેણે મૃતદેહો સાથે આ ક્રૂરતા આચરી હતી.
કર્મચારીઓની ગેરહાજરીમાં ડેવિદ શબઘરમાં ઘુસી જતો હતો
ડેવિડ ફુલર સ્ટાફની ગેરહાજરીમાં હોસ્પિટલના શબઘરમાં ઘૂસી જતો હતો અને ત્યાર બાદ મૃતદેહો સાથે ગંદું કામ કરતો હતો. તેણે યુવતીઓ અને મહિલાઓના મૃતદેહો સાથે એકથી વધુ વાર કર્યું હતું. શબઘરમાં સીસીટીવી નહોતા. આ સીસીટીવીની ગેરહાજરીએ પણ તેને ઘૃણાસ્પદ કૃત્યો કરવામાં મદદ કરી હતી. 101 મૃતદેહોમાંથી પોલીસ હજુ સુધી તે 10 મૃતદેહોને ઓળખી શકી નથી જેની સાથે તેણે બળાત્કાર ગુજાર્યો હતો.