શોધખોળ કરો
વ્હાઈટ હાઉસ બહાર હિંસા બાદ ટ્રમ્પે કહ્યું- ફ્લોઇડના પરિવારને અપાવશે ન્યાય, દંગા રોકવા ઉતારી રહ્યો છું સેના
રાષ્ટ્રપતિ ટ્રમ્પે એમ પણ કહ્યું, લોકોની રક્ષા કરવામાં કોઈ કસર નહીં રાખવામાં આવે.
વોશિંગ્ટનઃ અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોઇડના મોત બાદ અમેરિકા ભડકે બળી રહ્યું છે. વિરોધ પ્રદર્શને હિંસક રૂપ ધારણ કરી લીધું છે. અનેક રાજ્યોમાં લૂંટફાટ, દંગા અને આગચંપીની સતત ઘટના સામે આવી રહી છે. દેખાવકારોએ વ્હાઇટ હાઉસ બહાર પથ્થરમારો કર્યો હતો. હવે સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પે સેના તૈનાત કરવાનો ફેંસલો લીધો છે.
ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, રવિવારે રાતે વોશિંગ્ટન ડીસીમાં જે કંઈ થયું તે યોગ્ય નહોતું. હું વોશિંગ્ટન ડીસીની સુરક્ષા માટે ઝડપથી નિર્ણાયક કાર્યવાહી કરવા જઈ રહ્યો છું. દંગા, આગચંપી અને નિર્દોષ લોકો પર હુમલાની ઘટનાઓ પર નિયંત્રણ લગાવવા હજારો સૈનિકો, સૈન્ય કર્મીઓ અને અધિકારીઓની ફોજ ઉતારી રહ્યો છું.
તેમણે એમ પણ કહ્યું, જ્યોર્જ ફ્લોઇડની હત્યાથી અમેરિકાના તમામ લોકો દુઃખી છે. તેના પરિવારને ન્યાય અપાવવામાં આવશે. મારું તંત્ર તેને પૂરો ન્યાય અપાવશે, પરંતુ રાષ્ટ્રપતિ તરીકે મારું પહેલું અને સર્વોચ્ચ કર્તવ્ય આપણા મહાન દેશ અને અમેરિકાના લોકોની રક્ષા કરવાનું છે. મેં આપણા દેશમાં કાનૂને સૌથી ઉપર રાખવાના શપથ લીધા હતા અને હવે હું તેમ કરીશ. રાષ્ટ્રપતિ ટ્રમ્પે એમ પણ કહ્યું, લોકોની રક્ષા કરવામાં કોઈ કસર નહીં રાખવામાં આવે. જો કોઈ રાજ્ય તેમના નાગરિકો અને સંપત્તિની રક્ષા કરવામાં અસક્ષમ છે તો ત્યાં અમેરિકન સૈન્ય તૈનાત કરી દેવામાં આવશે.My fellow Americans - My first and highest duty as President is to defend our great Country and the American People. I swore an oath to uphold the laws of our Nation -- and that is exactly what I will do… pic.twitter.com/pvFxxi9BTR
— Donald J. Trump (@realDonaldTrump) June 2, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement