શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મેલાનિયા ટ્રમ્પે અમેરિકા પહોંચીને તાજમહેલનો વીડિયો કર્યો શેર, લખ્યું- 'Breathtaking’
ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની સાથે તાજમહેલ નીહાળનારા અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ છે.
વોશિંગ્ટનઃ અમેરિકાના ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્મ્પ તેના પતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બે દિવસના ભારત પ્રવાસે આવ્યા હતા. ભારત પ્રવાસની શરૂઆત તેમણે પ્રધાનમંત્રી મોદીના ગૃહરાજ્ય ગુજરાતના અમદાવાદથી કર્યો હતો. અમદાવાદની મુલાકાત બાદ તેઓ આગ્રાના તાજમહેલને જોવા ગયા હતા. અમેરિકા પહોંચ્યા બાદ ગુરુવારે તેમણે શાનદાર ફોટો અને વીડિયો ટ્વિટ કર્યો છે.
મેલાનિયાએ ટ્રમ્પે તાજમહેલ મુલાકાતનો 47 સેકન્ડનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ટ્રમ્પ દંપત્તિ તાજમહેલના બગીચા અને પૂલની આસપાસ ફરતા નજરે પડે છે. તેમની સાથે ગાઈડ નીતિન કુમાર પણ છે, જેણે તાજમહેલમાં ફરતી વખતે ટ્રમ્પ દંપત્તિને તેના ઈતિહાસની જાણકારી આપી હતી.
મેલાનિયાએ વીડિયો શેર કરીને લખ્યું, દુનિયાની સાત અજાયબીમાંથી એક તાજમહેલ. ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની સાથે તાજમહેલ નીહાળનારા અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ છે. આ પહેલા 1959માં ડ્વાઈટ આઈઝનહૉવર અને બિલ ક્લિન્ટન 2000માં તાજમહેલની મુલાકાત લઈ ચુક્યા છે.One of the Seven Wonders of the World, the breathtaking Taj Mahal! pic.twitter.com/7Oz7h431Q0
— Melania Trump (@FLOTUS) February 26, 2020
અમેરિકા પરત ફરીને ઈવાન્કાએ શેર કરી ખાસ તસવીરો, ભારતને લઈ કહી આ મોટી વાત બીજી ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયા માટે માઠા સમાચાર, આ આક્રમક બેટ્સમેન થઈ શકે છે બહાર.@POTUS & @FLOTUS at Taj Mahal pic.twitter.com/Sp2qMOTg4c
— Melania Trump (@FLOTUS) February 27, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સુરત
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion