શોધખોળ કરો
Advertisement
અમેરિકામાં ગુજરાતીનો દબદબો, મૂળ ઉપલેટાના નરેશ સોલંકી બન્યા મેયર
વધુ એક ગુજરાતીએ અમેરીકામાં ડંકો વગાડ્યો છે. અમેરિકામાં રહેતા અને મૂળ ઉપલેટાના વતની નરેશભાઇ સોલંકી અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના સેરોટીસ સિટીના મેયર બન્યા છે.
ઉપલેટા: વધુ એક ગુજરાતીએ અમેરીકામાં ડંકો વગાડ્યો છે. અમેરિકામાં રહેતા અને મૂળ ઉપલેટાના વતની નરેશભાઇ સોલંકી અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના સેરોટીસ સિટીના મેયર બન્યા છે. તેઓ મેયર બનતા ઉપલેટા, સૌરાષ્ટ્ર અને દેશનું નામ રોશન કર્યું છે. તેઓએ સમગ્ર વિશ્વમાં ગુજરાતી અને રાજકોટનું ગૌરવ વધાર્યું છે.
વર્ષ 1988થી અમેરિકાના સેરોટીસ શહેરમાં રહેતા નરેશ સોલંકી વર્ષ 2015માં સેરોટીસ સિટી કાઉન્સીલમાં પ્રથમવાર ચૂંટાયા હતા. ત્યારબાદ વર્ષ 2007થી 2015 સુધી તેઓ સેરોટીસ શહેરના પ્લાનિંગ કમિશનર તરીકે નિમણૂક મેળવી હતી.
આ સિવાય નરેશ સોલંકી સાઉથ કેલિફોર્નિયામાં રિટેઇલ ગ્રોસરી સુપરમાર્કેટની કંપનીના સીઇઓ અને પ્રેસિડન્ટ પણ છે. નરેશ સોલંકીના પરિવારમાં પત્ની પ્રિતિ, બે બાળકો મેહુલ અને જય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement