શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
વિશ્વમાં આ દેશ બન્યો કોરોના વાયરસ મુક્ત, તમામ પ્રતિબંધો હટાવી લેવામાં આવશે
પ્રધાનમંત્રી જેસિંડા આર્ડર્ને કહ્યું કે, દેશમાં કોરોના વાયરસને લઈ લાગુ પ્રતિબંધો મંગળવારથી હટાવી લેવામાં આવશે.
ઓકલેન્ડઃ ન્યૂઝીલેન્ડમાં હાલ કોરોના વાયરસનો એક પણ કેસ નથી. સોમવારે ન્યૂઝીલેન્ડના સ્વાસ્થ્ય અધિકારીએ જાણકારી આપી કે કોવિડ-19થી પીડિત અંતિમ દર્દી હવે સ્વસ્થ થઈ ચુક્યો છે.
ઈન્ડિયા ટીવીના રિપોર્ટ પ્રમાણે, ન્યૂઝીલેન્ડમાં અંતિમ મામલો 17 દિવસ પહેલા સામે આવ્યો હતો. હાલ અહીંયા એક પણ એક્ટિવ કેસ નથી. સ્વાસ્થ્ય અધિકારીએ ચેતવણી આપી કે દેશમાં નવા મામલા આવી શકે છે, કારણકે કેટલાક અપવાદને છોડીને દેશે તેની સરહદો તમામ માટે બંધ કરી દીધી છે.
સ્વાસ્થ્ય વિભાગના નિર્દેશક અશલે બ્લૂમફીડે કહ્યું, આ સુખદાયક સંકેત છે. ફેબ્રુઆરી 28 બાદ દેશમાં એક પણ સક્રિય મામલો ન હોવો નિશ્ચિત રીતે અમારી યાત્રામાં મહત્વપૂર્ણ પડાવ છે. પરંતુ પહેલા કહ્યું તેમ કોવિડ-19 સામેની લડાઈમાં ડગલે ને પગલે સતર્ક રહેવું પડશે.
પ્રેસ કોન્ફરન્સમાં પ્રધાનમંત્રી જેસિંડા આર્ડર્ને કહ્યું કે, દેશમાં કોરોના વાયરસને લઈ લાગુ પ્રતિબંધો મંગળવારથી હટાવી લેવામાં આવશે. સોમવારે મધરાતથી દેશમાં નેશનલ એલર્ટ લેવલ 1 લાગુ થશે. સાર્વજનિક અને ખાનગી આયોજન કોઈપણ પ્રતિબંધ વગર થઈ શકશે. રિટેલ અને હોસ્પિટાલિટી સેક્ટર સામાન્ય રીતે કામ કરી શકે છે.
ન્યૂઝીલેન્ડે કોરોના વાયરસને કાબૂમાં કરવા માટે સાત સપ્તાહનું કડક લોકડાઉન લાગુ કર્યુ હતું. ન્યૂઝીલેન્ડમાં 1500થી વધારે લોકો કોવિડ-19ની ઝપેટમાં આવ્યા હતા અને 22 લોકોના મોત થયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
બિઝનેસ
આઈપીએલ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion