ઉત્તર કોરિયામાં બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ પર પ્રતિબંધ, કિમ જોંગ ઉને આપ્યો આદેશ
તાજેતરમાં ગુપ્ત રીતે આ સર્જરી કરનારા એક ડૉક્ટર પર જાહેર ટ્રાયલ ચાલી હતી.

ઉત્તર કોરિયામાં હવે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ સર્જરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ દેશ અગાઉ પણ અનેક વિચિત્ર પ્રતિબંધો લગાવવા માટે જાણીતો છે. તેણે પશ્ચિમી કપડાં અને હેરસ્ટાઇલ પર પ્રતિબંધ મુક્યો છે. આ દેશે હવે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ અને પ્લાસ્ટિક સર્જરી પર કડક કાર્યવાહી શરૂ કરી છે. એક ડૉક્ટર અને બે મહિલાઓ કથિત રીતે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ કરવા બદલ જાહેર ટ્રાયલનો સામનો કરી રહ્યા છે.
રિપોર્ટ્સ અનુસાર, કિમ જોંગ ઉનની સરકાર હવે આવા કેસોની દેખરેખ રાખવા અને આ પ્રક્રિયાઓમાંથી પસાર થયેલી મહિલાઓને ઓળખવા માટે ગુપ્ત એજન્સીઓનો ઉપયોગ કરી રહી છે. જો કોઈ મહિલાએ કોઈ પણ પ્રકારનો ફેરફાર કરાવ્યો છે તો નેતાઓને પોલીસને જાણ કરવી જરૂરી છે.
ગુપ્ત એજન્સીઓનો ઉપયોગ કરી રહી છે સરકાર
ઉત્તર કોરિયામાં બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટને બિન-સમાજવાદી કાર્ય માનવામાં આવે છે અને કાયદા દ્વારા પ્રતિબંધિત છે. તાજેતરમાં ગુપ્ત રીતે આ સર્જરી કરનારા એક ડૉક્ટર પર જાહેર ટ્રાયલ ચાલી હતી. તેવી જ રીતે બે 20 વર્ષીય મહિલાઓ પર પણ બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ કરાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. એવા અહેવાલ છે કે બંને તેમનું ફિગરમાં સુધારો કરવા માંગતી હતી
ચીનથી દાણચોરી કરીને લાવવામાં આવેલા સિલિકોનનો ઉપયોગ કરીને ડૉક્ટરે તેમના ઘરે સર્જરી કરી હતી. બંને 20 વર્ષીય મહિલાઓએ તેમના શરીરનું ફિગર બદલવા માટે પ્રક્રિયામાંથી પસાર થઈ હતી. સરકાર હવે આવા કેસોમાં કડક કાર્યવાહી કરી રહી છે, શંકાસ્પદ મહિલાઓને ઓળખવા માટે પેટ્રોલિંગ અને ગુપ્ત એજન્સીઓનો ઉપયોગ કરી રહી છે.
20 વર્ષની મહિલાએ બ્રેસ્ટ સર્જરી કરાવી
એક સૂત્રના જણાવ્યા અનુસાર, સપ્ટેમ્બરના મધ્યમાં દક્ષિણ ઉત્તર હવાંગહે પ્રાંતના એક સૂત્રએ જણાવ્યું હતું કે સપ્ટેમ્બરમાં સારિવોન જિલ્લાના એક સાંસ્કૃતિક હોલમાં એક ડૉક્ટર અને બ્રેસ્ટ સર્જરી કરાવનારી મહિલાઓ પર કેસ ચાલ્યો હતો. ડૉક્ટર પર ચીનથી દાણચોરી કરીને લાવેલા સિલિકોનનો ઉપયોગ કરીને પોતાના ઘરે ગેરકાયદેસર બ્રેસ્ટ સર્જરી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ટ્રાયલ દરમિયાન ડૉક્ટર માથું નમાવીને સ્ટેજ પર ઉભા હતા, જ્યારે બે 20 વર્ષની મહિલાઓએ શરમથી પોતાનો ચહેરા બતાવી શકી નહોતી.





















