શોધખોળ કરો
Advertisement
ઉત્તર કોરિયામાં કોરોના વાયરસનો પ્રથમ પોઝિટિવ કેસ આવ્યો સામે, સરમુખત્યાર કિમ જોંગે ગોળી મારવાનો આદેશ આપ્યો
વિશ્વના અનેક દેશ હાલમાં કોરાના વાયરની ઝપેટમાં આવી ગયા છે. આ વાયરસને કારણે 3,000થી વધારે લોકોના મોત થયા છે.
નવી દિલ્હીઃ અજીબોરીબ આદેશ આપનાર ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને ફરી એક વખત વિવાદેશ આદેશ આપ્યો છે. તેણે પોતાના દેશમાં કોરોના વાયરસને ફેલાવતો રોકવા માટે ખૂબ જ ખતરનાક પગલું ઉઠાવ્યું છે. ‘ઇન્ટરનેશનલ બિઝનેસ ટાઈમ્સ’ના અહેવાલ અનુસાર કિમ જોંગ ઉને આ આદેશ આપ્યો છે. સરમુખત્યાર કિમ જોંગ ઉને પોતાના નવા આદેશમાં કહ્યું કે, જો દેશમાં કોરોના વાયરસ સંક્રમિત રોગી મળે તો તેની સારવાર કરવાના બદલે ગોળી મારી દેવામાં આવે.
અહેવાલ અનુસાર ચીનથી પરત આવેલ ઉત્ત કોરિયાના એક કારોબારીને ગોલી મારવાનો આદેશ આપવામાં આવ્યો છે. પીડિત વ્યક્તિથી અન્ય કોઈને આ વાયરસ ન ફેલાય એ કારણે કિમ જોંગ ઉને આ આદેશ આપ્યો છે.
કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 3 હજાર લોકોના મોત
જણાવીએ કે, વિશ્વના અનેક દેશ હાલમાં કોરાના વાયરની ઝપેટમાં આવી ગયા છે. આ વાયરસને કારણે 3,000થી વધારે લોકોના મોત થયા છે. જ્યારે આ રોગથી કારણે 86 હજારથી વધારે લોકો પીડિત છે.
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પંચ (એનએચસી)એ જણાવ્યું કે સૌથી વધારે કોરોના વાયરસની અસર હુબેઈ પ્રાંતમાં થઈ છે. જેની રાજધાની વુહાનથી વિતેલા વર્ષે ડિસેમ્બરમાં આ વાયરસ ફેલાવવાનું શરૂ થયું હતું. વર્લ્ડ સ્વાસ્થ્ય સંગઠને આ સંક્રામક રોગને COVID-19 નામ આપ્યું છે.
ચીનમાં આ વાયરસને કારણે 2870 મોત થયા. તેના કારણે વિતેલા કેટલાક સપ્તાહથી બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. જોકે, હુબેઈમાં હજુ પણ તેનો પ્રકોપ જારી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સમાચાર
ગુજરાત
દેશ
Advertisement