શોધખોળ કરો

Offbeat News: ગે હોવાનો મજાક ઉડાવતો હતો બોસ, ઓફિસમાં કર્મચારીને કરતો હતો પરેશાન, હવે ભરવો પડશે 30 લાખ રૂપિયા દંડ

બ્રિટન સ્થિત કંપનીમાં કામ કરતા કર્મચારી સાથે ગેરવર્તણૂક બોસને મોંઘી પડી હતી

Employee Got 30 lakh Compensation from Boss: ઓફિસમાં બોસનું કર્મચારીઓ પર ગુસ્સે થવું સામાન્ય વાત છે. ઘણી વખત બોસ ગુસ્સામાં સ્ટાફને કંઈક ખોટું કહે છે. નોકરી બચાવવા માટે સ્ટાફ આ બધી બાબતો સહન કરે છે, પરંતુ જરૂરી નથી કે દરેક કર્મચારી આવો જ હોવો જોઈએ. કેટલાક બોસને પણ પાઠ ભણાવી દે છે. આવું જ કંઈક બ્રિટનમાં થયું હતું.

અહીં બ્રિટન સ્થિત કંપનીમાં કામ કરતા કર્મચારી સાથે ગેરવર્તણૂક બોસને મોંઘી પડી હતી.  તેની હેરાનગતિથી પરેશાન કર્મચારીએ ટ્રિબ્યુનલનો સંપર્ક કર્યો હતો. ટ્રિબ્યુનલે બોસને આ કર્મચારીને 30 લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

બંને વચ્ચે 2019થી વિવાદ શરૂ થયો હતો

મેટ્રો વેબસાઈટના રિપોર્ટ અનુસાર, આ વિવાદ મે 2019થી શરૂ થયો હતો. એક વ્યક્તિ પેપરવર્ક વિના મિલકતમાં ઘુસી ગયો હતો. તે મિલકતનું ભાડું પણ ચૂકવતો ન હતો. ત્યારબાદ 'સ્ટો બ્રધર્સ' કંપની (એક કંપની જે મિલકતો ખરીદે છે અને વેચે છે) પર મિલકતના મકાનમાલિકને ભાડું ચૂકવવા દબાણ કરવામાં આવ્યું હતું. જ્યારે મામલો વધી ગયો ત્યારે કંપનીના ડાયરેક્ટર એન્ડ્ર્યુ ગૉડે ક્રિસ વિલિયમ્સ નામના કર્મચારીને પેપર વર્ક કરવા કહ્યુંપરંતુ ક્રિસે ના પાડી દીધી હતી.

બોસ ગે હોવા અંગે મારી મજાક ઉડાવતા હતા

ક્રિસના ઇનકારથી બોસ એન્ડ્રુ ગુસ્સે થયો અને તેણે અન્ય સ્ટાફની સામે ક્રિસ વિલિયમ્સનું અપમાન કર્યું હતું. આ પ્રક્રિયા લગભગ એક વર્ષ સુધી ચાલતી રહી. પીડિત કર્મચારીનો આરોપ છે કે તે સમયગાળા દરમિયાન તેના પગારમાં કોઈ વધારો થયો નથી. બોસ ગે હોવાને લઇને તેની મજાક ઉડાવતો હતો.

ટ્રિબ્યુનલે બોસના વર્તનને ખોટું ગણાવ્યું હતું

ક્રિસ બોસ દ્વારા અપમાનિત થતો રહ્યો. 2020 ના અંતમાં વિલિયમ્સના બોસે તેના પર ઓફિસ કમ્પ્યુટરમાંથી ઇમેઇલ્સ ડિલિટ કરવાનો આરોપ મૂક્યો હતો.  આ ઘટનાક્રમ બાદ ફેબ્રુઆરી 2021માં ક્રિસને પણ નોકરીમાંથી હટાવી દેવામાં આવ્યો હતો. હવે પરેશાન થઈને વિલિયમ્સે તેના બોસ વિરુદ્ધ ટ્રિબ્યુનલમાં કેસ દાખલ કર્યો હતો.

આ મામલે તાજેતરમાં સુનાવણી થઈ હતી. આ દરમિયાન ટ્રિબ્યુનલે કંપની દ્વારા સ્ટાફ પર લગાવવામાં આવેલા તમામ આરોપોને ફગાવી દીધા હતા. ટ્રિબ્યુનલે વિલિયમ્સ સાથેના બોસના વર્તનને અયોગ્ય ગણાવ્યું હતું. આ કારણોસર બોસ વિરુદ્ધ ચુકાદો આપતા કોર્ટે તેને 30 લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ

'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન

ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા

Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર

ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ

બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત

Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ

Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું

Embed widget