શોધખોળ કરો

આતંકવાદી હાફિઝ સઈદનો પુત્ર પાકિસ્તાનમાં ચૂંટણી લડશે! 'અલ્લાહ-હુ-અકબર' પક્ષ તરફથી દાવેદારી નોંધાવી

Pakistan: તમને જણાવી દઈએ કે ભારત સરકારે હાફિઝ સઈદના પુત્ર તલ્હા સઈદને પણ આતંકવાદી જાહેર કર્યો છે. હવે તે પાકિસ્તાનમાં ચૂંટણી લડી રહ્યો છે.

Pakistan Hafiz Saeed Son: ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદના પુત્ર તલ્હા સઈદે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. ન્યૂઝ 18 અને ફ્રાન્સ ન્યૂઝના અહેવાલો અનુસાર, તલ્હા સઈદે પાકિસ્તાનમાં આગામી 2024ની સામાન્ય ચૂંટણીમાં અલ્લાહ હુ અકબર તેહરીક પાર્ટી તરફથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. આ માટે તલ્હા સઈદે જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે.

તમને જણાવી દઈએ કે ભારત સરકારે હાફિઝ સઈદના પુત્ર તલ્હા સઈદને પણ આતંકવાદી જાહેર કર્યો છે. હાલ મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદ જેલમાં છે, તેથી તેની પાર્ટી લશ્કર-એ-તૈયબાની કમાન પણ તલ્હા સઈદના હાથમાં છે.

હાફિઝ સઈદના જમાઈએ પણ ચૂંટણી લડી હતી

થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે હાફિઝ સઈદના પુત્ર તલ્હા સઈદનું અપહરણ કરવામાં આવ્યું છે. તલ્હા સઈદનું પેશાવરથી અપહરણ કરવામાં આવ્યું હોવાની માહિતી મળી હતી. આ પછી પાકિસ્તાનમાં આશ્રય લઈ રહેલા બાકીના આતંકવાદીઓની ઊંઘ હરામ થઈ ગઈ હતી. જો કે હવે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે હાફિઝ સઈદનો પુત્ર ચૂંટણી મેદાનમાં પોતાનું નસીબ અજમાવવા માંગે છે.

ઈન્ડિયા ન્યૂઝના અહેવાલ મુજબ, તલ્હા સઈદના સાળા અને હાફિઝ સઈદના જમાઈએ વર્ષ 2018માં ચૂંટણી લડી હતી. આ પહેલીવાર નથી જ્યારે પુત્ર તલ્હા સઈદ પણ સામાન્ય ચૂંટણી લડવા જઈ રહ્યો છે. અગાઉ વર્ષ 2018માં તેઓ તેમના પિતાના હોમ ટાઉન સરગોધાથી પણ ચૂંટણી લડ્યા હતા. જો કે આ ચૂંટણીમાં તેઓ 11000 મતોથી હારી ગયા હતા અને તેમના જમાઈને પણ હારનો સામનો કરવો પડ્યો હતો.

આતંકવાદી સંગઠન માટે ભંડોળ

હાફિઝ સઈદના પુત્ર તલ્હા સઈદ પર તેના આતંકવાદી સંગઠનને ફંડિંગ કરવાનો આરોપ છે. આ સિવાય તેઓ તેમની સંસ્થામાં બીજા ક્રમના વ્યક્તિ છે. પાકિસ્તાનના ચૂંટણી પંચે આપેલી માહિતી અનુસાર, તલ્હા સઈદનું પૂરું નામ તલ્હા સઈદ ઉર્ફે હાફિઝ તલ્હા સઈદ છે. ગયા વર્ષે જ ભારત સરકારે તલ્હા સઈદને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો હતો અને અમેરિકાએ પણ તેને બ્લેકલિસ્ટ કરી દીધો હતો. જો કે, ચીન હંમેશા હાફિઝ સઈદને ટેકો આપતુ રહે છે.                           

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના

અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર

PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નફ્ફટ યુનિવર્સિટી, ગુંડા નેતાHun To Bolish : હું તો બોલીશ : ભેળસેળના ભાગીદાર અધિકારી?Surat News : સુરતમાં એક શખ્સને રોમિયોગીરી કરવી ભારે પડી, છેડતી કરતા યુવતીઓએ કરી ધોલાઈAravalli Accident : ધનસુરામાં ગ્રામજનો પર ફોર્ચ્યુનર કાર ચઢાવવાનો પ્રયાસ કરનાર નબીરો હજુ પોલીસ પકડથી દુર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો

Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ

કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું

Embed widget