શોધખોળ કરો

Pakistan Financial Crisis: ગંભીર આર્થિક સંકટમાં પાકિસ્તાન, ચીન આપશે 2.3 બિલિયન ડૉલરની લોન

પાકિસ્તાનની આર્થિક સ્થિતિ સતત કથળી રહી છે. આ પરિસ્થિતિનો સામનો કરવા માટે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથે લોન કરાર પર સહમત થવાની ફરજ પડી છે.

Pakistan In Financial Crisis: પાકિસ્તાનની આર્થિક સ્થિતિ સતત કથળી રહી છે. આ પરિસ્થિતિનો સામનો કરવા માટે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથે લોન કરાર પર સહમત થવાની ફરજ પડી છે. પરિણામ એ આવ્યું કે લોન એગ્રીમેન્ટ હેઠળ તે ચીન પાસેથી $2.3 બિલિયનની લોન મેળવી શકશે. પાકિસ્તાનના એક મીડિયા આઉટલેટે ટાંકીને આ માહિતી સામે આવી છે. પાકિસ્તાનને થોડા દિવસોમાં ચીનની બેંકોના કન્સોર્ટિયમ (Chinese consortium of banks ) પાસેથી  2.3 અબજ બિલિયન ડોલરની લોન મળવાની અપેક્ષા છે.

પાકિસ્તાન-ચીન લોન કરાર પર હસ્તાક્ષર થઈ ચૂક્યા છે

પાકિસ્તાનના અખબાર ડૉનના અહેવાલ અનુસાર, ચીનના બેંકોના સંઘ અને પાકિસ્તાને પહેલાથી જ 2.3 બિલિયન ડોલરની લોન સુવિધા કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. પાકિસ્તાનના નાણા મંત્રી મિફ્તાહ ઈસ્માઈલને ટાંકીને આ કરારની માહિતી બુધવારે 22 જૂને આપી હતી. તેમણે કહ્યું કે આ લોન કરાર હેઠળની રોકડ થોડા દિવસોમાં પાકિસ્તાનને મળે તેવી સંભાવના છે. તેમના ટ્વિટર એકાઉન્ટ પર પાકિસ્તાનના નાણા પ્રધાન મિફતાહ ઈસ્માઈલે લખ્યું હતું કે ગઈકાલે પાકિસ્તાન દ્ધારા હસ્તાક્ષર કર્યા પછી બેંકોના ચાઈનીઝ કન્સોર્ટિયમે આજે 2.3 બિલિયન ડોલરની લોનને મંજૂરી આપી છે. આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ રોકડ થોડા દિવસોમાં મળે તેવી શક્યતા છે. અમે આ લેવડદેવડને  સરળ બનાવવા માટે ચીન સરકારનો આભાર માનીએ છીએ.

પાકિસ્તાનના નાણાપ્રધાન ઈસ્માઈલે જણાવ્યું હતું કે વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો-ઝરદારીની મુલાકાત અને ચીનના વડાપ્રધાન લી કેકિયાંગ સાથે પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફની ચર્ચાઓ પછી ચીને લોન આપવા માટે સહમતિ વ્યક્ત કરી હતી.  જો કે, બુધવારની જાહેરાતમાં ઇસ્માઇલે કન્સોર્ટિયમ સાથે થયેલા કરાર અંગે વિસ્તૃત માહિતી આપી ન હતી.

પાકિસ્તાનના વિદેશ મંત્રીએ શું કહ્યું?

આ લોન કરાર અંગે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ પણ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે , "હું રાષ્ટ્રપતિ શી જિનપિંગ, વિદેશ મંત્રી વાંગ યી અને ચીનના લોકોનો આભાર માનું છું. ચીની ફેડરેશને આજે 15 બિલિયન RMB (People's Republic of China -RMB ) લોન સુવિધા કરાર પર હસ્તાક્ષર કર્યા છે, આભાર. સારા અને ખરાબ દરેક સમયે અમારા સતત સમર્થન માટે પાકિસ્તાનના લોકો આભારી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

નડિયાદ પાસે એક્સપ્રેસ-વે પર કારનું ટાયર ફાટતાં, ભયંકર અકસ્માત, એક મહિલા સહિત 3નાં કરૂણ મૃત્યુ
નડિયાદ પાસે એક્સપ્રેસ-વે પર કારનું ટાયર ફાટતાં, ભયંકર અકસ્માત, એક મહિલા સહિત 3નાં કરૂણ મૃત્યુ
South Korea: દક્ષિણ કોરિયાની સંસદે પલટ્યો રાષ્ટ્રપતિનો નિર્ણય, માર્શલ લૉનો આદેશ કર્યો રદ્દ
South Korea: દક્ષિણ કોરિયાની સંસદે પલટ્યો રાષ્ટ્રપતિનો નિર્ણય, માર્શલ લૉનો આદેશ કર્યો રદ્દ
2024 લોકસભા ચૂંટણીના પરિણામો બાદ શેરમાર્કેટમાં મોટા ઘટાડા માટે જવાબદાર કોણ? સરકારે સંસદમાં આપ્યો જવાબ
2024 લોકસભા ચૂંટણીના પરિણામો બાદ શેરમાર્કેટમાં મોટા ઘટાડા માટે જવાબદાર કોણ? સરકારે સંસદમાં આપ્યો જવાબ
EPFOએ PF ક્લેમ કરવાને લઇને બદલ્યો નિયમ, હવે આધાર ફરજિયાત નહી!
EPFOએ PF ક્લેમ કરવાને લઇને બદલ્યો નિયમ, હવે આધાર ફરજિયાત નહી!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Upleta Fire News: કોટન મીલમાં લાગી જોરદાર આગ| Abp Asmita | 4-12-2024Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજખોરો નિરંકુશHun To Bolish : હું તો બોલીશ : પ્રિ-સ્કૂલોને કેમ પડ્યો વાંધો?Valsad News: મોતીવાડામાં યુવતી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નડિયાદ પાસે એક્સપ્રેસ-વે પર કારનું ટાયર ફાટતાં, ભયંકર અકસ્માત, એક મહિલા સહિત 3નાં કરૂણ મૃત્યુ
નડિયાદ પાસે એક્સપ્રેસ-વે પર કારનું ટાયર ફાટતાં, ભયંકર અકસ્માત, એક મહિલા સહિત 3નાં કરૂણ મૃત્યુ
South Korea: દક્ષિણ કોરિયાની સંસદે પલટ્યો રાષ્ટ્રપતિનો નિર્ણય, માર્શલ લૉનો આદેશ કર્યો રદ્દ
South Korea: દક્ષિણ કોરિયાની સંસદે પલટ્યો રાષ્ટ્રપતિનો નિર્ણય, માર્શલ લૉનો આદેશ કર્યો રદ્દ
2024 લોકસભા ચૂંટણીના પરિણામો બાદ શેરમાર્કેટમાં મોટા ઘટાડા માટે જવાબદાર કોણ? સરકારે સંસદમાં આપ્યો જવાબ
2024 લોકસભા ચૂંટણીના પરિણામો બાદ શેરમાર્કેટમાં મોટા ઘટાડા માટે જવાબદાર કોણ? સરકારે સંસદમાં આપ્યો જવાબ
EPFOએ PF ક્લેમ કરવાને લઇને બદલ્યો નિયમ, હવે આધાર ફરજિયાત નહી!
EPFOએ PF ક્લેમ કરવાને લઇને બદલ્યો નિયમ, હવે આધાર ફરજિયાત નહી!
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
કિંમતી ચીજવસ્તુઓ ગુમાવવા પાછળ કયો ગ્રહ હોય છે જવાબદાર, આમ સતત થવું શુભ કે અશુભ?
કિંમતી ચીજવસ્તુઓ ગુમાવવા પાછળ કયો ગ્રહ હોય છે જવાબદાર, આમ સતત થવું શુભ કે અશુભ?
Pushpa 2 Collection Prediction: 'પુષ્પા 2'એ એડવાન્સ બુકિંગમાં કરી 55 કરોડની કમાણી, જાણો પ્રથમ દિવસે કેટલું થશે કનેક્શન?
Pushpa 2 Collection Prediction: 'પુષ્પા 2'એ એડવાન્સ બુકિંગમાં કરી 55 કરોડની કમાણી, જાણો પ્રથમ દિવસે કેટલું થશે કનેક્શન?
Silver Price Today: ચાંદીમાં 2,400 રુપિયાનો ઉછાળો, ખરીદતા પહેલા લેટેસ્ટ ભાવ જાણો 
Silver Price Today: ચાંદીમાં 2,400 રુપિયાનો ઉછાળો, ખરીદતા પહેલા લેટેસ્ટ ભાવ જાણો 
Embed widget