શોધખોળ કરો
પાકિસ્તાનમાં કોરોના વાયરસથી ત્રીજુ મોત,પોઝિટિવ કેસની સંખ્યા વધીને 481, ઈમરાન ખાને કરી આ અપીલ
પાકિસ્તાનમાં શુક્રવારે કોરોના વાયરસથી ત્રીજુ મોત થયું છે અને પોઝિટિવ કેસની સંખ્યા વધીને 481 પર પહોંચી ગઈ છે.
![પાકિસ્તાનમાં કોરોના વાયરસથી ત્રીજુ મોત,પોઝિટિવ કેસની સંખ્યા વધીને 481, ઈમરાન ખાને કરી આ અપીલ pakistan third death of coronavirus imran khan appeals social distancing પાકિસ્તાનમાં કોરોના વાયરસથી ત્રીજુ મોત,પોઝિટિવ કેસની સંખ્યા વધીને 481, ઈમરાન ખાને કરી આ અપીલ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/21145158/imran-khan.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ઈસ્લામાબાદ : પાકિસ્તાનમાં શુક્રવારે કોરોના વાયરસથી ત્રીજુ મોત થયું છે અને પોઝિટિવ કેસની સંખ્યા વધીને 481 પર પહોંચી ગઈ છે. પ્રધાનમંત્રી ઈમરાન ખાને લોકોને આગામી 45 દિવસ સુધી પોતાને એકબીજાથી અલગ રહેવાની અપીલ કરી છે. પાકિસ્તાનમાં કોરોના વાયરસથી ત્રીજુ મોત કરાચીમાં થયું છે. સિંધના સ્વાસ્થ્ય મંત્રી અઝરા ફઝલએ 77 વર્ષના એક વુદ્ધના મોતની પુષ્ટી કરી અને કહ્યું દર્દીને કેન્સર પણ હતું.
દુનિયાભરમાં કોરોના વાયરસના અઢી લાખ કરતા વધારે કેસ સામે આવ્યા છે. એફએફપીએ સૂત્રોના આધાર પર શુક્રવારે આ આંકડો આપ્યો હતો. દુનિયાના 163 દેશોથી આ રોગથી ઓછામાં ઓછા 256,296 કેસ સામે આવ્યા અને 11015 દર્દીના મોત થયા છે.
આ વાયરસ સૌથી પહેલા ચીનમાં ડિસેમ્બરમાં સામે આવ્યો હતો જ્યાં તેણે 80976 લોકોને સંક્રમિત કર્યા અને 3248 દર્દીઓના જીવ લીધા હતા. આ રોગથી સૌથી વધારે 4032 મોત ઈટલીમાં થયા છે અને તેના 47021 કેસ સામે આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)