શોધખોળ કરો
Advertisement
G 20 સંમેલનમાં ભાગ લેવા જાપાન પહોંચ્યા PM મોદી, શિંજો આબે સાથે કરી મુલાકાત
પીએમ મોદીનું ઓસાકા એરપોર્ટ પર જોરદાર સ્વાગત કરાયું. ત્યાં હાજર લોકો મોદી-મોદીની સાથે ભારત માતાની જય અને વંદેમાતરમના નારા લગાવ્યા હતા.
ઓસાકાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-20 સંમેલનમાં સામેલ થવા માટે ઓસાકા પહોંચી ગયા છે. ઓસાકા એરપોર્ટ મોદી-મોદીના નારાથી આખું વાતાવરણ ગૂંજી ઉઠ્યું. પોતાની સરકારની બીજી ઇનિંગ્સમાં પીએમ મોદીની આ પહેલી મોટી કૂટનીતિક મુલાકાત છે. જાપાનના ઓસાકામાં ગુરૂવારથી જ દુનિયાના સૌથી શક્તિશાળી 20 દેશોનું સંમેલન શરૂ થઇ ગયું છે.
પીએમ મોદીનું ઓસાકા એરપોર્ટ પર જોરદાર સ્વાગત કરાયું. ત્યાં હાજર લોકો મોદી-મોદીની સાથે ભારત માતાની જય અને વંદેમાતરમના નારા લગાવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના વડાપ્રધાન શિંજો આબે સાથે મુલાકાત કરી હતી.Early morning arrival in Osaka.
The #G20 Summit, bilateral and multilateral interactions await PM @narendramodi in the coming two days. He will elaborate on many issues of global importance and present India’s viewpoint. pic.twitter.com/13OStvVjbn — PMO India (@PMOIndia) June 26, 2019
PM Narendra Modi to Japan PM Shinzo Abe: Thank you once again for the congratulations, you were the first friend of India who congratulated me, on phone. I also express my gratitude for the warm welcome you and Japan Government have accorded to us. pic.twitter.com/ZYrXog7ltR
— ANI (@ANI) June 27, 2019
સાડા ત્રણ વાગ્યે ભારતીય સમુદાયના લોકોને મળશે. જી-20 સમિટ માટે રવાના થતા પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે મહિલા સશક્તિકરણ, ડિજિટાલાઇઝેશન અને જળવાયુ પરિવર્તન જેવા મુદ્દા પર ખાસ જોર રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-20 સમિટમાં 10 દ્વિપક્ષીય બેઠકો કરશે અને શુક્રવારના રોજ અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે.#WATCH Prime Minister Narendra Modi meets Japan Prime Minister Shinzo Abe on the sidelines of the #G20Summit in Osaka, Japan. pic.twitter.com/grd7Ews0Je
— ANI (@ANI) June 27, 2019
વડાપ્રધાન મોદી સિવાય ચીન અને રૂસના નેતા જી 20 શિખર સંમેલનમાં મુલાકાત કરશે અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ‘સંરક્ષણવાદી’ વેપાર નીતિનો મુકાબલો કરવાની રીત પર ચર્ચા કરશે. ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગની 28-29 જૂનના રોજ ઓસાકામાં શિખર સંમેલનમાં ભાગ લેવા માટે જતા પહેલાં ચીનના સહાયક વિદેશ મંત્રી ઝાંગ જુનએ કહ્યું કે જિનપિંગ, ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સાથે બેઠકમાં મુલાકાત કરશે.Japan: Members of the Indian community welcome Prime Minister Narendra Modi as he arrives at Swissotel Nankai hotel in Osaka pic.twitter.com/vOEGwk96rk
— ANI (@ANI) June 26, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
બોલિવૂડ
બોલિવૂડ
Advertisement