![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
PM Modi At White House: PM મોદીના શાકાહારી ડિનરમાં હતી 'પટેલ રેડ બ્લેન્ડ 2019' વાઇન, જાણો કોણ છે રાજ પટેલ, જેણે આ વાઈન બનાવી
પટેલ રેડ બ્લેન્ડ 2019 રાજ પટેલની માલિકીની નાપા વેલી વાઈનરીમાંથી છે. પટેલ મૂળ ગુજરાતી છે, જેઓ અમેરિકામાં સ્થાયી થયા છે.
![PM Modi At White House: PM મોદીના શાકાહારી ડિનરમાં હતી 'પટેલ રેડ બ્લેન્ડ 2019' વાઇન, જાણો કોણ છે રાજ પટેલ, જેણે આ વાઈન બનાવી PM Modi At White House: Wine by Gujarat born Raj Patel on PM Modi US state dinner menu check price PM Modi At White House: PM મોદીના શાકાહારી ડિનરમાં હતી 'પટેલ રેડ બ્લેન્ડ 2019' વાઇન, જાણો કોણ છે રાજ પટેલ, જેણે આ વાઈન બનાવી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/23/8d5434fb1e7b64b310998b4ce1ff6616168749960946276_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
PM Modi At White House Dinner: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે છે, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ગુરુવારે (22 જૂન), પીએમ મોદીએ વ્હાઇટ હાઉસમાં આયોજિત રાત્રિ ભોજનમાં હાજરી આપી હતી, જ્યાં યુએસ પ્રમુખ જો બાઇડેન અને ફર્સ્ટ લેડી જીલ બાઇડેને તેમની યજમાની કરી હતી. વડાપ્રધાનના સન્માનમાં એક શાકાહારી મેનુ ખાસ તૈયાર કરવામાં આવ્યું છે. મેનૂમાં મહેમાનો માટે ભારતીય મૂળના રાજ પટેલની વાઈનરીમાં બનેલી 'પટેલ રેડ બ્લેન્ડ 2019' વાઈનનો ખાસ સમાવેશ થાય છે.
ડિનરમાં લગભગ 400 મહેમાનોએ હાજરી આપી હતી, જેમાં રાજદ્વારીઓ અને અમેરિકન નેતાઓ, જાણીતા ઉદ્યોગપતિઓ, સેલિબ્રિટીઓ સામેલ હતા. પીએમ મોદી માટે તૈયાર કરવામાં આવેલા ડિનરનું મેનુ ફર્સ્ટ લેડી જીલ બાઈડેનની ખાસ દેખરેખ હેઠળ તૈયાર કરવામાં આવ્યું છે. બુધવારે અમેરિકાની ફર્સ્ટ લેડીએ કહ્યું હતું કે તેમણે વ્હાઇટ હાઉસના સ્ટાફ સાથે શેફ નીના કર્ટિસને પીએમ મોદી માટે શાકાહારી મેનુ તૈયાર કરવા કહ્યું છે.
પટેલ વાઇનમાં શું છે ખાસ?
બિઝનેસ ટુડેના અહેવાલ મુજબ, પટેલ રેડ બ્લેન્ડ 2019 રાજ પટેલની માલિકીની નાપા વેલી વાઈનરીમાંથી છે. પટેલ મૂળ ગુજરાતી છે, જેઓ અમેરિકામાં સ્થાયી થયા છે. આ વાઇન મેરલોટ અને કેબરનેટ સોવિગ્નનનું સરસ મિશ્રણ છે. વાઇનરીની વેબસાઇટ અનુસાર, તેની એક બોટલ 75 ડોલર (આશરે 6150 ભારતીય રૂપિયા) માં ઉપલબ્ધ છે.
વ્હાઇટ હાઉસ દ્વારા રાજ પટેલને તેમની કંપનીનો રેડ વાઇન સ્ટેટ ડિનર માટે આપવાનું કહેવામાં આવ્યું હતું. જોકે, તેમને પોતાને આમંત્રણ મળ્યું નથી. ઈન્ડિયા ટુડેએ પટેલને ટાંકીને જણાવ્યું હતું કે, અમને માત્ર વાઈન સપ્લાય કરવા માટે કહેવામાં આવ્યું છે, અમને આમંત્રણ મળ્યું નથી.
કોણ છે રાજ પટેલ?
રાજ પટેલ, જેઓ ગુજરાતના છે. 1970માં ભારતમાંથી અમેરિકાના નોર્થ કેરોલિના પહોંચ્યા હતા. યુસી ડેવિસમાં અભ્યાસ પૂર્ણ કર્યા પછી, પટેલે રોબર્ટ મોન્ડાવી વાઈનરીમાં ઈન્ટર્ન કર્યું અને પોતાનું વાઈન ઉત્પાદન શરૂ કર્યું. પટેલે 2000 ના દાયકામાં વાઇન બનાવવાનું શરૂ કર્યું હતું.
આ પણ વાંચોઃ
અમેરિકામાં PM મોદીનો જાદુ, સેલ્ફી અને ઓટોગ્રાફ માટે સાંસદોની લાગી લાઈનો, જુઓ કેવો હતો માહોલ?
વ્હાઇટ હાઉસમાં ‘મોદી મેજિક’, જાણો બાયડન-PM મોદીના ભાષણની 7 મોટી વાતો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)