(Source: ECI/ABP News/ABP Majha)
PM Modi Update: 23 સપ્ટેમ્બરના રોજ વોશિંગ્ટન ડીસીમાં ગ્લોબલ સીઇઓ સાથે મુલાકાત કરશે PM મોદી
PM મોદી આજે અમેરિકા જવા રવાના થયા. તેઓ 24 સપ્ટેમ્બરે જો બાઇડેન સાથે મુલાકાત કરશે. 23 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન મોદી વોશિંગ્ટન ડીસીમાં ગ્લોબલ સીઇઓ સાથે મુલાકાત કરશે.
નવી દિલ્હીઃ PM મોદી આજે અમેરિકા જવા રવાના થયા. તેઓ 24 સપ્ટેમ્બરે જો બાઇડેન સાથે મુલાકાત કરશે. 23 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન મોદી વોશિંગ્ટન ડીસીમાં ગ્લોબલ સીઇઓ સાથે મુલાકાત કરશે. આ બેઠકમાં ક્વાલકોમ, એડોબ, ફર્સ્ટ સોલર, જનરલ એટોમિક્સ અને બ્લેકસ્ટોનના પ્રમુખ સામેલ હશે. તે સિવાય વડાપ્રધાન મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસ સાથે દ્ધિપક્ષીય વાતચીત કરશે. મંગળવારે સંયુક્ત રાષ્ટ્રને સંબોધિત કરશે અને ક્વોડ લીડર્સ સમિટમાં પણ ભાગ લેશે. 23 અને 24 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન મોદી ક્રમશ હૈરિસ અને બાઇડન સાથે મુલાકાત કરશે. જો બાઇડેન રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમવાર વડાપ્રધાન મોદીનો અમેરિકા પ્રવાસ છે. બાઇડેન સાથે પોતાની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી અફઘાનિસ્તાનની સ્થિતિ અને આતંકવાદ મુદ્દે ચર્ચા કરી શકે છે.
PM Modi's US visit | On 23rd September, PM Modi will meet global CEOs in Washington DC. The Heads of Qualcomm, Adobe, First Solar, General Atomics and Blackstone to participate in the meeting. pic.twitter.com/knPPARwrkB
— ANI (@ANI) September 22, 2021
બંને નેતા વચ્ચે દ્વીપક્ષીય વાતચીત કટ્ટરપંથી અને આતંકવાદ મુદ્દે થશે. ક્ષેત્રીય સમસ્યાના નિવારણ મુદ્દે ચર્ચાં થશે. અફઘાનિસ્તાનના ઘટનાક્રમ વિશે પણ ચર્ચા થઇ શકે છે. વ્હાઇટ હાઉસના એક ટોચના અધિકારીએ કહ્યું કે બંન્ને નેતાઓ હિંદ-પ્રશાંતમાં વધતા ચીનના પ્રભાવ પર ચર્ચા કરશે. વાતચીત દરમિયાન કોરોના મહામારી પર પણ ચર્ચા થશે. વ્હાઇટ હાઉસના અધિકારીએએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, નેતા સંબંધોને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. બાઇડન અને હેરિસ પ્રશાસને એક સ્વતંત્ર ઇન્ડો પેસેફિકને જાળવી રાખવા માટે એક સાથે કામ કરવા માટે ભારત સાથે ભાગીદારી વધારી છે. જેનાથી કોરોના મહામારી સમાપ્ત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તે જ દિવસે વડાપ્રધાન મોદી વ્હાઇટ હાઉસના બાઇડેન, જાપાની વડાપ્રધાન યોશીહિદે સુગા અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન સાથે પ્રથમવાર વ્યક્તિગત રીતે ક્વાર્ડ લીડર્સ સમિટમાં ભાગ લેશે. વિદેશ સચિવ હર્ષ વી શ્રુંગલાએ કહ્યુ કે ભારત. અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાન કનેક્ટિવિટી અને માળખાકીય સુવિધાઓ, ટેકનોલોજી અને જળવાયુ પરિવર્તન અને શિક્ષણ મુદ્દે ચર્ચા કરશે. ક્વાર્ડ ફ્રેમવર્ક હેઠળ સહયોગનો એજન્ડા રચનાત્મક અને વિવિધ છે.