LPG, PF, UPI અને... એક જાન્યુઆરીથી થવા જઇ રહ્યા છે આ મોટા ફેરફારો
નવા વર્ષની સાથે પર્સનલ ફાઇનાન્સ અને બેન્કિંગ સાથે જોડાયેલા ઘણા મોટા ફેરફારો જોવા મળશે.
નવા વર્ષની સાથે પર્સનલ ફાઇનાન્સ અને બેન્કિંગ સાથે જોડાયેલા ઘણા મોટા ફેરફારો જોવા મળશે. 1 જાન્યુઆરી, 2025થી જે વસ્તુઓ બદલાતી જોવા મળશે તેમાં એલપીજીના ભાવ, UPI યુઝર્સ માટે નવી સુવિધાઓ અને EPFO સભ્યોનો સમાવેશ થાય છે. તમારા માટે 1 જાન્યુઆરી, 2025થી થનારા આ ફેરફારો વિશે જાણવું મહત્વપૂર્ણ છે, કારણ કે આ ફેરફારો વિશે જાણ ન થવાથી મહત્વપૂર્ણ સમયમર્યાદા ચૂકાઇ જશે જેના કારણે તમે કેટલીક યોજનાઓના લાભોથી વંચિત રહી શકો છો.
એલપીજીના ભાવમાં ફેરફાર
સરકાર દર મહિનાની શરૂઆતમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે અને છેલ્લા કેટલાક દિવસોમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. 14 કિલોના સબસિડીવાળા એલપીજી સિલિન્ડરની કિંમત લાંબા સમયથી સ્થિર છે. નવા વર્ષની શરૂઆતમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થવાની આશા છે.
EPFO સભ્યો માટે ATM સુવિધા
EPFOમાં નોંધાયેલા 7 કરોડથી વધુ કર્મચારીઓને નવા વર્ષ પર ખાસ ભેટ મળી શકે છે. શક્ય છે કે કેન્દ્ર સરકાર નિયમિત ડેબિટ કાર્ડની જેમ EPFOમાંથી પૈસા ઉપાડવા માટે ATM કાર્ડ જાહેર કરી શકે. એક નિવેદનમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, સરકાર દેશના કર્મચારીઓને વધુ સારી સેવાઓ પ્રદાન કરવા માટે તેની IT સિસ્ટમને વધારવાની પ્રક્રિયામાં છે.
ફીચર ફોન માટે UPI મર્યાદા વધશે
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ તાજેતરમાં UPI સુવિધાને એવા ફીચર ફોન્સ માટે શરૂ કરી છે જેમાં ઈન્ટરનેટ સુવિધા નથી. UPI 123Pay સુવિધા ફીચર ફોન યુઝર્સને UPI દ્વારા 5,000 રૂપિયા સુધીની ચુકવણી કરવા સક્ષમ બનાવે છે, પરંતુ હવે આ મર્યાદા વધારીને 10,000 કરવામાં આવી છે અને આ ફેરફાર 1 જાન્યુઆરી, 2025થી અમલમાં આવશે.
ફિક્સ ડિપોઝિટમાં ફેરફાર
આરબીઆઈએ નોન-બેન્કિંગ ફાઈનાન્સિયલ કંપનીઓ અને હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ માટે ફિક્સ્ડ ડિપોઝિટ નિયમોમાં ફેરફાર કર્યા છે. નવા FD નિયમો જાન્યુઆરી 2025 થી અમલમાં આવશે.
સેન્સેક્સ, બેન્કેક્સ, સેન્સેક્સ 50 મંથલી કોન્ટ્રાક્ટની તારીખ
સેન્સેક્સ, બેન્કેક્સ અને સેન્સેક્સ 50 ઇન્ડેક્સ ડેરિવેટિવ કોન્ટ્રાક્ટની એક્સપાયરી ડેટ 1 જાન્યુઆરી, 2025થી બદલવામાં આવશે. 28 નવેમ્બરના રોજ બીએસઈની જાહેરાત મુજબ, સેન્સેક્સના સાપ્તાહિક કોન્ટ્રાક્ટ 1 જાન્યુઆરી, 2025થી દર અઠવાડીયે શુક્રવારથી દર મંગળવાર સુધી સમાપ્ત થશે.
UPI ચુકવણી
1 જાન્યુઆરી, 2025થી યુપીઆઈ દ્વારા વોલેટ અથવા અન્ય પીપીઆઈ દ્વારા ચુકવણી કરી શકાશે. આ સિવાય જે લોકો થાઈલેન્ડ, અમેરિકા, બ્રિટન વગેરે દેશો માટે ભારતીય વિઝા માટે અરજી કરવા માંગે છે તેઓને નવા નિયમો જાણવા જોઈએ. કારણ કે આમાં પણ 1 જાન્યુઆરી 2025 થી ઘણું બદલાવા જઈ રહ્યું છે.
Health Insurance Claim: IRDAI રિપોર્ટમાં વીમા કંપનીઓની પોલ ખુલી, આટલા લોકોના ક્લેઇમ થયા રિજેક્ટ