PM Modi in UAE Live: મહંત સ્વામીના હસ્તે BAPS મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા, PM મોદી સાંજે પહોંચશે
PM Modi UAE Visit Live: આ મંદિર UAEની રાજધાની અબુ ધાબીમાં 'અલ વાકબા' નામની જગ્યા પર બનાવવામાં આવ્યું છે. આ ધાર્મિક સ્થળ 20,000 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે

Background
PM Modi UAE Visit Live: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે રાજસ્થાનના ગુલાબી પથ્થરોમાંથી બનેલા અબુધાબીના પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન બે દિવસની મુલાકાતે UAE આવ્યા છે. આ મંદિર તેની ભવ્યતાથી દુનિયાભરના લોકોને આકર્ષે છે. 27 એકરમાં બનેલું આ 108 ફૂટ ઊંચું મંદિર એક સ્થાપત્ય અજાયબી માનવામાં આવે છે. ગંગા અને યમુના નદીઓનું પવિત્ર જળ મંદિરની બંને બાજુ વહે છે, જેને ભારતથી વિશાળ કન્ટેનરમાં લાવવામાં આવ્યું હતું.
મંદિરનું નિર્માણ કરનાર બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના આંતરરાષ્ટ્રીય સંબંધોના વડા સ્વામી બ્રહ્મવિહારીદાસે મંગળવારે જણાવ્યું હતું કે મંદિરના ખૂણેખૂણે ભારતની ઝલક જોવા મળશે. અહીં તમને વારાણસીના ઘાટની ઝલક પણ જોવા મળશે.
શું છે મંદિરની વિશેષતા?
સ્વામી બ્રહ્મવિહારીદાસે મંગળવારે જણાવ્યું હતું કે અબુધાબીમાં બનેલું હિન્દુ મંદિર 108 ફૂટનું છે. તેમાં 40,000 ક્યુબિક ફૂટ માર્બલ, 1,80,000 ક્યુબિક ફૂટ ગુલામી પથ્થર, 18,00,000 ઈંટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરમાં 300 સેન્સર લગાવવામાં આવ્યા છે.
પીએમ મોદીએ દ્વિપક્ષીય બેઠક અને અહલાન મોદી કાર્યક્રમ દરમિયાન UAEમાં BAPS મંદિરના નિર્માણ માટે રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદનો પણ આભાર માન્યો હતો. તેણે કહ્યું, સાત મહિનામાં ઝાયેદ સાથે આ મારી પાંચમી મુલાકાત છે. જ્યારે પણ હું અહીં આવું છું ત્યારે મને એવું લાગે છે કે જાણે હું મારા પરિવારની વચ્ચે છું. તેમણે ખુલાસો કર્યો કે, મેં રાષ્ટ્રપતિને મંદિર માટે વિનંતી કરી હતી. તેમણે જરા પણ વિલંબ કર્યા વિના કહ્યું, જ્યાં સુધી રેખા દોરવામાં આવશે તે જગ્યા મંદિર માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ તમારા ભારત પ્રત્યેના પ્રેમનું ઉદાહરણ છે.
વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ 2024ને સંબોધિત કરશે
મોદી યુએઇના રાષ્ટ્રપતિ સાથે પરસ્પર હિતના ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે વડાપ્રધાન મોદી UAEના ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને સંરક્ષણ મંત્રી શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમને પણ મળશે. પીએમ મોદી બુધવારે દુબઈમાં વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ 2024ને ગેસ્ટ ઓફ ઓનર તરીકે સંબોધિત કરશે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2015માં પીએમ મોદીએ ઐતિહાસિક મુલાકાત લીધી હતી. આ પછી બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં વધારો થયો છે.
UAE માં હિન્દુ મંદિર ક્યાં બનેલું છે?
આ મંદિર UAEની રાજધાની અબુ ધાબીમાં 'અલ વાકબા' નામની જગ્યા પર બનાવવામાં આવ્યું છે. આ ધાર્મિક સ્થળ 20,000 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. હાઈવેને અડીને આવેલ અલ વાકબા નામનું સ્થળ અબુ ધાબીથી લગભગ 30 મિનિટ દૂર છે. UAE નું પહેલું હિન્દુ મંદિર 2023 માં પૂર્ણ થઈ શકે છે, પરંતુ તેની કલ્પના લગભગ અઢી દાયકા પહેલા 1997 માં BAPS સંસ્થાના તત્કાલિન વડા પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા કરવામાં આવી હતી.
પીએમ મોદીએ UAEના ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સાથે મુલાકાત
પીએમ મોદીએ UAEના ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મખતુમ સાથે મુલાકાત કરી હતી.
#WATCH | PM Modi meets Sheikh Mohammed bin Rashid Al Maktoum, Vice President and Prime Minister of the UAE and Ruler of Dubai, in Dubai pic.twitter.com/lstjG64cD8
— ANI (@ANI) February 14, 2024
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અબુ ધાબીમાં મેડાગાસ્કરના રાષ્ટ્રપતિ સાથે બેઠક કરી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અબુ ધાબીમાં મેડાગાસ્કરના રાષ્ટ્રપતિ એન્ડ્રી રાજોઇલીના સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.
#WATCH | Prime Minister Narendra Modi holds a bilateral meeting with President of Madagascar, Andry Rajoelina in Abu Dhabi. pic.twitter.com/a2GcTp1LyX
— ANI (@ANI) February 14, 2024





















