Zelensky US Visit: યુક્રેનના રાષ્ટ્રપતિનું અમેરિકામાં ભવ્ય સ્વાગત, Zelenskyએ કહ્યુ- 'ક્યારેય સરેન્ડર નહી કરીએ'
અમેરિકાએ ફરી એકવાર રશિયાને કડક સંદેશ આપ્યો અને ઝેલેન્સકીનું ખુલ્લેઆમ સ્વાગત કર્યું
Volodymyr Zelensky US Visit: રશિયા સાથે યુદ્ધ શરૂ થયું ત્યારથી અમેરિકા સતત યુક્રેનના સમર્થનમાં ઊભું રહ્યું છે. આ માટે અમેરિકા તરફથી યુક્રેનને ઘણી વખત મદદ આપવામાં આવી છે, ત્યાર પછી હવે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી અમેરિકા પહોંચી ગયા છે. જ્યાં તેમણે વ્હાઇટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ઝેલેન્સકીએ બાઇડનને તેમના સમર્થન માટે આભાર માન્યો હતો. બેઠક બાદ બંને દેશો તરફથી નિવેદનો પણ જાહેર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ઝેલેન્સકીએ સ્પષ્ટ કર્યું કે તેઓ ક્યારેય આત્મસમર્પણ નહીં કરે.
America welcomes you, Mr. President. pic.twitter.com/emqWCAYaTv
— President Biden (@POTUS) December 21, 2022
અમેરિકાએ ફરી એકવાર રશિયાને કડક સંદેશ આપ્યો અને ઝેલેન્સકીનું ખુલ્લેઆમ સ્વાગત કર્યું અને કહ્યું કે યુક્રેન ક્યારેય એકલું નહીં રહે. એટલું જ નહીં, બાઇડને યુક્રેનને 1.85 બિલિયન ડોલરની સહાયની પણ જાહેરાત કરી હતી. આ દરમિયાન અમેરિકન સાંસદોએ ઉભા થઈને ઝેલેન્સકીનું સ્વાગત કર્યું હતું.
#BREAKING Ukraine's Zelensky receives standing ovation from US lawmakers pic.twitter.com/cUxuGq5UKC
— AFP News Agency (@AFP) December 22, 2022
બાઇડને કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે યુદ્ધ સમાપ્ત થાય
ઝેલેન્સકીને મળ્યા પછી જો બાઇડને અમેરિકા તરફથી પોતાનું નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે અમે બરાબર એક જ દ્રષ્ટિકોણ ધરાવીએ છીએ. અમે બંને ઇચ્છીએ છીએ કે આ યુદ્ધ સમાપ્ત થાય. યુનાઇટેડ સ્ટેટ્સ અને તેના સાથી દેશો યુક્રેનને યુદ્ધના મેદાનમાં સફળ થવામાં મદદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. જેથી જ્યારે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી રશિયનો સાથે વાત કરવા તૈયાર હોય ત્યારે તેઓ પણ સફળ થઈ શકે કારણ કે તેઓ યુદ્ધના મેદાનમાં જીત્યા હશે.
ઝેલેન્સકીએ અમેરિકન પેકેજનો ઉલ્લેખ કર્યો
અમેરિકી રાષ્ટ્રપતિને મળ્યા બાદ ઝેલેન્સકીએ યુક્રેન વતી એક નિવેદન પણ બહાર પાડ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે અમારી વાતચીતનો ફોકસ યુક્રેનને વધુ મજબૂત કરવાનો હતો. હું ઘરે જઈ રહ્યો છું તેથી મારી પાસે એક સારા સમાચાર છે કારણ કે અમેરિકા તરફથી યુક્રેનને એક પેકેજ આપવામાં આવ્યું છે. તેનાથી યુક્રેનની એરસ્પેસ સુરક્ષિત કરવામાં મદદ મળશે. આ પેકેજ પછી આપણે આપણા ઉર્જા ક્ષેત્ર, આપણા લોકો અને આપણા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર આતંકવાદી દેશના હુમલાને રોકી શકીશું. જો કે, આ દરમિયાન ઝેલેન્સકીએ એ પણ સ્પષ્ટ કર્યું કે યુક્રેનને આપવામાં આવેલી મદદ દાન નથી, પરંતુ તે એક રોકાણ છે.
ઝેલેન્સકીએ પુતિન પર શું કહ્યું?
આ દરમિયાન જ્યારે ઝેલેન્સકીને રશિયન રાષ્ટ્રપતિ પુતિન વિશે સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે અમારે તેમને કોઈ સંદેશ આપવાની જરૂર નથી. હું માનું છું કે વિશ્વ પ્રત્યેની તેમની દ્રષ્ટિનો કોઈ અંત નથી. તેઓએ વિશ્વના લોકોનું ધ્યાન તેમની તરફ દોરવાની જરૂર છે, કારણ કે તેઓ સંસ્કારી સમાજનો ભાગ નથી. આ દરમિયાન ઝેલેન્સકીએ એવો પણ દાવો કર્યો હતો કે રશિયાએ યુક્રેન પર પોતાનું સંપૂર્ણ નિયંત્રણ ગુમાવી દીધું છે અને તેનો મોટો આંચકો લાગ્યો છે.