શોધખોળ કરો
Advertisement
રાહુલ ગાંધીએ RSSની તુલના મુસ્લિમ બ્રધરહૂડ સાથે કરી, BJPએ કહ્યું- માફી માંગે
લંડન: જર્મનીથી બ્રિટન પહોંચેલા કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ની તુલના મુસ્લિમ બ્રધરહૂડ સાથે કરતા રાજનીતિ ગરમાઈ છે. મુસ્લિમ બ્રધરહૂ઼ડ અરબ દેશોનું એક કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠન છે. લંડન સ્થિત થિંક ટેન્ક ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટયૂટ ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝમાં લોકોને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે આરએસએસની વિચારધારા આરબ જગતના મુસ્લિમ બ્રધરહુડ જેવી છે. તેઓ ભારતની વિચારશ્રેણી બદલવાના પ્રયાસો કરી રહ્યું છે. તેની પાછળ તેમનો વિચાર એ છે કે એક જ વિચારધારા તમામ સંસ્થાનોમાં રહેવો જોઈએ.
રાહુલ ગાંધીએ કહ્યુ કે, આરએસએસ ભારતની પ્રકૃતિને બદલવાનો પ્રયાસ કરી રહી છે. અન્ય પાર્ટીઓએ ભારતની સંસ્થાઓ પર કબ્જો કરવા માટે ક્યારેય હુમલો કર્યો નથી. આરએસએસની વિચારધારા અરબ દેશોની મુસ્લિમ બ્રધરહૂડ જેવી છે. તેમણે કહ્યું ભારત ત્યારે જ સફળ થયું જ્યારે સત્તા વિકેન્દ્રીકૃત થઈ. છેલ્લાં ચાર વર્ષમાં મોટા પાયે સત્તાનું કેન્દ્રીકરણ થયું છે. આજે સત્તાની સમગ્ર તાકાત પીએઓમાં જ કેન્દ્રીત થઈ ગઈ છે.
કૉંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, ભાજપ અને આરએસએસ આપણા લોકોની વચ્ચે ભાગલા પાડી રહ્યા છે. તેઓ આપણા દેશમાં નફરત ફેલાવી રહ્યા છે. અમારુ કામ લોકોમાં એકતા લાવવી અને દેશને આગળ લઈ જવાનું છે. અમે દેખાડ્યું છે આ કેવી રીતે કરી શકાય છે.
બીજી તરફ ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ રાહુલ ગાંધી પર પલટવાર કરતા કહ્યું કે, આ નિવેદન પર તેમણે ત્યાંથી જ માફી માંગવી પડશે. વિદેશની ધરતી પર જઈને પોતાના દેશને અપમાનિત અને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે ભારતને બદનામ કરવાની કોની સુપારી લઈ રાખી છે. સંબિત પાત્રાએ કહ્યું, તેઓ આપણા દેશના નેતા છે અને બહાર જઈને નિરાશા બતાવી રહ્યા છે તે ખૂબજ દુખનો વિષય અને ચિંતાનો વિષય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ટેકનોલોજી
ટેકનોલોજી
Advertisement