શોધખોળ કરો
Advertisement
વિશ્વના આ બે દેશોમાં એક જ દિવસમાં કોરોનાના નવા 1.12 લાખ કેસ નોંધાતાં હાહાકાર, વિશ્વના 41 ટકા કેસ આ બે દેશમાં
છેલ્લા 24 કલાકમાં અહીં ક્રમશઃ 54 હજાર અને 58 હજાર નવા કેસો નોંધાયા છે. જ્યારે ક્રમશઃ 1381 અને 1164 મોતો થઇ છે. જોકે, દુનિયામાં છેલ્લા થોડાક દિવસના આંકડા જોઇએ તો સૌથી વધુ કેસો ભારતમાં વધ્યા છે. આ પછી બ્રાઝિલ અને અમેરિકામાં સૌથી વધુ કેસો નોંધાયા છે
વૉશિંગટનઃ દુનિયામાં કોરોનાનો કેર સતત વધી રહ્યો છે. દુનિયાના મોટા દેશાં સૌથી વધુ કોરોનાનુ સંક્રમણ ફેલાઇ રહ્ુ છે. અમેરિકા અને બ્રાઝિલમાં સૌથી વધુ કેસો સામે આવી રહ્યાં છે. કોરોનાના 41 ટકા કેસો અમેરિકા અને બ્રાઝિલમાંમાથી છે. એટલુ જ નહીં 36 ટકા મોતો પણ આ બે દેશોમાં જ થઇ છે.
છેલ્લા 24 કલાકમાં અહીં ક્રમશઃ 54 હજાર અને 58 હજાર નવા કેસો નોંધાયા છે. જ્યારે ક્રમશઃ 1381 અને 1164 મોતો થઇ છે. જોકે, દુનિયામાં છેલ્લા થોડાક દિવસના આંકડા જોઇએ તો સૌથી વધુ કેસો ભારતમાં વધ્યા છે. આ પછી બ્રાઝિલ અને અમેરિકામાં સૌથી વધુ કેસો નોંધાયા છે.
કોરોના સંક્રમણ પર નજર રાખનારી વેબસાઇટ વર્લ્ડોમીટર અનુસાર, અમેરિકામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા ગુરુવારે સવાર સુધી વધીને 53 લાખ 60 હજાર પહોંચી ગઇ છે, 1 લાખ 69 હજાર લોકોના મોત થઇ ચૂક્યા છે. વળી બ્રાઝિલમાં કુલ સંક્રમિતોની સંખ્યા 31 લાખ 70 હજાર થઇ ગઇ છે, એક લાખ ચાર હજારનો મોત થઇ ચૂક્યા છે, બન્ને દેશોમાં મૃત્યુદર ક્રમશઃ 3.15% અને 3.28% છે.
અમેરિકામાં અત્યાર સુધી 28 લાખ લોકો સાજા થઇ ચૂક્યા છે, જે કુલ સંક્રમિતોના 52 ટકા છે, 23 લાખ 78 હજાર એક્ટિવ કેસ છે એટલે કે આ લોકો હજુ પણ વાયરસથી સંક્રમિત છે. આની ટકાવારી 44.38 ટકા છે, વળી બ્રાઝિલામાં રિક્વરી રેટ 72.84 ટકાનો છે, એટલે કે કુલ સંક્રમિતોમાંથી 23 લાખથી વધુ લોકો સાજા થઇ ચૂક્યા છે. 7 લાખ 56 હજાર એટલે કે 23.86 ટકા એક્ટિવ કેસ છે, આમનો હૉસ્પીટલમાં ઇલાજ ચાલી રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
અમદાવાદ
અમદાવાદ
Advertisement
gujarati.abplive.com
Opinion