શોધખોળ કરો

Russia Ukraine War: યુદ્ધનાં ભણકારાઃ નાટો દેશ પોલેન્ડમાં રશિયાની મિસાઈલ પડવાથી હોબાળો મચી ગયો, 2 લોકોના મોતના સમાચાર

જો આ સમાચાર સાચા સાબિત થાય છે, તો આ ભીષણ યુદ્ધ હવે વિશ્વ યુદ્ધનું સ્વરૂપ લેતું જોવા મળે છે કારણ કે પોલેન્ડ નાટોનું સભ્ય છે.

Russia-Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એવા અહેવાલ છે કે યુક્રેન સરહદ નજીક નાટોના સભ્ય દેશ પોલેન્ડમાં એક રશિયન મિસાઈલ પડી છે. આ અકસ્માતમાં બે લોકોના મોતના પણ સમાચાર છે. જો કે રશિયાએ આવા કોઈપણ મિસાઈલ હુમલાનો ઈન્કાર કર્યો છે. જો આ સમાચાર સાચા સાબિત થાય છે, તો આ ભીષણ યુદ્ધ હવે વિશ્વ યુદ્ધનું સ્વરૂપ લેતું જોવા મળે છે કારણ કે પોલેન્ડ નાટોનું સભ્ય છે.

નાટો દેશ પોલેન્ડમાં રશિયન મિસાઈલ પડી

મંગળવારે રશિયન સેનાએ યુક્રેનના અનેક શહેરોને નિશાન બનાવીને મિસાઈલ હુમલો કર્યો હતો. જેમાં યુક્રેનની રાજધાની કિવ, ખાર્કિવ, લિવ અને પોલ્ટેવા શહેરો પર અનેક મિસાઈલો છોડવામાં આવી હતી. એપી ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, આ હુમલામાં, કેટલીક રશિયન મિસાઇલો યુક્રેન સરહદ નજીક પોલેન્ડમાં પડી હતી, જેમાં 2 લોકોના મોત થયા હતા. પોલિશ મીડિયા અનુસાર, આ મિસાઇલો પોલેન્ડના ગામ પ્રોજેવોડોમાં પડી છે.

પોલેન્ડે રાત્રે જ ઇમરજન્સી બેઠક બોલાવી હતી

પોલેન્ડના વિદેશ મંત્રાલયે પણ આ સમાચારની પુષ્ટિ કરી છે. રશિયન મિસાઈલના પતન બાદ પોલેન્ડ સરકારે રાત્રે જ ડિફેન્સ કાઉન્સિલની ઈમરજન્સી બેઠક બોલાવી હતી. જો કે રશિયાના સંરક્ષણ મંત્રાલયે આ ઘટનાને નકારી કાઢી છે. રશિયન સરકારનું કહેવું છે કે આ સમાચાર સંપૂર્ણપણે ખોટા છે. રશિયાએ કહ્યું કે મામલાને ઉડાડવા માટે આવા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે.

ઝેલેન્સકીએ નાટો પાસેથી કાર્યવાહીની માંગ કરી

બીજી તરફ, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ નાટો દેશોને રશિયા વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે. ઝેલેન્સકીએ કહ્યું કે રશિયાનો આતંક હવે માત્ર આપણા દેશની સરહદો સુધી સીમિત નથી રહ્યો. તેમણે કહ્યું કે નાટો દેશ પર હુમલો ગંભીર બાબત છે. તેમણે નાટોને આ મામલે રશિયા સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ઝેલેન્સ્કીએ પોલેન્ડના રાષ્ટ્રપતિ એન્ડ્રેઝ ડુડા સાથે વાત કરી અને રશિયન મિસાઇલો દ્વારા માર્યા ગયેલા પોલિશ નાગરિકોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો. ડુડા સાથે વાત કર્યા બાદ ઝેલેન્સકીએ કહ્યું કે અમે ઉપલબ્ધ માહિતીની આપલે કરી છે અને તમામ હકીકતો સ્પષ્ટ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે યુક્રેન, પોલેન્ડ, સમગ્ર યુરોપ અને વિશ્વને આતંકવાદી રશિયાથી સંપૂર્ણપણે બચાવવું પડશે.

બિડેને નાટોની ઇમરજન્સી બેઠક બોલાવી

તે જ સમયે, અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને આ ઘટના બાદ નાટોના સભ્ય દેશોના પ્રતિનિધિઓ સાથે ઈમરજન્સી બેઠક યોજી હતી. બિડેને પોલેન્ડના રાષ્ટ્રપતિ એન્ડ્રેજ ડુડા સાથે ફોન પર વાત કરીને સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી. પોલેન્ડે પણ કલમ-4નો ઉપયોગ કરીને નાટો દેશોની ઈમરજન્સી બેઠક બોલાવી છે. જણાવી દઈએ કે નાટોમાં સામેલ સભ્ય દેશો કલમ-4નો ઉપયોગ કરીને પોતાની સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દા પર ઈમરજન્સી મીટિંગ બોલાવી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
Embed widget