શોધખોળ કરો

Russia-Ukrain : વિશાળ ડેમ પર ત્રાટક્યુ રશિયા, યુક્રેનમાં મચી શકે છે હાહાકાર

ઑક્ટોબર 2022માં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકીએ પણ આશંકા વ્યક્ત કરી હતી કે રશિયા ડેમમાં બ્લાસ્ટ કરવાનું કાવતરું ઘડી રહ્યું છે. આ ડેમ ખેરસન ક્ષેત્રના ભાગમાં આવલો છે જેના પર હાલ રશિયાનો કબજો.

Russia-Ukrain War : રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ હવે ગંભીર તબક્કામાં પહોંચ્યું છે. એક તરફ યુક્રેને રશિયાની રાજધાની મોસ્કોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. તેનાથી વધુ રોષે ભરાયેલા રશિયન દળોએ યુક્રેનના સૌથી મોટા ડેમને જ ઉડાવી દીધો છે. મંગળવારે વહેલી સવારે દક્ષિણ યુક્રેનમાં સ્થિત નોવા કાખોવકા ડેમમાં બ્લાસ્ટ થયો હતો અને યુક્રેનમાં પાણી પ્રલય લાવી શકે છે. યુક્રેનની સેનાએ પણ આ વાતની પુષ્ટિ કરી છે. 

ઑક્ટોબર 2022માં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકીએ પણ આશંકા વ્યક્ત કરી હતી કે રશિયા ડેમમાં બ્લાસ્ટ કરવાનું કાવતરું ઘડી રહ્યું છે. આ ડેમ ખેરસન ક્ષેત્રના ભાગમાં આવલો છે જેના પર હાલ રશિયાનો કબજો છે અને રશિયા દ્વારા જ આ વિસ્તારને નિયંત્રિત કરવામાં આવી રહ્યું છે. જોકે, રશિયા દ્વારા નિયુક્ત કરાયેલા પ્રદેશના મેયરે તેને 'આતંકનું કૃત્ય' ગણાવ્યું છે.

યુક્રેનમાં મચી શકે છે હાહાકાર

નોવા કાખોવકા ડેમ યુક્રેનની સૌથી મોટી ડીનીપર નદી પર બાંધવામાં આવ્યો છે અને તે ખેરસન શહેરથી 30 કિમી પૂર્વમાં સ્થિત છે. આ બંધનું તુટવું સ્થાનિક વિસ્તાર માટે વિનાશક સાબિત થશે. તેમજ યુક્રેનને યુદ્ધનીતિઓ પર ગંભીર અસર પહોંચાડશે. ડેમના કારણે પાણીનો વિશાળ જથ્થો રોકાઈ ગયો હતો. આ ડેમ 30 મીટર લાંબો અને સેંકડો મીટર પહોળો છે. તે 1956માં કાખોવકા હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ હેઠળ બનાવવામાં આવ્યો હતો. કહેવાય છે કે, આ ડેમમાં લગભગ 18 ઘન કિલોમીટર પાણી છે. આટલું પાણી અમેરિકાના ઉટાહના ગ્રેટ સોલ્ટ લેકમાં રહેલા પાણીના જથ્થા જેટલું છે.

પાવર પ્લાન્ટને પૂરું પાડવામાં આવે છે પાણી 

ડેમ ફાટવાથી ખેરસન સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ખેરસનના કેટલાક ભાગો 2022 ના અંતમાં યુક્રેનિયન સેના દ્વારા કબજે કરવામાં આવ્યા હતા. ડેમ પર વિસ્ફોટ બાદ ખેરસન પ્રદેશના વડાએ રહેવાસીઓને સ્થળાંતર કરવા કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, પાંચ કલાકમાં પાણી ગંભીર સ્તરે પહોંચી જશે. આ ડેમ દક્ષિણમાં ક્રિમીઆને પાણી પૂરું પાડે છે, જેને ર2014માં રશિયાએ પોતાનામાં ભેળવી દીધું હતું. આ ઉપરાંત ઝાપોરિઝ્ઝ્યા ન્યુક્લિયર પ્લાન્ટને પણ પાણી પૂરું પાડવામાં આવે છે. આ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ યુરોપનો સૌથી મોટો પ્લાન્ટ છે.

યુક્રેનની સમસ્યાઓ વધશે

આ ઘટના બાદ ઝેલેન્સકીએ ટ્વિટર પર લખ્યું, 'રશિયન આતંકવાદી. કાખોવકા ડેમનો વિનાશ એ પુરવાર કરે છે કે, રશિયાને  યુક્રેનની જમીનના ખુણે ખુણેથી હાંકી કાઢવામાં આવે. તેના માટે એક મીટર જમીન પણ ના છોડવી જોઈએ કારણ કે, તેઓ દરેક મીટરનો ઉપયોગ આતંક માટે કરે છે. તેમણે કહ્યું હતું કે, તમામ સેવાઓ કાર્યરત છે. ડેમની મદદથી કાખોવકા હાઇડ્રો પાવર પ્લાન્ટ સુધી વીજળી પહોંચે છે. ડેમ તોડી પાડવામાં આવતા યુક્રેનમાં પહેલાથી જ રહેલી ઉર્જા સમસ્યાઓ વધારે વિકરાળ બનશે. તે ક્રિમીયા સહિત મોટાભાગના દક્ષિણ યુક્રેનને પાણી પુરૂ પાડતી કેનાલ સિસ્ટમનો પણ નાશ કરી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Winter News: 7 શહેરોમાં નોંધાયુ 17 ડિગ્રી તાપમાન, સૌથી નીચુ તાપમાન નલિયામાંMount Abu: ગુરુ શિખર પર માઈનસ 3 ડિગ્રી તાપમાન, પ્રવાસીઓ ઠુંઠવાઈ ગયા | Weather NewsDelhi Pollution News:દિલ્હીમાં પ્રદુષણને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, જુઓ વીડિયોમાંSharemarket : શેરમાર્કેટ ખૂલ્યુ ભારે ઉછાળા સાથે, સેન્સેક્સ ખૂલ્યો 450 પોઈન્ટના વધારા સાથે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Embed widget