Russia Ukraine Crisis: રશિયન ગેસ, તેલ અને ઊર્જા તમામ આયાત પર પ્રતિબંધ, અમેરિકાના પ્રમુખની મોટી જાહેરાત
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને મોટી જાહેરાત કરતા કહ્યું, ' અમે રશિયન ગેસ, તેલ અને ઊર્જાની તમામ આયાત પર પ્રતિબંધ મૂકી રહ્યા છીએ,"
રશિયા અને યૂક્રેનના યુદ્ધ વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને મોટી જાહેરાત કરતા કહ્યું, ' અમે રશિયન ગેસ, તેલ અને ઊર્જાની તમામ આયાત પર પ્રતિબંધ મૂકી રહ્યા છીએ,"
"We're banning all imports of Russian gas, oil, and energy," announces US President Joe Biden
— ANI (@ANI) March 8, 2022
(File pic) pic.twitter.com/Lfi3tfa9Nf
જાહેરાત કરતાં બિડેને કહ્યું હતું કે, "અમે ઈતિહાસમાં આર્થિક પ્રતિબંધોના સૌથી મહત્વપૂર્ણ પેકેજનો અમલ કરી રહ્યા છીએ અને તેનાથી રશિયાની અર્થવ્યવસ્થાને નોંધપાત્ર નુકસાન થશે." જો બિડેને કહ્યું, "અમે આ પ્રતિબંધ સાથે આગળ વધી રહ્યા છીએ, એ સમજીને કે અમારા ઘણા યુરોપિયન સાથીઓ અને ભાગીદારો અમારી સાથે જોડાવાની સ્થિતિમાં ન હોઈ શકે છે."
ઝેલેન્સકીની અપીલ બાદ લેવાયેલા પગલાં
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી દ્વારા અમેરિકા અને પશ્ચિમી દેશોમાંથી આયાત ઘટાડવાની અપીલ બાદ અમેરિકી રાષ્ટ્રપતિએ આ પગલું ભર્યું છે. નાણાકીય ક્ષેત્રો પર ગંભીર પ્રતિબંધો હોવા છતાં, ઊર્જા નિકાસોએ રશિયામાં સ્થિર પ્રવાહ જાળવી રાખ્યો છે.
હાલમાં, યુ.એસ. એકલું આ બાબતે પહેલ કરી રહ્યું છે, જો કે તે તેના યુરોપિયન સાથીઓ સાથે પરામર્શ કરવાનું ચાલુ રાખશે, જેઓ રશિયન ઊર્જા પુરવઠા પર વધુ નિર્ભર છે.
રશિયાના હુમલા વચ્ચે યુક્રેનમાં લોકોને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. થોડા દિવસો પહેલા, રશિયા તરફથી કહેવામાં આવ્યું હતું કે સામાન્ય નાગરિકોના સ્થળાંતર માટે, કેટલાક કોરિડોર પર યુદ્ધવિરામ કરવામાં આવશે. જે બાદ અલગ-અલગ સમયે યુક્રેનના શહેરોમાંથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. યુક્રેનમાં ભારતીય દૂતાવાસ દ્વારા આ અંગે એક એડવાઈઝરી જારી કરવામાં આવી છે. જેમાં લોકોને 10 વાગ્યા પછી કોઈપણ રીતે યુક્રેન છોડવાની સલાહ આપવામાં આવી છે.
લોકોને સરહદ સુધી પહોંચવાની સલાહ
યુક્રેનની રાજધાની કિવમાં ભારતીય દૂતાવાસ દ્વારા જારી કરવામાં આવેલી આ નવી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે 8 માર્ચે સવારે 10 વાગ્યાથી લોકોને બહાર કાઢવા માટે બનાવવામાં આવેલા કોરિડોર દ્વારા ઈવેક્યુએશન પ્રોગ્રામ શરૂ થશે. જેનો તમામ ભારતીયોએ લાભ લેવો જોઈએ. આ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, યુક્રેનમાં સુરક્ષાની સ્થિતિ સતત કથળી રહી છે, જેને જોતા યુક્રેનમાં ફસાયેલા તમામ ભારતીયોએ આ કોરિડોર દ્વારા સરહદી વિસ્તારોમાં પહોંચવું જોઈએ.