શોધખોળ કરો

'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા

Narmada River Dam News: ગુજરાતમાં ફરી એકવાર વરસાદે શાનદાર એન્ટ્રી મારી છે. રાજ્યમાં ઠેર ઠેર વરસાદી વરસી રહ્યો છે

Narmada River Dam News: ગુજરાતમાં ફરી એકવાર વરસાદે શાનદાર એન્ટ્રી મારી છે. રાજ્યમાં ઠેર ઠેર વરસાદી વરસી રહ્યો છે. છેલ્લા ચાર દિવસથી વરસી રહેલા વરસાદના કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની નવી આવક શરૂ થઇ છે. જેના કારણે નર્મદા ડેમ આજે સંપૂર્ણ ભરાઇ ગયો છે. 

રાજ્યમાં અત્યારે મધ્યથી લઇને દક્ષિણ, ઉત્તર અને સૌરાષ્ટ્રમાં તાબડતોડ મેઘરાજાની બેટિંગ થઇ રહી છે. જેના કારણે ફરી એકવાર નર્મદા ડેમની જળસપાટી વધી છે અને ગઇકાલે માત્ર તે મહત્તમ સપાટીથી માત્ર 7 સેમી જ દુર છે, જે આજે વટાવી ચૂકી છે.

માહિતી પ્રમાણે, ગુજરાતના નાગરિકો અને ખેડૂતો માટે સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. ખરેખરમાં, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ અત્યારે સંપૂર્ણ ભરાઇ ગયો છે. હાલમાં સરદાર સરોવર ડેમની જળસપાટી 138.68 મીટરે પહોંચી છે. ડેમમાં હાલ 51 હજાર 777 ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે, જ્યારે ડેમમાંથી હાલ 50 હજાર 847 ક્યૂસેક પાણીની જાવક છે. ડેમનો એક દરવાજો 1 મીટર ખોલી પાણીને નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે, આજે બપોરે 12.39 વાગ્યે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદાના નીરના વધામણા કરશે, આ વધામણા બાદ ડેમના 12થી વધુ દરવાજા ખોલવામાં આવશે. ડેમનું જળસ્તર સતત વધતાં આજુબાજુના નર્મદા, ભરૂચ, વડોદરાના 42 ગામોને એલર્ટ કરાયા છે. 

રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. સાવર્ત્રિક વરસાદના કારણે રાજ્યમાં મોટાભાગની નદીઓ અને સરોવરા છલકાઇ ગયા છે. સરદાર સરોવર નર્મદા ડેમ (Sardar Sarovar Narmada Dam)માં પાણીની આવક વધી રહી છે.  નર્મદા નદી બે કાંઠે વહેતી થતા કાંઠા વિસ્તારના ગામને તંત્ર દ્વારા એલર્ટ કરાયા છે.

રાજ્યમાં આ સિઝનમાં જોરદાર વરસાદ ખાબક્યો છે. આંકડા પ્રમાણે, આ વખતે રાજ્યમાં સિઝનનો 137 ટકા વરસાદ ખાબક્યો છે, આમાં કચ્છમાં સિઝનનો 185 ટકા વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં સિઝનનો 114 ટકા વરસાદ પડ્યો છે, મધ્ય ગુજરાતમાં સિઝનનો 133 ટકા વરસાદ થયો છે, સૌરાષ્ટ્રમાં સિઝનનો 147 ટકા વરસાદ વરસ્યો છે, અને દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 141 ટકા વરસાદ પડી ચૂક્યો છે. 

ચોમાસાની સિઝનમાં ક્યા ડેમ થયા ઓવરફ્લો -
ધોધમાર વરસાદને લીધે રાજ્યના 207માંથી પૈકી 122 જળાશયો ઓવરફ્લો થયા છે. કચ્છ-સૌરાષ્ટ્રના 100  જળાશયો સંપૂર્ણ ભરાઇ ચૂક્યાં છે. તો મધ્ય ગુજરાતના 10 દક્ષિણ ગુજરાતના નવ અને ઉત્તર ગુજરાતના ત્રણ જળાશયો છલોછલ  થયા છે. પાણીની ભરપૂર આવકથી રાજ્યના 179 ડેમ હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે.  90 ટકાથી વધુ ભરાયેલા 158 ડેમ હાઈએલર્ટ, 80થી 90 ટકા ભરાયેલા 13 ડેમ એલર્ટ, જ્યારે 70થી 80 ટકા ભરાયેલા 8 ડેમ વોર્નિંગ પર છે

આ પણ વાંચો

Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajya Sabha: રાજ્યસભામાં કોંગ્રેસની બેન્ચ નીચેથી નોટોનું બંડલ મળી આવતા મચ્યો હંગામો,અધ્યક્ષે કહ્યું-આ ગંભીર બાબત
Rajya Sabha: રાજ્યસભામાં કોંગ્રેસની બેન્ચ નીચેથી નોટોનું બંડલ મળી આવતા મચ્યો હંગામો,અધ્યક્ષે કહ્યું-આ ગંભીર બાબત
Ravindra Jadeja Net Worth: આજે ગુજરાતના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો જન્મદિવસ, જાણો કેવી રીતે કરે છે કરોડોની કમાણી
Ravindra Jadeja Net Worth: આજે ગુજરાતના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો જન્મદિવસ, જાણો કેવી રીતે કરે છે કરોડોની કમાણી
UGC એ જાહેર કરી નવી ગાઇડલાઇન, વિદ્યાર્થીઓને મળશે આ પ્રકારની સુવિધાઓ
UGC એ જાહેર કરી નવી ગાઇડલાઇન, વિદ્યાર્થીઓને મળશે આ પ્રકારની સુવિધાઓ
SC News: પિતા દલિત અને માતાની અન્ય જ્ઞાતિ, શું બાળકોને મળશે અનામતનો લાભ? SCનો મહત્વનો નિર્ણય
SC News: પિતા દલિત અને માતાની અન્ય જ્ઞાતિ, શું બાળકોને મળશે અનામતનો લાભ? SCનો મહત્વનો નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat BJP Leader Suicide Case: ભાજપના મહિલા નેતાના સુસાઈડ કેસને લઈને મોટા સમાચારKhyati Hospital Scam:હોસ્પિટલ કાંડમાં સૌથી મોટો ખુલાસો, ત્રણ વર્ષમાં 112 લોકોના મોતRBI Reporate News: EMI ઓછી થવાની આશા પર ફરી વળ્યું પાણી, કોઈ ફેરફાર ન થયોNitin Gadkari :‘કોન્ટ્રાક્ટર ઠીક સે કામ નહીં કરેગા તો બુલડોઝર કે નીચે ડલવા દેંગે’ નીતિન ગડકરીની ચીમકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajya Sabha: રાજ્યસભામાં કોંગ્રેસની બેન્ચ નીચેથી નોટોનું બંડલ મળી આવતા મચ્યો હંગામો,અધ્યક્ષે કહ્યું-આ ગંભીર બાબત
Rajya Sabha: રાજ્યસભામાં કોંગ્રેસની બેન્ચ નીચેથી નોટોનું બંડલ મળી આવતા મચ્યો હંગામો,અધ્યક્ષે કહ્યું-આ ગંભીર બાબત
Ravindra Jadeja Net Worth: આજે ગુજરાતના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો જન્મદિવસ, જાણો કેવી રીતે કરે છે કરોડોની કમાણી
Ravindra Jadeja Net Worth: આજે ગુજરાતના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો જન્મદિવસ, જાણો કેવી રીતે કરે છે કરોડોની કમાણી
UGC એ જાહેર કરી નવી ગાઇડલાઇન, વિદ્યાર્થીઓને મળશે આ પ્રકારની સુવિધાઓ
UGC એ જાહેર કરી નવી ગાઇડલાઇન, વિદ્યાર્થીઓને મળશે આ પ્રકારની સુવિધાઓ
SC News: પિતા દલિત અને માતાની અન્ય જ્ઞાતિ, શું બાળકોને મળશે અનામતનો લાભ? SCનો મહત્વનો નિર્ણય
SC News: પિતા દલિત અને માતાની અન્ય જ્ઞાતિ, શું બાળકોને મળશે અનામતનો લાભ? SCનો મહત્વનો નિર્ણય
Repo Rate: RBIએ વ્યાજ દરોને લઇને કરી મોટી જાહેરાત, જાણો તમારી EMI પર કેટલી થશે અસર?
Repo Rate: RBIએ વ્યાજ દરોને લઇને કરી મોટી જાહેરાત, જાણો તમારી EMI પર કેટલી થશે અસર?
RBI MPC:  RBIની ખેડૂતોને મોટી ભેટ, હવે સરળતાથી મળશે આટલા લાખની લોન
RBI MPC: RBIની ખેડૂતોને મોટી ભેટ, હવે સરળતાથી મળશે આટલા લાખની લોન
Bangladesh violence: બાંગ્લાદેશમાં ભારતીય પ્રોડક્ટનો બહિષ્કાર, BNP નેતાએ વિરોધમાં સળગાવી પત્નીની સાડી, જુઓ વીડિયો
Bangladesh violence: બાંગ્લાદેશમાં ભારતીય પ્રોડક્ટનો બહિષ્કાર, BNP નેતાએ વિરોધમાં સળગાવી પત્નીની સાડી, જુઓ વીડિયો
Free Aadhaar Update: મફતમાં આધાર અપડેટ કરવા માટે કરવું પડે છે આ કામ, જાણો સરળ પ્રોસેસ
Free Aadhaar Update: મફતમાં આધાર અપડેટ કરવા માટે કરવું પડે છે આ કામ, જાણો સરળ પ્રોસેસ
Embed widget