Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ
સુરેન્દ્રનગરના વસ્તડી ગામનો ડાયવર્જન થોવાઈ જતા સ્કૂલ બસ ફસાઈ ગઈ. વસ્તડી ગામની ભોગાવો નદીમાં કાચો ડાયવર્જન પાણીમાં ધોવાઈ ગયો, જેના કારણે સ્કૂલ બસ ફસાઈ ગઈ. બસમાં વિદ્યાર્થીઓ પણ હતા. જેમને બહાર ઉતારવામાં આવ્યા છે અને હવે તેઓ આગળ જઈ રહ્યા છે પરંતુ ડાયવર્જન ધોવાતા લોકોને અને ખાસ કરીને વિદ્યાર્થીઓને ભારે હાલાકી થઈ. આજે ચાલુ સ્કૂલ કરી તો ચૂડા થઈને જવાનું હતું અને ડ્રાઈવરે થોડીક ભૂલ થઈ છે. ડ્રાઇવરની બેદરકારીને કારણે સ્કૂલ બસ ફસાઈ ગઈ હતી. સ્કૂલના પ્રિન્સિપાલની સાથે વાત કરી અને સ્કૂલમાં વસ્તડીના વિદ્યાર્થીઓને રજા રખાવો. આચાર્યે પણ કીધું અને અમે પણ કીધું ગામ લોકોએ આવી રીતે મોકલવા. ડાયવર્જન ધોવાતા પાણીમાં સ્કૂલ બસ ફસાઈ ગઈ. જો કે સદનસીબે કોઈ દુર્ઘટના નથી સર્જાય. વિદ્યાર્થીઓને સહી સલામત બહાર ઉતારવામાં આવ્યા.















