Russia Ukraine War: રશિયના હુમલા વચ્ચે યુક્રેનના રાજદૂતે પીએમ મોદીને કરી મદદની અપીલ, જાણો શું કહ્યું....
ભારતમાં યુક્રેનના રાજદૂત ઈગોર પોલ્ખાએ કહ્યું છે કે યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા તણાવમાં ભારત મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
![Russia Ukraine War: રશિયના હુમલા વચ્ચે યુક્રેનના રાજદૂતે પીએમ મોદીને કરી મદદની અપીલ, જાણો શું કહ્યું.... russia ukraine war ambassador of ukraine to india seek help from pm modi india to talk with vladimir putin and ukraine president Russia Ukraine War: રશિયના હુમલા વચ્ચે યુક્રેનના રાજદૂતે પીએમ મોદીને કરી મદદની અપીલ, જાણો શું કહ્યું....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/24/c374b579b9073a732746eec6c01af7f5_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
યુક્રેનમાં રશિયાનો હુમલો સતત ચાલુ છે અને બંને દેશોની સેનાઓ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન, યુક્રેન આ મામલે હસ્તક્ષેપ માટે વિશ્વના મોટા દેશોને સતત વિનંતી કરી રહ્યું છે. હવે યુક્રેન વતી ભારતના વડાપ્રધાનને મદદ માટે અપીલ કરવામાં આવી છે. ભારતમાં યુક્રેનના રાજદૂતે આ મામલે પીએમ મોદી પાસે હસ્તક્ષેપની માંગ કરી છે.
પીએમ મોદીને મદદની અપીલ
ભારતમાં યુક્રેનના રાજદૂત ઈગોર પોલ્ખાએ કહ્યું છે કે યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા તણાવમાં ભારત મહત્વની ભૂમિકા ભજવી શકે છે. પીએમ મોદીને અપીલ કરતા તેમણે કહ્યું કે તેઓ આ અંગે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે તાત્કાલિક વાત કરે. યુક્રેનના રાજદૂતે કહ્યું કે રાજધાની કિવ નજીક પણ હુમલા થયા છે. રશિયા યુક્રેન પર હુમલો કરી રહ્યું છે. મોદીજી આ સમયે ઘણા મોટા નેતા છે, અમે તેમને મદદ માટે અપીલ કરીએ છીએ. માત્ર ભારત જ વિશ્વમાં તણાવ ઓછો કરી શકે છે. તેમણે જણાવ્યું કે 5 રશિયન વિમાનોને તોડી પાડવામાં આવ્યા છે.
ભારતનું સ્ટેન્ડ શું છે?
ભલે યુક્રેનના રાજદૂતે પીએમ મોદીને મદદ માટે વિનંતી કરી હોય, પરંતુ ભારત આ સમગ્ર મામલે તટસ્થ વલણ ધરાવે છે. ભારતે કોઈપણ પક્ષ તરફથી વાત કરી નથી. આ ઉપરાંત, પીએમ મોદીએ આ ઘટનાક્રમ વિશે હજી સુધી ટ્વિટ કર્યું નથી. તે જ સમયે, વિદેશ રાજ્ય મંત્રી તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે હાલમાં અમે યુક્રેન મામલે તટસ્થ છીએ. સાથે જ તેમણે કહ્યું કે શાંતિ જાળવવાના પ્રયાસો ચાલુ રાખવા જોઈએ.
યુક્રેને દેશવ્યાપી ઇમર્જન્સીની કરી જાહેરાત-
યુક્રેને યુદ્ધના વધતા ભય વચ્ચે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે અને તેના નાગરિકોને શક્ય તેટલી વહેલી તકે રશિયા છોડવા કહ્યું છે. તો રશિયાએ યુક્રેનથી તેના રાજદ્વારીઓને બોલાવવાની જાહેરાત કરી દીધી છે. અમેરિકા સહિતના પશ્ચિમી દેશો રશિયાને રોકવા માટે પ્રતિબંધો (યુરોપિયન પ્રતિબંધો)નો આશરો લઈ રહ્યા છે. યુએસ અને યુકેએ મોસ્કો પર આકરા આર્થિક પ્રતિબંધો લાદ્યા છે અને આગામી દિવસોમાં ઘણા નવા પ્રતિબંધો પણ લગાવામાં આવી શકે છે. પરંતુ સવાલ એ છે કે શું આ હઠીલી ફોર્મ્યુલા રશિયા પર કામ કરશે?
નોંધનીય છે કે, પુતિને યુક્રેન પર સૈન્ય કાર્યવાહીનો આદેશ આપતા કહ્યું કે રશિયાનો યુક્રેન પર કબજો કરવાનો કોઇ ઇરાદો નથી, પરંતુ જો કોઇ બહારી ખતરો થાય છે તો તેનો તાત્કાલિક જવાબ આપવામાં આવશે. આની સાથે જ રશિયાએ યુક્રેન સાથે લાગેલી સરહદની પાસે લગભગ બે લાખ જવાનોને તૈનાત કરી દીધા છે. વળી, બીજીબાજુ યુક્રેનની રાજધાની કીવમાં ધમાકાના કેટલાય અવાજો સંભળાઇ રહ્યાં છે. વિસ્ફોટોનો અવાજ ક્રેમટોર્સ્ક અને યુક્રેનના ત્રીજા સૌથી મોટા શહેર ઓડેસ્સામાં સંભળાઇ રહ્યાં છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)