Russia Ukraine War: યુક્રેનના આ શહેરમાં Lockdown જેવો સન્નાટો, રસ્સા થયાં સુમસામ, જુઓ તસવીરો
Ukraine Russia War: રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે 12મો દિવસ છે. યુક્રેનના ચાર શહેરોમાં યુદ્ધવિરામ જાહેર કરવામાં આવ્યો છે.
Ukraine Russia War: રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે 12મો દિવસ છે. યુક્રેનના ચાર શહેરોમાં યુદ્ધવિરામ જાહેર કરવામાં આવ્યો છે. જે શહેરોમાં યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી છે તેમાં કિવ, ખારકિવ, સુમી અને માર્યુપોલનો સમાવેશ થાય છે. બપોરે 12.30 વાગ્યાથી યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા યુક્રેનની રાજધાની કિવ શહેરની તસવીરો શેર કરવામાં આવી છે. જેમાં રોડ રસ્તા પર લોકડાઉન જેવો સન્નાટો જોવા મળી રહ્યો છે. રસ્તા એકદમ સુમસામ દેખાઈ રહ્યા છે.
Streets in Ukraine's capital city Kyiv wear a deserted look amid #RussiaUkraineCrisis pic.twitter.com/IlSgWokvpL
— ANI (@ANI) March 7, 2022
પીએ મોદીએ રશિયાના પ્રમુખ પુતિન સાથે 50 મિનિટ સુધી ફોન પર શું કરી વાત ?
આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના પ્રેસિડેન્ટ પુતિન સાથે વાત કરી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ, સરકારી સૂત્રોએ જણાવ્યું પીએમ મોદીએ રશિયાના પ્રેસિડેન્ટ પુતિ સાથે ફોન પર 50 મિનિટ વાત કરી. જેમાં તેઓ યુક્રેનની સ્થિતિ અંગે ચર્ચા કરી. પુતિને તેમને યુક્રેનિયન અને રશિયન ટીમ વચ્ચે વાટાઘાટોની સ્થિતિ અંગે માહિતગાર કર્યા. સૂત્રોના કહેવા મુજબ PM એ રાષ્ટ્રપતિ પુતિનને વિનંતી કરી કે તેઓ બંને દેશોની ટીમો વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો ઉપરાંત યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે સીધી વાતચીત કરે. પીએમ મોદીએ યુક્રેનના કેટલાક ભાગોમાં યુદ્ધવિરામ અને માનવતાવાદી કોરિડોરની સ્થાપનાની જાહેરાતની પ્રશંસા કરી, જેમાં સુમીનો સમાવેશ થાય છે. વડાપ્રધાન મોદીએ સુમીમાંથી ભારતીય નાગરિકોને વહેલી તકે સુરક્ષિત બહાર કાઢવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. રાષ્ટ્રપતિ પુતિને વડાપ્રધાન મોદીને તેમના સુરક્ષિત સ્થળાંતર માટે તમામ શક્ય સહયોગની ખાતરી આપી હતી.
યુક્રેનના ડોનબાસમાં રહેતા આ જાણીતા ભારતીય ડોક્ટરે સ્વદેશ ફરવાની પાડી દીધી ના, જાણો શું છે મામલો
યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સહી સલામત વતન લાવવા સરકારે મિશન ગંગા ઓપરેશન શરૂ કર્યું છે. જે અંતર્ગત સ્પેશિયલ ફ્લાઇટમાં ભારતીયોને હેમખેમ માદરે વતન લાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં હજારો ભારતીયો ક્ષેમકુશળ વતન પહોંચી ચુક્યા છે. આ દરમિયાન ડોનબાસમાં રહેતા એક ભારતીય ડોક્ટરે વતન આવવી ના પાડી છે. ડોનબાસમાં રહેતા જાણીતા ભારતીય ડોક્ટર ગિરીકુમાર પાટીલે તેમના પાલતુ જગુઆર અને પેન્થર વગર યુક્રેન છોડવાનો ઈન્કાર કર્યો છે. તેઓ જગુઆર કુમાર તરીકે અહીં જાણીતા છે. તેમણે કહ્યું કે, હું આ બંને સાથા મારા બાળકો જેવો વ્યવહાર કરું છું. મેં એમ્બેસીને ફોન કર્યો પણ મને યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી. મારું મકાન રશિયનોથી ઘેરાયેલું છે પણ હું મારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યો છું.