Russia Ukraine War: ક્રિમિયા બ્રિજ પર હુમલાથી રઘવાયા થયેલા રશિયાએ યુક્રેન પર છોડી 75 મિસાઇલ, ગુપ્તચર એજન્સીના હેડક્વાર્ટરને બનાવ્યું નિશાન
Russia Ukraine War:યુક્રેનની જાસૂસી સંસ્થા SBUના હેડક્વાર્ટરને પણ રશિયા દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હોવાના અહેવાલ છે. 8 મહિનામાં રશિયાએ મોટાભાગે યુક્રેનના સૈન્ય, વ્યૂહાત્મક મથકો પર હુમલા કર્યા છે,
Russian Missile Attack in Ukraine: રશિયાના કબજા હેઠળના ક્રિમિઅન પેનિનસુલાના એક પુલ પર ક્રિમિયા બ્રિજ બ્લાસ્ટ બાદ રશિયા અત્યંત આક્રમક છે. રશિયાએ યુક્રેનના ઘણા રહેણાંક વિસ્તારોમાં મિસાઈલ હુમલા કર્યા છે.
રશિયન હુમલાઓને કાર્પેટ બોમ્બિંગ કહેવામાં આવી રહ્યું છે. યુક્રેનની જાસૂસી સંસ્થા SBUના હેડક્વાર્ટરને પણ રશિયા દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હોવાના અહેવાલ છે. છેલ્લા 8 મહિનામાં રશિયાએ મોટાભાગે યુક્રેનના સૈન્ય મથકો અને વ્યૂહાત્મક મથકો પર હુમલા કર્યા છે, પરંતુ કેર્ચ-બ્રિજ બ્લાસ્ટ બાદ યુક્રેનના રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
ક્રિમિયા બ્રિજ બ્લાસ્ટ પછી, રશિયન રાષ્ટ્રપતિ પુતિને યુક્રેન વિરુદ્ધ સ્પેશિયલ મિલિટરી ઓપરેશનના સંયુક્ત જૂથની કમાન નવા જનરલ સર્ગેઈ સુરોવિકિનને સોંપી દીધી છે, જેઓ સીરિયામાં કાર્પેટ બોમ્બિંગ માટે પ્રખ્યાત હતા અને જેમણે સીરિયામાં યુદ્ધની હવા બદલી નાખી હતી.
#UPDATE "The enemy launched massive strikes on Kyiv. Most of the strikes hit the centre of the capital. At the moment, 12 people are reported injured. Five people died," the national police service said in a statement on Facebook. pic.twitter.com/GblEK3jN2q
— AFP News Agency (@AFP) October 10, 2022
રશિયન હુમલાઓ પર ઝેલેન્સકીનું નિવેદન
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ રશિયન હુમલા વિશે કહ્યું છે કે દેશભરમાં થયેલા હુમલામાં ઘણા લોકો માર્યા ગયા છે અને ઘણા ઘાયલ થયા છે. ક્રિમિયન બ્રિજ બ્લાસ્ટ બાદ આક્રમક બનેલા પુતિને આજે (10 ઓક્ટોબર) ક્રેમલિનમાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠક પણ બોલાવી હતી.
યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયના નાયબ વડા, કિરિલો ટિમોશેન્કોએ સોમવારે સોશિયલ મીડિયા પર લોકોને સલામત આશ્રયસ્થાનોમાં રહેવા માટે હાકલ કરી, કહ્યું કે દેશભરના ઘણા શહેરોમાં હુમલાના અહેવાલો છે. ન્યૂઝ એજન્સી એએફપીના જણાવ્યા અનુસાર યુક્રેનની રાજધાની કિવમાં સ્થાનિક સમય અનુસાર સવારે 8:15 વાગ્યે આ હુમલો કરવામાં આવ્યો હતો. આ પછી, ઘણી એમ્બ્યુલન્સ વિસ્ફોટ સ્થળ તરફ જતી જોવા મળી હતી. કિવના મેયર વિટાલી ક્લિટ્સ્કોએ સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી હતી કે રાજધાનીના મધ્યમાં શેવચેન્કિવસ્કી જિલ્લામાં અનેક વિસ્ફોટ થયા છે.
આ પહેલા રશિયાએ 26 જૂને કિવ પર છેલ્લો હુમલો કર્યો હતો. તેણે યુક્રેન પર ક્રિમિયન પુલને બ્લાસ્ટ કરવાનો આરોપ લગાવ્યા પછી રશિયન હુમલા શરૂ થયા. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ક્રિમિયા બ્રિજ બ્લાસ્ટને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. જો કે આ વિસ્ફોટની જવાબદારી કોઈએ લીધી નથી, પરંતુ પુતિને તેના માટે યુક્રેન અને યુરોપને જવાબદાર ઠેરવ્યા છે.
8 ઓક્ટોબરના રોજ, એઝોવ સમુદ્રને કાળા સમુદ્ર સાથે જોડતા યુરોપના સૌથી લાંબા પુલ પર પાર્ક કરાયેલ વિસ્ફોટકોથી ભરેલા વાહનમાં વિસ્ફોટ થયો હતો. આ પછી પુલનો કેટલોક ભાગ બળીને નીચે પડ્યો હતો. બીજા જ દિવસે, રશિયન દળોએ ઝાપોરિઝિયામાં એક બહુમાળી ઇમારત પર મિસાઇલો છોડી હતી, જેમાં 17 લોકો માર્યા ગયા હતા અને 40 થી વધુ ઘાયલ થયા હતા