War: યુદ્ધ મામલે ઇન્ટરનેશનલ કોર્ટે પુતિનની ધરપકડનું વૉરંટ કાઢ્યુ, રશિયાએ કહ્યું- આ તો ટૉયલેટ પેપર છે, અમે નહીં માનીએ.....
રશિયાના પ્રવક્તા દિમિત્રી પેસકૉવે મીડિયાને કહ્યું કે- રશિયા, કેટલાય અન્ય દેશો તરફથી, આ કોર્ટના અધિકાર ક્ષેત્રને માન્યતા નથી આપતું
International Criminal Court on Putin: રશિયાએ શુક્રવારે (17 માર્ચે) ફરી એકવાર આખી દુનિયાને આંખ બતાવતા કહ્યું કે, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન માટે ધરપકડનું વૉરંટ જાહેર કરવાનો આંતરરાષ્ટ્રીય અપરાધ ન્યાયાલયનો ફેંસલો કાનૂની રીતે "શૂન્ય" છે. કેમ કે મૉસ્કો હેગ સ્થિત કોર્ટના અધિકાર ક્ષેત્રને માન્યતા નથી આપતુ. રશિયાના ઉચ્ચ અધિકારી આ વૉરંટને લઇને ખુબ નારાજ છે. વળી, પુતિનના વિરોધી આ પગલાની પ્રસંશા કરી રહ્યાં છે.
રશિયાના પ્રવક્તા દિમિત્રી પેસકૉવે મીડિયાને કહ્યું કે- રશિયા, કેટલાય અન્ય દેશો તરફથી, આ કોર્ટના અધિકાર ક્ષેત્રને માન્યતા નથી આપતું, રશિયા આઇસીસીનું સભ્ય પણ નથી. એટલા માટે કાનૂની દષ્ટિકોણથી આ કોર્ટનો ફેંસલો શૂન્ય છે.
વિદેશ મંત્રાલયે પણ ફેંસલાનો ફગાવ્યો -
રશિયન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા જખારોવાએ કહ્યું કે, આઇસીસીના ફેંસલાને રશિયા માટે કોઇ મતલબ નથી, તેને ટેલિગ્રામ પર કહ્યું કે, - રશિયા આંતરરાષ્ટ્રીય અપરાધિક ન્યાયાલયનો પક્ષકાર નથી, અને રશિયાનુ આના પ્રત્યે કોઇ જવાબદારી પણ નથી.
પૂર્વ રાષ્ટ્રપતિએ પણ આપી પ્રતિક્રિયા -
પુતિનનુ નામ લીધા વિના જખારોવાએ કહ્યું- જ્યાં સુધી અમારો સંબંધ છે રશિયા આ નિકાયની સાથે સહયોગ નથી કરતુ, અને આંતરરાષ્ટ્રીય કોર્ટ ધરપકડની વાત કાનૂની રીતે અમાન્ય હોય છે. રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવે પણ ટ્વીટર પર વૉરંટની સરખામણી ટૉયલેટ પેપર સાથે કરી છે.
આ આરોપોના કારણે કોર્ટે જાહેર કર્યુ વૉરંટ -
ઉલ્લેખનીય છે કે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે શુક્રવારે યૂક્રેનમાં યુદ્ધ અપરાધો માટે રશિયન રાષ્ટ્રપતિ પુતિન વિરુદ્ધ ધરપકડ વૉરંટ જાહેર કર્યુ, કોર્ટનું કહેવુ છે કે, રશિયન રાષ્ટ્રપતિ યૂક્રેનના કબજા વાળા વિસ્તારોમાંથી રશિયન સંઘોમાં લોકો (ખાસ કરીને બાળકો)ને ગેરકાયદે ટ્રાન્સફર કરીને યુદ્ધ અપરાધ માટે કથિત રીતે જવાબદાર છે. કોર્ટે આ રીતના આરોપો પર બાળકોના અધિકારો માટે રશિયન રાષ્ટ્રપતિ આયુક્ત મારિયા લાવોવા બેલોવા વિરુદ્ધ વૉરંટ પણ જાહેર કર્યુ હતુ.
Xi Jinping Russia Visit: રશિયા જશે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ, ચીનના વિદેશ મંત્રાલયે કહ્યુ- આગામી સપ્તાહમાં પુતિન સાથે થશે મુલાકાત
Xi Jinping Russia Visit: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આવતા અઠવાડિયે રશિયાની મુલાકાત લેશે. ચીનના વિદેશ મંત્રાલયે હાલમાં જ તેમની મોસ્કો મુલાકાતની પુષ્ટી કરી હતી. જિનપિંગ મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરશે. શી જિનપિંગની આ મુલાકાત રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે થઈ રહી છે, તેથી દુનિયાની નજર તેમના પર છે.
ચીનના રાષ્ટ્રપતિ 3 દિવસની રશિયાની મુલાકાતે જશે
શુક્રવારે (17 માર્ચ) ચીનના વિદેશ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 20 માર્ચથી રશિયાની મુલાકાત લેશે. ચીનના રાષ્ટ્રપતિ તરીકે ત્રીજી વખત ચૂંટાયા બાદ જિનપિંગની આ પ્રથમ વિદેશ યાત્રા હશે. "શી જિનપિંગ 20-22 માર્ચ સુધી રશિયાની મુલાકાત કરશે. તેમની મુલાકાત દરમિયાન રશિયા-ચીન વ્યાપક ભાગીદારી સંબંધો અને વ્યૂહાત્મક સહયોગ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે," તેવું રશિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું.
બંને દેશોમાં વધશે નિકટતા, અમેરિકા માટે આંચકો!
ચીનના રાષ્ટ્રપતિની રશિયાની મુલાકાત વૈશ્વિક નિષ્ણાતોમાં ચર્ચાનો વિષય બની છે. ઘણા નિષ્ણાતો કહે છે કે શી જિનપિંગની રશિયાની મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ છે, ખાસ કરીને જ્યારે યુએસ અને અન્ય પશ્ચિમી દેશો રશિયા અને ચીન પર નજર રાખે છે. આ બંને દેશો અલગ-અલગ મુદ્દાઓ પર અમેરિકા સાથે વિવાદમાં છે. આ બંને દેશો લોકશાહી નથી અને સામ્યવાદ તેમના પર વર્ચસ્વ ધરાવે છે. રશિયા-યુક્રેન યુદ્ધમાં અમેરિકા રશિયાની વિરુદ્ધ છે, જ્યારે ચીન સાથે અમેરિકાના સંબંધો પણ સામાન્ય નથી. આવી સ્થિતિમાં રશિયા અને ચીન વચ્ચે વધતી નિકટતાને કારણે અમેરિકાની ચિંતા વધુ વધશે.
શું હવે ચીન યુક્રેન યુદ્ધનો અંત લાવશે?
ચીનના રાષ્ટ્રપતિની રશિયા મુલાકાતને રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને રોકવાના દૃષ્ટિકોણથી પણ જોવામાં આવી રહી છે. ચીને બે ઈસ્લામિક દેશો સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચે વર્ષોની દુશ્મનીનો અંત લાવી સમાધાન કરાવ્યું હતું. હવે 'વોલ સ્ટ્રીટ જર્નલ'ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીનના રાષ્ટ્રપતિ રશિયા અને યુક્રેન વચ્ચે મધ્યસ્થી પણ કરી શકે છે. તે યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે કોલ પર સીધી વાત કરી શકે છે. ચીન 'શાંતિ-સ્થાપના' માટે આ પ્રયાસ કરીને 'ગ્લોબલ લીડર' બનવા માંગે છે.