Rajkot Crime : રાજકોટમાં વીમો પકવવા કરી નાંખી પાડોશીની હત્યા, અર્ધ સળગેલી લાશ મામલે મોટો ખુલાસો
Rajkot Crime : રાજકોટમાં વીમો પકવવા કરી નાંખી પાડોશીની હત્યા, અર્ધ સળગેલી લાશ મામલે મોટો ખુલાસો
રાજકોટ જિલ્લાના ગોંડલના મહિકા ગામેથી અર્ધ સળગેલ હાલતમાં લાશ મળવાનો મામલે મોટો ખુલાસો થયો છે. રૂલર LCB અને ગોંડલ પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં વીમો પકવવા પાડોશીની હત્યા કરી હોવાનું ખુલ્યું . બે દિવસ પહેલા મહીકા ગામે પ્રોઢને ગાળા ટૂંપો દઈને લાશ સળગાવી હોવાનું ખૂલ્યું . રાજકોટના સંદીપ ગોસ્વામીની હત્યા થઈ હોવાનું સામે આવ્યું . હસમુખ વ્યાસ અને સગીર યુવકે પાડોશીનો વીમો પકવવા હત્યા કરી હોવાનું ખુલ્યું . રૂલર LCB અને ગોંડલ પોલીસે સગીર યુવકને પકડી પાડયો . હસમુખ વ્યાસ હજુ પોલીસ પકડથી દૂર . હસમુખ વ્યાસ પકડાયા બાદ સમગ્ર હકીકતો સામે આવશે. પોલીસને ગુમરાહ કરવા આરોપીએ પેટ્રોલથી લાશ સળગાવી હતી.. લાશની બાજુમાં પોતાના મોબાઈલ,પાકીટ અને આઈડી કાર્ડ ફેંકી દીધા હતા જેથી પોલીસને લાગે કે હસમુખ વ્યાસ મર્યો છે. આરોપીએ પોતાણક વીમો પકાવવા માટે પાડોશી ની હત્યા કરી નાખી હતી.