Ukraine Russia War: યૂક્રેન સામે S-400ને ઉતારશે રશિયા! જાણો શું છે આ ખતકનાક હથિયારની તાકાત
S-400 મિસાઇલ સિસ્ટમ તે હથિયાર છે, જે ભારતની પાસે પણ છે. ભારતે રશિયા પાસેથી જ આને ખરીદ્યુ છે. S-400 એક લાંબી દુરીથી જમીન પરથી હવામાં માર કરનારી મિસાઇલ સિસ્ટમ છે
Ukraine Russia War: રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધનુ એક અઠવાડિયુ વીતી ગયુ છે. રશિયાના હુમલાનો યૂક્રેન પણ જબરદસ્ત રીતે જવાબ આપી રહ્યું છે. વ્લાદિમીર પુતિન સામે યૂક્રેન આસાનીથી હાર નથી માની રહ્યૂ. હવે યૂક્રેનને વધુ મોટો ઝટકો આપવાની રશિયાની તૈયારી છે. રશિયા હવે યુદ્ધમાં S-400 એન્ટી એરક્રાફ્ટ મિસાઇલ સિસ્ટમનો ઉપયોગ કરી શકે છે. આ માટે રશિયાએ અભ્યાસ પણ શરૂ કરી દીધો છે. જાણકારી અનુસાર, આ અભ્યાસ Novosibirsk વિસ્તારમાં ચાલી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, S-400 મિસાઇલ સિસ્ટમ તે હથિયાર છે, જે ભારતની પાસે પણ છે. ભારતે રશિયા પાસેથી જ આને ખરીદ્યુ છે. S-400 એક લાંબી દુરીથી જમીન પરથી હવામાં માર કરનારી મિસાઇલ (LR-SAM) સિસ્ટમ છે. જેને રશિયાના અલ્માઝ એન્ટે દ્વારા વિકસીત કરવામાં આવી છે. આને સ્ટીલ્થ ફાઇટર જેટ્સ, બૉમ્બર્સ, ક્રૂઝ અને બેલેસ્ટિક મિસાઇલો અને એટલે સુધી કે માનવ રહિત હવાઇ વાહનો સહિત કેટલાય હવાઇ લક્ષ્યોને તોડી પાડવાની ક્ષમતા છે.
S-400 મિસાઇલ સિસ્ટમ અને ચાર અલગ અલગ પ્રકારની મિસાઇલો છે, જે 400 કિલોમીટરની સીમા સુધી નિશાન સાધી શકે છે. આમાં બે અલગ અલગ રડાર સિસ્ટમ પણ છે. જે 600 કિલોમીટરની સીમા સુધી હવાઇ લક્ષ્યોને ઓળખી શકે છે, અને સાથે જ 80 એરિયલ ટાર્ગેટ પર નિશાન સાધી શકે છે. S-400ને દુનિયાની સર્વશ્રેષ્ઠ એર ડિફેન્સ સિસ્ટમ માનવામાં આવે છે.
#BreakingNews: वॉर जोन से ग्राउंड रिपोर्ट@preetiddahiya @aparna_journo @JournoPranayhttps://t.co/p8nVQWYM7F #Ukraine #Russia #War #America #NATO #Kharkiv pic.twitter.com/xuTCRB16Qw
— ABP News (@ABPNews) March 3, 2022
રશિયન સેનાએ S-400 ને S-300 P અને S-200 P એર ડિફેન્સ સિસ્ટમથી રિપ્લેસ કરવામા આવી હતી. S-400 એપ્રિલ 2007માં રશિયન સેનામાં સામેલ થઇ અને ઓગસ્ટ 2007માં આની પહેલીવાર તૈનાતી કરવામાં આવી હતી.
યૂક્રેન વિરુદ્ધ યુદ્ધમાં રશિયાને પોતાના ફાઇટર જેટ્સ અને હેલિકૉપ્ટર ગુમાવવા પડ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આને ધ્યાનમા રાખીને હવે વ્લાદિમીર પુતિન વધુ આક્રમક થઇ ગયા છે. આ કારણ છે કે રશિયાએ S-400ની સાથે અભ્યાસ શરૂ કરી દીધો છે.
આ પણ વાંચો.......
Health Tips: આ એક ચીજ ખાવાથી વધે છે ઈમ્યુનિટી, હાડકાં-હૃદય અને શરીર બનશે મજબૂત
Breakfast Tips: શું આપ રોજ નાસ્તામાં વ્હાઇટ બ્રેડ- બટર લો છો? તો સાવધાન, જાણી લો નુકસાન
Weight Loss Tip: રોજિંદા રસોઇમાં વપરાતા આ પાનના સેવનથી ફટાફટ ઉતરશે વજન
ગળામાં ચેઇન બાંધીને બાંધ્યા શારીરિક સંબંધ, પછી મહિલાએ પ્રેમીની કરી હત્યા
CISFમાં ભરતી બહાર પડી, જલ્દી કરો અરજી, 12મું પાસ પણ અરજી કરી શકે છે